________________
૨૫૬
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ થઈ શકે. સમાજકલ્યાણની સંસ્થાઓના ઉદ્દેશ પણ મર્યાદિત હોય છે. મનુષ્યના અમુક વર્ગ કે તેની ચોક્કસ ભૌતિક તકલીફોના નિવારણની પ્રવૃત્તિ તેમાં સંકળાયેલી હોય છે; જ્યારે ધર્મમાં તો જીવમાત્રનાં સુખ-દુ:ખ, ન્યાય-અન્યાય, હિત-અહિતનો વિચાર કરાતો હોય છે, પછી તે દુનિયાનો ગમે તે ધર્મ હોય. ધર્મની હદ વિશાળ જ રહેવાની. અરે ! Christianityમાં (ખ્રિસ્તી ધર્મમાં) પણ કોઈ માણસનું મનથી બૂરું ઇચ્છવું તે પણ અધર્મ છે, તેવો ઉપદેશ હશે;
જ્યારે રાજ્ય આવા માનસિક અપરાધોને પોતાની દંડનીતિમાં નહીં લે. અનાર્ય ધર્મો પણ રાજ્ય કરતાં ઊંચી ન્યાય-નીતિની વાત ચોક્કસ રજૂ કરશે.
ધર્મ જેટલો વિકસિત, તેટલું તેમાં જીવસૃષ્ટિનું ઊંડાણથી વર્ણન અને તેના ન્યાયી અધિકારોની વાતો આવે. જૈનધર્મમાં જીવસૃષ્ટિનું સૂક્ષ્મતાથી વર્ણન છે, તેવું બીજા ધર્મોમાં નહિ મળે. તેથી સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યેના ન્યાયી વર્તનરૂપ આચારો પણ જૈનધર્મના જુદા પડશે. લોકોત્તર ન્યાય આપવામાં પણ દરેક ધર્મ પોતપોતાની ક્ષમતા અનુસાર પ્રવર્તશે, છતાં ધર્મો સામાજિક આદર્શો કરતાં ઊંચા આદર્શો ધરાવનારી સંસ્થાઓ છે. ધર્મની મહાનતા તેના ધ્યેય અને પ્રવૃત્તિના આધારે ચોક્કસ સ્વીકારવા જેવી છે. તેમાં પણ જૈનશાસનના ધ્યેય, આદર્શો, વ્યવસ્થાતંત્રની તોલે આ જગતમાં કોઈ નહીં આવે. લોકોત્તર ન્યાય પ્રવર્તાવવાની જવાબદારી તીર્થકરો ધર્મતીર્થ પ્રવર્તાવવા દ્વારા અદા કરે છે. તીર્થકરો ઉપદેશ માટે સમવસરણમાં બિરાજમાન થાય છે, ત્યારે તે પૂર્ણજ્ઞાની આત્મા છે. સમગ્ર જીવસૃષ્ટિ તેમને “હસ્તામલકવ” (હાથમાં રહેલ આમળાની જેમ) દેખાય છે. તેમના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે અપાર વાત્સલ્ય છે. તેઓ જીવમાત્રના બેલી છે, ન્યાયના ફિરસ્તા, કરુણાના સાક્ષાત્ પૂંજ છે. તેમના હૃદયમાં જીવમાત્રની હિતચિંતા સમાયેલી १. मातृवत्परदारणि परद्रव्याणि लोष्टवत्। आत्मवत् सर्वभूतानि वीक्षन्ते धर्मबुद्धयः।।
(પંચતંત્ર, જેસર) * स्वात्मवत्सर्वभूतेषु कायेन मनसा गिरा। अनुज्ञा या दया सैव प्रोक्ता वेदान्तवेदिभिः ।।
(નાવાયો, /૨૫) * प्राणा यथात्मनोऽभीष्टा भूतानामपि ते तथा। आत्मौपम्येन भूतेषु दयां कुर्वन्ति साधवः ।।
(દિતોપવેશ, પ્ર. ૬) * अहिंसा सत्यमस्तेयमकामक्रोधलोभता। भूतप्रियहितेहा च धर्मोऽयं सार्ववर्णिकः।।
(શ્રીમદ્ ભાવિ) २. विश्वदृश्वा विभुर्धाता, विश्वेशो विश्वलोचनः । विश्वव्यापी विधुर्वेधाः, शाश्वतो विश्वतोमुखः ।।५।।
(हेमचन्द्रसूरिजी विरचित अर्हनामसहस्रसमुच्चय, प्रकाश-१) ૩. તત:अनेन भवनैर्गुण्यं, सम्यग्वीक्ष्य महाशयः। तथाभव्यत्वयोगेन, विचित्रं चिन्तयत्यसौ ।।२८४ ।। अनेन-सद्दर्शनेन, भवनैर्गुण्यं-जरामरणादिव्यसनबहुलतया संसारनिर्गुणभावम्, सम्यग्-यथावत्, वीक्ष्य-विलोक्य महाशय:प्रशस्तपरिणामः तथाभव्यत्वयोगेनोक्तरूपेण, विचित्रं-नानारूपम् चिन्तयति-भावयति असौ भिन्नग्रन्थिर्जन्तुः ।।२८४ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org