________________
૨૮૯
ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ પ્રજાજન તરીકે તેના શરણે આવે તેનું સદાચાર અને સદ્વર્તનના ઉપદેશ અને નીતિ-નિયમો દ્વારા ઘડતર કરી રાજ્યમાં એવું વાતાવરણ ફેલાવે કે પરસ્પર પણ કોઈને ત્રાસ ન રહે, અને તેના પ્રજાજન થકી બીજાને પણ કોઈ અન્યાય ન પહોંચે. અન્યાયનો ઉચ્છેદ કરીને ન્યાયી વર્તનની શૃંખલા, પરંપરાનું સર્જન ધર્મસત્તા કરે છે.
કુરાજ્ય-સુરાજ્ય સમાન કર્મસત્તા-ધર્મસત્તા :
શાસ્ત્રમાં રાજસત્તા સાથે સરખામણી કરીને જ ઉપમા દ્વારા ધર્મસત્તા અને કર્મસત્તાનો તફાવત સમજાવ્યો છે. લોકમાં રાજસત્તા પણ બે પ્રકારની હોય છે : સુરાજ્ય ચલાવનાર અને કુરાજ્ય ચલાવનાર. સુરાજ્યમાં લૌકિક દૃષ્ટિએ ન્યાય પ્રસ્થાપિત હોય, કુરાજ્યમાં લૌકિક દૃષ્ટિએ અન્યાય પ્રસ્થાપિત હોય. સુરાજ્યમાં સારો રાજા પ્રજાને દુષ્ટોથી રક્ષણ આપે અને પરસ્પર પણ ન્યાય પ્રવર્તાવે; દુર્જનને દંડે અને સર્જનને સમર્થન આપે; જેથી લોકમાં સભ્યતા, સજ્જનતા, સંસ્કાર, સદાચાર, ન્યાય-નીતિ, સુખ-શાંતિ, આબાદી, સમૃદ્ધિ, વિકાસ વધે. કુરાજ્યમાં ખરાબ રાજા પ્રજામાં દુષ્ટોને પોષે, પરસ્પર અન્યાયને ટેકો મળે તેવું વર્તન કરે, દુર્જનો દંડમાંથી છટકી જાય, સજ્જનોને પ્રોત્સાહન ન આપે; તેથી તેના રાજ્યમાં વસતા લોકોમાં અસભ્યતા, દુષ્ટતા, અસંસ્કાર, દુરાચાર, અન્યાય, અનીતિ, દુઃખ, અશાંતિ, બરબાદી વધે અને સમૃદ્ધિ-વિકાસ અવરોધાય. આ સુરાજ્ય અને કુરાજ્યનાં લક્ષણો ધર્મસત્તા અને કર્મસત્તામાં ક્રમશઃ સુસંગત છે. તેથી લોકોત્તર ન્યાયની દૃષ્ટિએ સૃષ્ટિમાં ન્યાય પ્રવર્તાવનાર, ન્યાયને સ્થિર કરનાર, ન્યાયી સત્તા ધર્મસત્તા જ છે. તેના પ્રવર્તક હોવાથી તીર્થકરો જીવમાત્રના ઉપકારી, હિતચિંતક કહેવાય. તીર્થકરો માત્ર પોતાનું જ કલ્યાણ કરીને મોક્ષે ચાલ્યા નથી ગયા. અરે ! જે જીવ સાંનિધ્યમાં આવ્યો, માત્ર १. राज्ञः प्रमाददोषेण, दस्युभिः परिमुष्यताम् । अशरण्यः प्रजानां यः स राजा कलिरुच्यते ।।२९।।
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-१२) * कालवर्षी च पर्जन्यो, धर्मचारी च पार्थिवः । सम्पद् यदेषा भवति, सा बिभर्ति सुखं प्रजाः ।।१।। ... राजैव कर्ता भूतानां, राजैव च विनाशकः । धर्मात्मा यः स कर्ता स्यादधर्मात्मा विनाशकः ।।९।। राज्ञो भार्याश्च पुत्राश्च, बान्धवाः सुहदस्तथा । समेत्य सर्वे शोचन्ति, यदा राजा प्रमाद्यति ।।१०।। हस्तिनोऽश्वाश्च गावश्चाप्युष्ट्राश्वतरगर्दभाः । अधर्मभूते नृपतौ, सर्वे सीदन्ति जन्तवः ।।११।। दुर्बलार्थे बलं सृष्टं, धात्रा मान्धातरुच्यते । अबलं तु महद्भूतं यस्मिन् सर्वं प्रतिष्ठितम् ।।१२।। यच्च भूतं सम्भजते, ये च भूतास्तदन्वयाः । अधर्मस्थे हि नृपतौ, सर्वे शोचन्ति पार्थिव ।।१३।।
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९१) ૨. દુનિpદો રાજ્ઞા થ'
(૩૫મિતિ પ્રસ્તાવ રૂ) * राजदण्डभयादेव, देव! लोको निरङ्कुशः। उन्मार्गप्रस्थितस्तूर्णं, करीव विनिवर्त्तते।।४०।। उद्दण्डोऽनार्यकार्येषु, वर्तमानः स केवलम्। प्रतापहाने राज्ञोऽपि, लाघवं जनयत्यलम्।।४१।।
(૩૫મિતિ પ્રસ્તાવ-૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org