________________
૨૮૮
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ જીવોને ફસાવવા માટેની તેણે ગોઠવેલી ભયંકર channelsનો (શૃંખલાઓનો) ખ્યાલ આવશે; આ વિશ્વ પરનું તેનું મહાઅન્યાય સામ્રાજ્ય, તેની નાગચૂડ-પક્કડ અને ભયાનકતા નજર સામે તરવરશે. તેની સાચી ઓળખાણ થશે તો જ તમને ધર્મસત્તાનું મૂલ્ય સમજાશે. આ સંસારમાં કર્મસત્તાના ઘોર અન્યાય સામે રક્ષણ આપનાર જો કોઈ સત્તા હોય, તંત્ર હોય તો તે માત્ર ધર્મસત્તાનું જ છે. જે તેને શરણે આવવા તૈયાર હોય, તેના રક્ષણની guarantee (બાંહેધરી) છે. સુરાજ્યમાં ઉત્તમ રાજા પણ જે વ્યક્તિ તેનું પ્રજાજનપણું સ્વીકારે તેને સુરક્ષા આપે જ છે. રાજધર્મ જ એ છે કે બહારથી શત્રુસૈન્ય કે શત્રુદેશો તરફથી, અને અંદરથી ચોર-લૂંટારા-દુર્જનો તરફથી પોતાના પ્રજાજનને સંપૂર્ણ સલામતી-સુરક્ષા પૂરી પાડે, જેથી પ્રજાના જીવનમાં સુખ-શાંતિ ટકી રહે, લોકજીવન વધારે ને વધારે આબાદીવાળું થાય અને પ્રજા પણ સંસ્કારી જ રહે. સારો રાજા પ્રજાની આબાદીમાં જ રાષ્ટ્રની આબાદી માને; પ્રજા જેટલી સલામત, સંસ્કારી, સદાચારી, તેટલી આબાદી વધવાની અને ટકવાની. તે જ રીતે સમગ્ર જીવસૃષ્ટિની અપેક્ષાએ વિચારીએ તો, આ વિશ્વમાં કર્મસત્તાએ ઊભા કરેલા અંદર અને બહારના ચોર, લૂંટારા, શત્રુસૈન્ય અને શત્રુદેશો; તે બધામાંથી સતત રક્ષણ આપીને જીવને આબાદ કરનાર ધર્મસત્તા જ છે. શરણ સ્વીકારનાર માટે ધર્મસત્તા ખરું protection cell (સુરક્ષાકવચ) છે.
પૂ. શ્રી સિદ્ધર્ષિ ગણિ મહારાજે ઉપમિતિભવપ્રપંચાકથામાં કહ્યું કે આ જગતમાં સાચું શાસન સર્વજ્ઞ એવા તીર્થકરોનું પ્રવર્તે છે, જે સંપૂર્ણ ન્યાયી છે. તેમાં રાજા કોણ, પ્રજાજન કોણ, ચોરલૂંટારા કોણ, શત્રુસૈન્ય, શત્રુદેશો કોણ, તેમાંથી રક્ષા કરનાર તંત્ર કોણ, તે તંત્રના અધિનાયકો કોણ વગેરે તમામ વાતો ઉપમારૂપે વર્ણન કરી છે, જે દ્વારા ધર્મસત્તાનો યથાર્થ પ્રભાવ દર્શાવ્યો છે. અરે ! ધર્મસત્તાનું કામ માત્ર અન્યાયી કર્મસત્તા સામે રક્ષણ પૂરું પાડવાનું જ નથી, પરંતુ જે
नारकान्मनुष्ययति, मनुष्यान्देवयति, देवान् पशुभावमानयति, नरेन्द्रमपि कीटयति, चक्रवर्तिनमपि द्रमकयति, दरिद्रान्वेश्वरादिभावान् प्रापयति, किम्बहुना? यथेष्टं भावपरावर्तनं विदधानो न क्वचित्प्रतिहन्यते। अयमप्यस्य भगवतः सदागमस्य संबन्धिनोऽभिधानादपि बिभेति, गन्धादपि पलायते, तथाहि-तावदेष कर्मपरिणाम एतान्समस्तलोकान्संसारनाटकविडम्बनया विडम्बयति यावदयं सदागमो भगवान हंकारयति, यदि पनरेष हङकारयेत्ततो भयातिरेक महासमरसंघट्टे कातरनर इव प्राणान् स्वयमेव समस्तानपि मुञ्चेत्, मोचिताश्चानेनामुष्मादनन्ताः प्राणिनः। अगृहीतसङ्केतयोक्तम्-ते किमिति न दृश्यन्ते? प्रज्ञाविशालाऽऽह-अस्ति कर्मपरिणाममहाराजभुक्तेरतिक्रान्ता निर्वृत्तिर्नाम महानगरी, ततस्ते सदागमहुङ्कारेण कर्मपरिणाममप्रभवन्तमात्मन्युपलभ्य मोचिता वयं सदागमेनेति मत्वा कर्मपरिणामशिरसि पाददानद्वारेणोड्डीय तस्यां गच्छन्ति, गताश्च तस्यां सकलकालं समस्तोपद्रवत्रासरहिताः परमसुखिनस्तिष्ठन्ति,
(૩૫મિતિ પ્રસ્તાવ-૨) १. यदा रक्षति राष्ट्राणि, यदा दस्यूनपोहति । यदा जयति संग्रामे, स राज्ञो धर्म उच्यते ।।३४ ।। यदा शारणिकान् राजा, पुत्रवत् परिरक्षति । भिनत्ति च न मर्यादां, स राज्ञो धर्म उच्यते ।।३६।। कृपणानाथवृद्धानां, यदाश्रु परिमार्जति । हर्ष संजनयन् नृणां, स राज्ञो धर्म उच्यते ।।३८ ।।
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९१)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org