________________
૨૨૦
ઉપકરણદ્રવ્યતીર્થ નૂતન મુનિને વહોરાવવાનાં ઉપકરણોની સન્માનપૂર્વક બોલી બોલાય છે. હકીકતમાં તે તમામ ઉપકરણો જડ છે. ઓઘો, પાતરાં, નવકારવાળી, વસ્ત્ર, પુસ્તક બધું જડ છે; છતાં આ તમામ જડ વસ્તુઓ તે સાધક મુમુક્ષુને આખી જિંદગી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્રની આરાધના કરવામાં, તેને અનુરૂપ આચાર પાળવામાં જયણા આદિ નિમિત્તક અનિવાર્ય ઉત્તમ સાધનો છે. જે સાધનથી ગુણ પ્રગટાવો, ગુણમય ક્રિયા કરો, ગુણને આત્મસાત્ કરો તે સાધન પણ તમારા માટે ઉપકારી થયાં. તેથી તેના પણ ઋણસ્વીકાર તરીકે તેનાં વિનય, પૂજા, બહુમાન છે. કોઈનું પણ સાચું ઋણ અવગણવાનું નથી. ભગવાનના શાસનમાં જે પણ તમારા આત્મા માટે ઉપકારી બને તેવું જડ કે ચેતન, તેનું ઋણ માથે ચડાવવાનું કહ્યું છે. કૃતઘ્ની બનવાની ના છે. આ વાત નહિ સમજેલા મૂર્ખાઓ કહે છે કે જડની પૂજા ન થાય. શાસ્ત્ર કહે છે કે અધ્યવસાયશુદ્ધિમાં, આરાધનામાં, સહાયક હોય તો તેની પણ પૂજા થાય. હા, તેની ગુણપોષકતા ચોક્કસ ચકાસવાની. વગર વિચારે આડેધડ સ્વીકાર નથી. જૈનશાસનમાં જેવાં આલંબનો-ઉપકરણો છે તેવાં બીજા કોઈની પાસે નથી; તેવું ગુણપોષકતાના ધોરણથી ચકાસીને આપણે દાવા સાથે કહી શકીએ તેમ છીએ. તેથી જ તીર્થકરોએ પ્રદાન કરેલો દ્રવ્યતીર્થરૂપ વારસો પણ મોક્ષમાર્ગની અદ્વિતીય સામગ્રી છે. ઉપકરણમાં પણ સહાયક તારકતા છે. અહીં શોધી-શોધીને આરાધનાનાં ઉપકરણો દર્શાવાયાં છે. તેથી ઓઘો, ચરવળો, મુહપત્તિ, દંડાસણ, કટાસણું, અખંડ શ્વેત વસ્ત્રો આદિ ચારિત્રનાં * उद्यापनं व्रते पूर्ण कुर्याद्वा द्विगुणं व्रतम्। तपोदिनप्रमाणानि भोजयेन्मानुषाणि च ।।२२७ ।। कारयेत्पञ्चपञ्चौच्चैआनोपकरणानि च। पञ्चम्युद्यापने तद्व-च्चैत्योपकरणान्यपि।।२२८।।
(ચરિત્રસુંદર નિ વિચિત મારારોપવેશ, વર્ષ-૧) ૧. ગોયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધ રે, પ્રતિક્રમણથી ફળ પામીએ રે, શું શું થાયે પ્રાણીને બંધ રે. ૧. સાંભળો ગોયમ જે કહું પુન્યથી રે, કરણી કરતાં પુન્યનો બંધ રે, પુન્યથી બીજો અધિકો કો નહિ રે, જેથી થાયે સુખ સંબંધ રે. ૨. ઇચ્છા પડિક્કમણું કરી પામીએ રે, પ્રાણી પુન્યનો બંધ રે, પુન્યની કરણી જે ઉવેખશે રે, પરભવે થાશે અંધો અંધ રે. ૩. પાંચ હજારને ઉપર પાંચશે રે, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે, જીવાભિગમ ભગવઇ પન્નવણા રે, મૂકે ભંડારે પુન્યની રેહ રે. ૪ પાંચ હજારને ઉપર પાંચશે રે, ગાયો ગર્ભવંતી જેહ રે, તેહને અભયદાન દેતાં થકાં રે, મુહપત્તિ આપ્યાનું પુન્ય રે. ૫ દસ હજાર ગોકુલ ગાયો તણી રે, એકેકો દશ હજાર પ્રમાણ રે, તેહને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણીને નિરવાણ રે. ૬. તેથી અધિકું ઉત્તમફળ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણ રે, ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશે પામે પરિમલ નાણ રે. ૭. શ્રી જિનમંદિર અભિનવ શોભતાં રે, શિખરનું ખરચ કરાવે જેહ ૨, એકેકો મંડપ બાવન ચૈત્યનો રે, ચરવલો આપ્યાનું પુન્ય એહ રે. ૮ માસખમણની તપસ્યા કરે રે, અથવા પંજ૨ કરાવે જેહ રે, એહવા કોડ પંજર કરતાં થકાં રે, કાંબલિયું આપ્યાનું ફળ એહ રે. ૯ સહસ અઠ્યાસી દાનશાળા તણો રે, ઉપજે પ્રાણીને પુન્યનો બંધ રે, સ્વામિ સંઘાતે ગુરુ સ્થાનકે રે, પ્રવેશ થાએ પુન્યનો બંધ રે. ૧૦. શ્રી જિનપ્રતિમા સોવનમય કરે રે, સહસ અઠ્યાસીનું પ્રમાણ રે, એકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઇરિયાવહી પડિક્કમતાં ફલ જાણ રે. ૧૧. આવશ્યક પંજર જુગતે ગ્રંથમાં રે, ભાખ્યો એ પડિક્કમણાંનો સંબંધ રે, જીવા ભગવઇ આવશ્યક જોઇને રે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org