________________
આલંબનદ્રવ્યતીર્થ
૨૦૧ વિના માટીના ઠીકરામાં પણ રસોઈ કરી શકાય; પરંતુ અનાજ વિના તો રસોઈ થાય જ નહીં. એટલે ઉપાદાનકારણનું પ્રત્યેક ક્ષેત્રમાં મહત્ત્વ છે.
ઉપાદાનકરણ :
જે કારણ પોતે જ ફળરૂપે પરિવર્તિત થાય તે ઉપાદાનકારણ છે. માટી ઘડારૂપે, લાકડું ટેબલરૂપે, તાંતણા વસ્ત્રરૂપે પરિવર્તન પામે છે. સુથાર ટેબલ બનાવે છે, પણ તે પોતે ટેબલ બની જતો નથી; જ્યારે લાકડું પોતે જ ટેબલરૂપે બની જશે. એટલે ટેબલ બનવામાં મુખ્ય base (પાયો) તો લાકડાનો છે, બીજાં તો પૂરક સાધન છે. જેમ માટીમાંથી ઘડો બને છે, કુંભારમાંથી ઘડો બનતો નથી. અરે ! કુંભાર મરી જાય તોપણ ઘડો ટકી શકે છે, માટીની ગેરહાજરીમાં તો ઘડો અસ્તિત્વ જ નહીં ધરાવે. માટી સ્વયં જ ઘડાનું રૂપ ધારણ કરે છે. તેથી ઘડા સાથે અવિભક્ત સંબંધ માટી જ ધરાવે છે. તેમ મોક્ષરૂપી ફળનાં ઉપાદાનકારણ તે ભાવતીર્થ છે, તે તેનો મહિમા છે.
સભા : પાંચેપાંચ ભાવતીર્થ ઉપાદાનકારણ છે ?
સાહેબજી : દ્વાદશાંગીરૂપ ભાવશ્રુતજ્ઞાન, રત્નત્રયી, અને શુદ્ધ ધર્માનુષ્ઠાન તો આત્મામાં જ પ્રગટવાનાં છે. તેથી તે સ્પષ્ટપણે ઉપાદાનકારણ છે; જ્યારે ગીતાર્થ ગુરુ આદિ ઉપાદાનકારણતુલ્ય કારણ છે. અરે ! ગીતાર્થગુરુ જ શું, સિદ્ધ ભગવંતને પણ ઉપાદાનકારણ કહ્યા છે. આલંબનસ્વરૂપ ભગવાન આપણો મોક્ષ કરવામાં હકીકતમાં ઉપાદાનકારણ જેવા જ છે. તમે કહેશો કે આપણો આત્મા જુદો છે, ભગવાનનો આત્મા જુદો છે; મારે મારા આત્માનો મોક્ષ કરવાનો છે, તો ભગવાનનો આત્મા ઉપાદાનકારણ કેવી રીતે બને ? દેવચંદ્રજી મહારાજે સંભવનાથ પ્રભુના સ્તવનમાં લખ્યું કે, ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ; ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ. જિનવર૦ કાર્ય ગુણ કારણપરે રે, કારણ કાર્ય અનુપ; સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધન રૂપ. જિનવર.'
આપણે જે થવું છે તે ભગવાન છે, આપણે જેવા થવું છે તેવા ભગવાન છે અને આપણે જે મેળવવું છે તે ભગવાનમાં છે. હકીકતમાં પ્રભુ સાથે તન્મય થઈ, તદ્રુપ બની, પ્રભુના અવલંબનથી, પ્રભુરૂપે convert થવું (પરિણમવું) તે જ મોક્ષ છે. તેથી પરમાત્માનું આલંબન સાચા અર્થમાં સાધકને ઉપાદાનકારણની જ ગરજ સારે છે. તેવું જ ગુરુ માટે છે. ગુરુનું અવલંબન લઈ આત્માએ આગળ જઈ ગુરુ બનવાનું છે. ગુરુના આત્મામાં જે છે તે આપણા આત્મામાં પ્રગટાવવાનું છે. ગુરુ જે પામ્યા છે તે પામવાનું છે. સાધકે ક્રમશઃ ગુરુતુલ્ય અને પરમાત્મતુલ્ય copy to १. घटं प्रति मृत्पिण्डस्येव कार्यरूपतया परिणमतः कारणस्य परिणामिकारणत्वात्,
(૩૫શરદી, શ્નો-ર૭ ટીશા) २. यस्य ध्यानानुरूप्येण ध्येयता विदुषामभूत्। व्यक्ता सेयं समापत्तिः पातञ्जलमताश्रिता।।२१।।
(श्रीविजयप्रभसूरिक्षामणकविज्ञप्तिकाव्यम् गुरुवंदनामहिमावर्णनात्मकस्तृतीयो भागः)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org