________________
ધર્મતીર્થ સ્થાપના ઉદેશ અને વિધિ
૨૯૧ જ શત્રુ માનીને જીત્યો છે, પોતાના આત્મામાંથી નાશ કર્યો છે અને બીજા પણ જેઓ તેમનું શરણ સ્વીકારે તેના આત્મામાંથી સૌ પ્રથમ તેનો જ નાશ કરાવે છે. આ મોહના સાથીદારો ઘાતિકર્મો છે, જે જીવ પાસેથી પાપ કરાવવામાં મોહની સાથે સહાયક તરીકે કામ કરે છે. જેના આત્મા પર આ ઘાતિકર્મો નથી, તેના જીવનમાં કોઈ પાપપ્રવૃત્તિ જ નથી. તેથી વીતરાગસર્વજ્ઞના જીવનમાં કોઈ નિંદનીય-ગણીય પ્રવૃત્તિ ન હોય. આત્મા પર જ્યાં સુધી ઘનઘાતી કર્મો છે ત્યાં સુધી આત્માના ગુણો કર્મથી દબાયેલા છે. ઘાતિકર્મોનું કામ જીવોને પજવવાનું જ છે, જ્યારે અઘાતિકર્મો બંને જાતનાં કામ કરે છે. જે જીવ ધર્મસત્તાનું શરણ સ્વીકારે તેને સાચવવાનું અને તેને સાનુકૂળ નિમિત્તો આપવાનું કામ પણ તે ધર્મસત્તાના પ્રભાવળે કરે છે. આ કર્મસત્તાનું ધર્મસત્તા સાથે એક સમાધાન છે. સંસારમાં અનાદિથી આ જ રીતે તંત્ર ચાલ્યું આવે છે. ઉપમા દ્વારા આખી વિશ્વવ્યવસ્થાનું વાસ્તવિક માળખું સમજાવ્યું છે, જેમાં ધર્મસત્તાનું સ્થાન ક્યાં છે તે સમજી લેવા જેવું છે. તો ધર્મતીર્થની સ્થાપનાનો ઉદ્દેશ તમને સમજાશે. આ સંસારનું ચક્ર અનાદિથી ચાલે છે. તેમાં રહેલા ૯૯.૯૯ % જીવો અજ્ઞાન-અબૂઝ છે, જેઓ કર્મના સકંજામાં પૂરેપૂરા ફસાયેલા છે. વળી, કર્મ એવું દુષ્ટ તત્ત્વ છે કે જે અપરાધ કરાવીને રંજાડવામાં કમીના રાખતું નથી. તેમાંથી જીવને રક્ષણ આપી બચાવનાર આ ધર્મસત્તા જ છે. ઈશ્વરકર્તુત્વવાદની વિસંગતતાઓ – જૈનદર્શનનો કર્મવાદ :
દુનિયાના બહુસંખ્યક ધર્મોની માન્યતા છે કે ઈશ્વર સમગ્ર સૃષ્ટિનું સર્જન-સંચાલન કરે છે; પરંતુ તેમની સ્થિતિ એવી છે કે બોલ્યા પછી જવાબ આપવો મુશ્કેલ છે. મેં તો અન્ય ધર્મના એક સારા જાણકારને પૂછેલું કે ચોર ચોરી કરવા જાય તો તેને ચોરી કરવાની બુદ્ધિ ઈશ્વરે આપી એમ કહેશો તો, ઈશ્વર પહેલાં ચોરી કરાવડાવે અને પછી સજારૂપે નરક ફરમાવે, તો તે વ્યક્તિત્વ કેવું ? આવી વ્યક્તિને ભગવાન કહેવાય કે બદમાશ કહેવાય ? દુનિયામાં જે અનિષ્ટ કે ખરાબ બને છે, તેના પ્રેરકબળ તરીકે અને તેના દુઃખમય પરિણામોના સર્જનમાં ક્યાંય પરમ પવિત્ર પરમેશ્વરનો role (ભૂમિકા) ન હોઈ શકે. દુનિયામાં પ્રવર્તતી દુષ્ટતાઓ અને તેના ફળસ્વરૂપે દેખાતા અન્યાય, અત્યાચારો કે દુઃખોમાં પવિત્ર તત્ત્વનો હિસ્સો હોય તે માનવું જ પવિત્રતાને લૂણો લગાડનારું છે. ઈશ્વરકર્તુત્વવાદમાં માનનારા તમામ ધર્મો પાસે આનો કોઈ યોગ્ય ઉકેલ-જવાબ નથી. કદાચ કહે કે દુષ્ટતા પાપકર્મ કરાવે છે અથવા જીવ સ્વયં કરે છે, તો ઈશ્વરનું સમગ્રતાથી વર્ચસ્વ રહેશે નહીં, કારણ કે પાપ અટકાવવામાં ઈશ્વરનો કાબૂ નથી. વળી પાપ કર્યા પછી સજા ફટકારવામાં ઈશ્વરની સક્રિય ભૂમિકા માનવાથી, સ્વર્ગ-નરકમાં તે તે જીવોને ભગવાન મોકલે છે, તો એ પણ અજુગતું દેખાય છે; કારણ કે જે વ્યક્તિમાં પાપ-ગુના અટકાવવાની તાકાત કે સામર્થ્ય નથી, તે ગુનાઓના દંડ કે સજા ફરમાવવા અધિકારી કે શક્તિમાન કેવી રીતે હોઈ શકે ? અને સજા પણ ઈશ્વર નથી કરતા, સજા તો પાપકર્મને આધીન છે, તેવું માને તો, જૈનધર્મની જેમ આ સૃષ્ટિમાં જે કાંઈ સારું બને છે તેમાં જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org