________________
૨00
આલંબનદ્રવ્યતીર્થ
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । રૂમમવાસ, સા લિબાનું મળOIM Iloil
(સન્મતિ પ્રવર શ્લોક-૧)
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. - જે આત્માઓ ભવચક્રથી ત્રાસેલા છે, તેથી તરવા તત્પર છે, તેમને તારક તીર્થની જરૂર પડે. પ્રભુશાસનમાં બે પ્રકારે તારકતીર્થ દર્શાવ્યાં છે : (૧) ભાવતીર્થ અને (૨) દ્રવ્યતીર્થ. તેમાંથી ભાવતીર્થનું પાંચ પ્રકારે સ્વરૂપ આપણે વિચાર્યું. ભાવતીર્થ ઉપાદાનકારણ, દ્રવ્યતીર્થ નિમિત્તકારણ ?
પાંચ-પાંચ ભાવતીર્થ સાધકને મોક્ષે જવા ઉપાદાનકારણની ગરજ સારે છે, જ્યારે દ્રવ્યતીર્થ નિમિત્તકરણની ગરજ સારે છે. વિશ્વવ્યવસ્થામાં કાર્યકારણનો સિદ્ધાંત સનાતન છે. ફળપ્રાપ્તિ યોગ્ય કારણ વિના થઈ શકતી નથી. વળી જૈન philosophyમાં માત્ર એક કારણ પણ ફલોત્પાદક નથી, અનેક કારણોનો કલાપ-સમૂહ ભેગો થાય ત્યારે ફળ નીપજે. મોક્ષરૂપ ફળ જોઈએ તોપણ સાધકે મોક્ષનાં કારણો એકત્રિત કરવાં પડે અને વિધિપૂર્વક સેવવાં પડે. તે મોક્ષનું ઉપાદાનકારણ-મુખ્ય કારણ ભાવતીર્થ છે; વળી, નિમિત્તરૂપે ઊંચી સામગ્રી પૂરી પાડે તેવું કારણ દ્રવ્યતીર્થ છે. તીર્થકરો જગતને ભાવતીર્થ અને દ્રવ્યતીર્થ આપવા દ્વારા મોક્ષસાધક સંપૂર્ણ સામગ્રીનું પ્રદાન કરે છે. આપણે મોક્ષે જવું હોય તો મોક્ષે જવાનાં તમામ સાધનો ભગવાને આપણને આપી દીધાં છે. ધર્મતીર્થની સ્થાપના કે પ્રવર્તન દ્વારા પ્રભુએ તે સાધનો જ પ્રદાન કર્યા છે, તે પછી જ સ્વયં મોક્ષે ગયા છે. મોક્ષરૂપી ફળ આપણા આત્મામાં પ્રગટાવવા આપણને ઉપાદાનકારણ અને નિમિત્તકારણ એ બંનેની જરૂર પડે. વળી, વિશ્વવ્યવસ્થા જ એવી છે કે આ બંને પ્રકારના કારણોના સંયોજનથી જ કાર્ય પ્રગટે છે. આત્માને તારવા જે જે ઉપાદાનકારણ છે, કે ઉપાદાનકારણતુલ્ય છે, તે સૌનો સમાવેશ ભાવતીર્થમાં છે. આત્માને તારવા આ વિશ્વમાં જેટલીજેટલી નિમિત્તસામગ્રી છે તે સૌનો સમાવેશ દ્રવ્યતીર્થમાં છે. આમ ભાવતીર્થ અને દ્રવ્યતીર્થ એ બેથી જ આપણે તરી શકીએ. ભૌતિક જગતમાં પણ ઉપાદાનકારણનું મહત્ત્વ જબરદસ્ત છે. રસોઈ રાંધવી હોય તો અગ્નિ, ચૂલો, તપેલી, મરી-મસાલા ન હોય તોપણ કદાચ રસોઈ બની શકે, પરંતુ અનાજ જ ન હોય તો રસોઈ ન બની શકે; કેમ કે અગ્નિ કે ચૂલા વિના સૂર્યના તાપથી પણ અનાજ રાંધી શકાય, મરી-મસાલા વિના બાફેલું અનાજ પણ ખાઈ શકાય, તપેલી १. परमार्थतस्तु यथानिर्दिष्टकर्मपरिणामादिकारणकलापव्यापारमन्तरेण न नयननिमेषोन्मेषमात्रमपि कार्यजातं किञ्चिज्जगति जायते।
(उपमितिभवप्रपंचकथा प्रस्ताव-४)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org