________________
૨૯૦
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ તેનો જ ઉપકાર કરીને પણ નથી ગયા; પરંતુ ઉપકારની પરંપરા યુગો પર્યંત ચાલે એવી ન્યાયમય વ્યવસ્થા બતાવીને ગયા છે.
ઋષભદેવે રાજ્યવ્યવસ્થા એવી સ્થાપી કે આખી માનવપ્રજાને ન્યાય મળે. પોતાની હયાતિ હોય કે ન હોય, તોપણ સતત તે ન્યાયનું વ્યવસ્થાતંત્ર પ્રવર્યા કરે. ધર્મસત્તાની પણ આ જ ખૂબી છે. માત્ર, અહીં ન્યાય લોકોત્તર છે. રાજ્યસત્તાની parallel (સમાંતર) ધર્મસત્તાનાં કાર્યો વિચારો તો સમજાઈ જાય. રાજ્યસત્તાના કુરાજ્ય અને સુરાજ્ય પ્રકારોની જેમ એક બાજુ ધર્મસત્તા અને બીજી બાજુ કર્મસત્તા, બંનેનું સુરાજ્ય અને કુરાજ્યની ઉપમાથી ગુણો અને ખામીઓનું વર્ણન શાસ્ત્રમાં કર્યું છે. ઉપમિતિભવપ્રપંચાકથામાં તો આ વસ્તુને સચોટ વિવેચનથી ખીલવી છે, જે વાંચતાં વાચકને સ્પષ્ટ થઈ જાય કે સૃષ્ટિમાં તીર્થકરોએ સ્થાપેલા ધર્મતીર્થ જેવું કોઈ સુરાજ્ય નથી. આ જ લોકોત્તર સુરાજ્ય છે, જે સર્વ ન્યાયોનું પ્રવર્તક છે, સર્વ નીતિઓનું મુખ્ય સ્થાન છે અને તેને ચલાવવા જ ધર્મશાસનની વ્યવસ્થા છે. કર્મસત્તામાં મહાદુષ્ટ મોહ અને તેના સાથીદારો ઘાતકર્મો :
‘તમે કર્મસત્તાને વિચારો ત્યારે દ્વેષ થવો જોઈએ. સજ્જન માણસને દુષ્ટ તત્ત્વો તરફ દ્વેષ જ થાય. જગતમાં જીવમાત્રને સતાવનાર કર્મ જ છે. તેમાં પણ મોહનીયકર્મ તો આખા દુનિયાનું ઘનીભૂત દુષ્ટ તત્ત્વ છે. જીવમાત્રમાં રહેલી દુષ્ટતાને સઘનરૂપે તારવવામાં આવે તો તે મોહસ્વરૂપે જ આવે. તેથી ગુંડાઓનો સરદાર કે સૌથી અગ્રેસર ગુંડો મોહ છે. તીર્થકરોએ તેને १. तथाहि-महामोहो जगत्सर्वं, भ्रामयत्येष लीलया। शक्रादयो जगन्नाथा, यस्य किङ्करतां गताः ।।१।। अन्येषां लघ्यन्तीह, शौर्यावष्टम्भतो नराः । आज्ञां न तु जगत्यत्र, महामोहस्य केचन।।२।। वेदान्तवादिसिद्धान्ते, परमात्मा यथा किल। चराचरस्य जगतो, व्यापकत्वेन गीयते।।३।। महामोहस्तथैवात्र, स्ववीर्येण जगत्त्रये। द्वेषाद्यशेषलोकानां, व्यापकः समुदाहृतः।।४।। तत एव प्रवर्त्तन्ते, यान्ति तत्र पुनर्लयम्। सर्वे जीवाः परे पुंसि, यथा वेदान्तवादिनाम्।।५।। महामोहात्प्रवर्त्तन्ते, तथा सर्वे मदादयः। लीयन्तेऽपि च तत्रैव, परमात्मा स वर्त्तते।।६।। अन्यच्च-यद् ज्ञातपरमार्थोऽपि, बुद्ध्वा सन्तोषजं सुखम् । इन्द्रियैर्बाध्यते जन्तुर्महामोहोऽत्र कारणम्।।७।। अधीत्य सर्वशास्त्राणि, नराः पण्डितमानिनः। विषयेषु रताः सोऽयं, महामोहो विजृम्भते।।८।। जैनेन्द्रमततत्त्वज्ञाः, कषायवशवर्तिनः । जायन्ते यन्नरा लोके, तन्महामोहशासनम्।।९।। अवाप्य मानुषं जन्म, लब्ध्वा जैनं च शासनम्। यत्तिष्ठन्ति गृहासक्ता, महामोहोऽत्र कारणम्।।१०।। विश्रब्धं निजभर्तारं, परित्यज्य कुलस्त्रियः । परेषु यत्प्रवर्त्तन्ते, महामोहस्य तत्फलम् ।।११।। विलय च महामोहः, स्ववीर्येण निराकुलः । कांश्चिद्विडम्बयत्युच्चैर्यतिभावस्थितानपि ।।१२।। मनुष्यलोके पाताले, तथा देवालयेष्वपि। विलसत्येष महामोहो, गन्धहस्ती यदृच्छया।।१३।। सर्वथा मित्रभावेन, गाढं विश्रब्धचेतसाम्। कुर्वन्ति वञ्चनं यच्च, महामोहोऽत्र कारणम्।।१४ ।। विलय कुलमर्यादां, पारदार्येऽपि यन्नराः । वर्त्तन्ते विलसत्येष, महामोहमहानृपः ।।१५ ।। यत एव समुत्पन्ना, जाताश्च गुणभाजनम्। प्रतिकूला गुरोस्तस्य, वशे येऽस्य नराधमाः ।।१६।। अनार्याणि तथाऽन्यानि, यानि कार्याणि कर्हिचित्। चौर्यादीनि विलासेन, तेषामेष प्रवर्तकः ।।१७।।
(૩૫મિતિ પ્રસ્તાવ-૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org