________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
૨૫૭ છે. જીવસૃષ્ટિ પ્રત્યેના અનુપમ વાત્સલ્યથી તેઓ જ્યારે તીર્થ પ્રવર્તાવે ત્યારે તેમના ધર્મશાસનમાં અમર્યાદિત ન્યાયનો જ ઉપદેશ હોય છે. તીર્થકરો જ્ઞાનથી જુએ જ છે કે “આખો સંસાર અન્યાયથી ભરેલો છે. સંસાર એટલે અન્યાયનું જ ઘર. તેમાં પણ દુર્ગતિઓમાં જંગલિયત સિવાય કશું છે જ નહીં. મનુષ્ય કે દેવલોકમાં પણ માત્ર પરસ્પરનો ન્યાય સુરાજ્ય હોય તો પ્રવર્તે, પરંતુ તેમના જીવનમાં લોકોત્તર દૃષ્ટિએ તો અન્યાય જ છે. ચારેય ગતિરૂપ સમગ્ર જીવસૃષ્ટિ અન્યાયમાં જ રાચે છે, અન્યાયથી જ સંસાર ચાલે છે, સંસારનો મૂળ પાયો જ અન્યાય છે. જીવો બીજા પ્રત્યે અન્યાય કરી રહ્યા છે, અને બદલામાં અન્યાય મેળવી રહ્યા છે. આખો સંસાર અન્યાયમાં પિસાઈ રહ્યો છે.
આવું વિશ્વાવલોકન કરનારા તીર્થકરોએ જગતમાં વ્યાપક ન્યાયનો માર્ગ વહેતો મૂક્યો. અરિહંતો ન થયા હોત તો લોકોત્તર ન્યાય પ્રવર્તાવવાનો રાહ ચીંધનાર આ વિશ્વમાં કોઈ હતું નહીં. રસ્તે જતી કીડી કે ઝાડનાં પાંદડાં પર પણ તીર્થકરોનો ઉપકાર છે; કારણ કે તેવી નબળી જીવસૃષ્ટિ પ્રત્યે પણ ન્યાયનું પ્રવર્તન તીર્થકરોએ કર્યું છે. અરે ! માત્ર આદર્શ નથી બતાવ્યો, તેવું ન્યાયી વર્તન આચરવાની ઉત્તમ જીવનવ્યવસ્થા પણ દર્શાવી; કેમ કે આદર્શ વાતોમાં નથી રાખવાનો, જીવનમાં આચરવાનો છે. ન્યાયી વર્તનવાળી ઉત્તમ જીવનવ્યવસ્થા સદા મળતી રહે તેવું તંત્ર પણ સ્થાપીને ગયા છે.
સભા : ઋષભદેવે સ્થાપેલી રાજ્યવ્યવસ્થા લોકોત્તર કેમ ન કહેવાય ?
સાહેબજી : ન કહેવાય, કેમ કે તેમના રાજ્યમાં પણ મનુષ્યલોકને જ ન્યાય અપાતો. પશુપંખીઓ કે અન્ય જીવ-જંતુઓ પ્રત્યેના ન્યાયી વર્તનના કાયદા-કાનૂન ન હતા. વળી, તેવા અન્યાયનો કોઈ દંડ પણ ન હતો. લોકપૂરતા મર્યાદિત કે મનુષ્યલોકમાં પ્રસિદ્ધ ન્યાયની જ વાત હતી. તેથી તે લૌકિક ન્યાયના ઉદ્દેશથી જ હતું. જ્યારે માનવલોકથી આગળ વધીને સમગ્ર
एतदेव दर्शयतिमोहान्धकारगहने, संसारे दुःखिता बत। सत्त्वाः परिभ्रमन्त्युच्चैः, सत्यस्मिन्धर्मतेजसि ।।२८५।।
न्धकारगहने - मिथ्यात्वादिमोहनीयध्वान्तबहले संसारे-भवे दाखिता:-सञ्जातदःखाः, 'बत'-इत्यामन्त्रणे 'सत्त्वाः-प्राणिनः परिभ्रमन्ति-सञ्चरन्ति उच्चैरतीव सति-विद्यमाने अस्मिन्-सर्वज्ञोपज्ञे धर्मतेजसि-धर्मलक्षण उद्योते।।२८५ ।। अहमेतानतः कृच्छ्राद्, यथायोगं कथञ्चन। अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ।।२८६ ।। अहं-कर्ता एतान्-भीषणभवभ्रमणरीणान्प्राणिनः अतो-भवात् कृच्छ्राद्-कृच्छ्ररूपात् यथायोगं उत्तारणघटनानतिक्रमण कथञ्चन-केनापि प्रकारेण अनेन धर्मतेजसा उत्तारयाम्यपसारयामि इत्येतत् वरबोधिसमन्वितः-उक्तरूपवरबोधिસમ્પન્ન: તા૨૮૬
(વિવુ, સ્નો-૨૮૪, ૨૮, ૨૮૬ મૂન-ટીવા) * स्वयम्भूरमणस्पर्धिकरुणारसवारिणा । अनन्तजिदनन्तां वः प्रयच्छतु सुखश्रियम् ।।१६।। ।
(पू. हेमचन्द्रसूरीश्वरजी विरचित सकलार्हत् स्तोत्रम्)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org