________________
ભાવતીર્થ - રત્નત્રયી
અરે ! મોક્ષમાર્ગ વહેતો ન હોત તો પહેલા તીર્થંકર પણ વીતરાગ ક્યાંથી થાત ? અને વીતરાગ-સર્વજ્ઞ થયા વિના વ્યવસ્થારૂપે મોક્ષમાર્ગની સ્થાપના પણ જાહેરમાં કોણ કરત? તેથી મોક્ષમાર્ગ તો સનાતન-શાશ્વત જ છે, તીર્થકરો માત્ર તેને પ્રગટ કરે છે.
સભા : તેમણે અર્થથી દ્વાદશાંગીનું અવલંબન લીધું ને ?
સાહેબજી : દ્વાદશાંગીનું અર્થથી અવલંબન લીધું, પણ ખાલી દ્વાદશાંગીથી કોઈ તરતું નથી; કેમ કે દ્વાદશાંગીમાં એકલું શ્રુતજ્ઞાન આવે, અને એકલા શ્રુતજ્ઞાનથી તરાય નહિ. તરવા માટે તો રત્નત્રયી પરિપૂર્ણ જોઈએ. વળી, આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને કોઈ તીર્થકરે પેદા કર્યો નથી, કોઈ તીર્થકરે તેને જન્મ આપ્યો નથી કે એની નવી શોધ કરીને બતાવ્યો નથી. તે કાયમનો હતો અને કાયમ રહેશે. તીર્થકરો પણ જે મોક્ષમાર્ગ શાશ્વત છે તેનો પાત્ર જીવોને બોધ કરાવે છે. અનંત કાળ પહેલાં પણ અમુક જીવો મોક્ષે ગયેલા જે અત્યારે સિદ્ધશિલા પર છે, અને ભવિષ્યમાં પણ અનંતા મોક્ષે જશે; જેટલા જીવો મોક્ષે ગયા છે તે બધા સંસારમાંથી જ ગયા છે. મોક્ષમાં કોઈ જીવો પહેલેથી જ ત્યાં હતા એવો અનાદિમુક્તિવાદ જૈનશાસ્ત્ર માનતું નથી. કોઈ પણ એક આત્મા અનંત કાળથી મુક્ત જ હતો, સિદ્ધ સ્વરૂપે હતો, કાયમ ખાતે ઈશ્વર સ્વરૂપે પરમાત્મારૂપે હતો; એવું જૈનશાસન નથી કહેતું. તે તો કહે છે કે બધા જીવો આત્મામાંથી જ પરમાત્મા બને છે. જેટલા આત્મા સિદ્ધ તરીકે બિરાજમાન છે તેમાંથી કોઈ આત્મા એવો નથી કે જે ભૂતકાળમાં સંસારમાં ન હોય કે આપણી જેમ સંસારમાં રખડતો ન હોય. બધા જીવો સંસારમાંથી-ભવસાગરમાંથી સાધના કરી કરીને, તીર્થનું આલંબન લઈને, તરીને મોક્ષે ગયા છે. તે બધા જીવોને તારનાર તત્ત્વ કોઈ જોઈએ; તે તારક તત્ત્વ તીર્થકરોની હાજરી કે ગેરહાજરીમાં પણ આ રત્નત્રયીરૂપ તત્ત્વ જ છે. જે આત્માના મુખ્ય આધ્યાત્મિક ગુણો છે. આમ તો
જીવમાત્ર દોષોથી ભવસાગરમાં ડૂબે છે, અને ગુણોથી તરે છે. આપણા સૌનો આત્મા અનંતકાળથી સંસારમાં ફરે છે, રખડે છે, તેમાં મુખ્ય કારણ આપણામાં રહેલા દોષો છે. આત્મા જેટલો દોષોથી ઘેરાયેલો છે એટલું ભવસમુદ્રમાં એનું અધઃપતન થવાનું. ભલે પછી તેને ગીતાર્થગુરુ, દ્વાદશાંગી કે શ્રીસંઘનો યોગ કરાવો; પણ આત્મામાં ગુણ ન પ્રગટે અને તરી જાય, તેવું ત્રણ કાળમાં બનવાનું નથી. મોક્ષ એટલે સર્વ દોષોથી મુક્તિ અને સર્વ ગુણોની પ્રાપ્તિ :
“તીર્થકર હોય કે અતીર્થકર હોય, ગણધર હોય કે સામાન્ય મુનિ હોય, પણ જીવમાત્રને १. कामः क्रोधस्तथा लोभो रागो द्वेषश्च मत्सरः। मदो माया तथा मोहः कन्दर्पो दर्प एव च।।२३।। एते हि रिपवो घोरा धर्मसर्वस्वहारिणः । एतैर्बम्भ्रम्यते जीवः संसारे बहुदुःखदे।।२४ ।।
(श्री ज्योतिविजयजी कृत तत्त्वामृतम्) २. आलंबनसूत्रं व्यक्तं, तत्र गाथा - अह खंतिमद्दवज्जवमुत्तीओ, जिणमयप्पहाणाओ। आलंबणाइं जेहि उ, सुक्कડ્યાનું સમારુહ ા૨ાં તિ,
(स्थानांगसूत्र अभयदेवसूरिजी टीका अध्ययन-४, उद्देशक-१ सू. २४७ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org