________________
આલંબનદ્રવ્યતીર્થ
૧૯૫ કલ્યાણક પ્રસંગોથી પવિત્ર થયેલી ભૂમિ છે. મહાસાધક તીર્થકરોના આત્માઓ અંતિમ ભાવમાં ગર્ભાવતારથી અનંત ગુણોના ધારક હોય છે. તેમનો દેહ પણ સૃષ્ટિના ઉત્કૃષ્ટ શુભભાવથી વાસિત પરમાણુના પુંજ સ્વરૂપ હોય છે. તેમના મનોભાવોથી વાસિત થઈ નિસર્ગ (પ્રસાર) પામતાં મનોદ્રવ્યો પણ વાતાવરણમાં ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યો છે. આવા પવિત્ર પરમાણુઓથી વાસિત થયેલી ભૂમિ તે કલ્યાણકભૂમિ છે. તેમાં પણ અવનકલ્યાણક કરતાં જન્મકલ્યાણક, તેથીયા દીક્ષાકલ્યાણક, કેવલજ્ઞાનકલ્યાણક અને નિર્વાણ કલ્યાણક ઉત્તરોત્તર ઊંચાં છે; કારણ કે તે તે અવસરે તીર્થકરોની ગુણમય ભૂમિકા ક્રમશઃ ચડતી હોય છે. આવી કલ્યાણકભૂમિઓનું મહિમારૂપે વર્ણન આગમોમાં પણ કર્યું છે. તેની સ્પર્શના પણ ભાવશુદ્ધિનું અને તે દ્વારા અવતાર સફળ કરવાનું કારણ કહ્યું છે. ત્યારબાદ તીર્થંકરોના જીવનના વિશેષ ઘટના-પ્રસંગો થયા હોય અથવા 'તીર્થકરોના ચરણકમળથી વિશેષ પાવન થયેલી ભૂમિ હોય, તે પણ તીર્થભૂમિ કહેવાય. ત્યાંના શુભ પરમાણુઓ પણ સાધકને ભાવશુદ્ધિમાં ઉત્તમ આલંબન છે. તે સિવાય મહામુનિઓ, ઉત્તમ સાધકોએ દીર્ઘ કાળ સાધના કરી જે ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવી હોય યાવતું મોક્ષ મેળવ્યો હોય, તે ભૂમિઓ પણ પાવન તીર્થભૂમિઓ છે. ઉત્તમ સાધકોમાં અજોડ સત્ત્વ હોય છે, વિશ્વમાં પામર જીવો પાસે કદી ન હોય તેવું દઢ શુભ મનોબળ હોય છે; તેથી તેમના શુદ્ધ મનોભાવોથી વાસિત દ્રવ્યવાળા વાતાવરણનો ઉત્તમ મહિમા છે.
પૂજન દુઃખહરણી, ઘેર બેઠાં શિવ નિસરણી રે. ૧૨. દર્શને દશ દર્શન વરીએ, લહી શુભ સુખ દુઃખડા હરીએ, વીરવિજય શિવ મંદિરીએ. ૧૩.
(. વીરવિજયજી વિરચિત સમેતશિખરગિરિ તીર્થનું સ્તવન) ૧. નિલુડી રાયણ તરુતળે રે સુણ સુંદરી, પિલુડા પ્રભુજીના પાય રે ગુણમંજરી. ઉવલ ધ્યાને ધ્યાએ રે સુ0,
એહિ જ મુક્તિ ઉપાય રે ગુ૦ ૧. શીતલ છાંયે બેસીએ રે સુઇ જાત્રા કરી મનરંગ રે; ગુરુ પૂજીએ સોવન ફુલડે રે સુ0 જિમ હોય પાવન અંગ રે. ગુ૦ ૨. ખીર ઝરે જેહ ઉપરે સુ નેહ ધરીને તેહ રે; ગુરુ ત્રીજે ભવે તે શિવ લહે સુ થાયે નિર્મળ દેહ રે. ગુ૦ ૩. પ્રીતિ ધરી પ્રદક્ષિણા સુ0 દીએ એહને જે સાર રે; ગુરુ અભંગપ્રીતિ હોએ તેહને સુવ ભવભવ તુમ નિરધાર રે. ગુ) ૪. કુસુમ પત્ર ફળ મંજરી સુઇ શાખા થડ ને મૂલ રે; ગુરુ દેવતણા વાસાય છે સુ તીરથને અનુકૂલ રે. ગુ૦ ૫. તીરથધ્યાન ધરો મુદા સુઇ સેવો એહની છાંય રે; ગુરુ જ્ઞાનવિમલસૂરિ ભાખિઓ સુઇ શત્રુંજયમાહાભ્યમાંય રે. ગુ૦ .
(જ્ઞાનવિમલસૂરિજી કૃત સિદ્ધાચલજીનું સ્તવન) * ચૈત્યતરૂવર રુખરાયણ, તળે અતિ મનોહાર રે, નાભિનંદન તણાં પગલાં, ભેટતા ભવ પાર રે. ૨.
(જ્ઞાનવિમલસૂરિજી કૃત શ્રી સિદ્ધાચલજીનું સ્તવન) * શત્રુંજય શિખર સોહામણો, જીહો ધન્ય ધન્ય રાયણ રૂખ; ધન્ય પગલાં પ્રભુજી તણાં, જીહો દીઠડે ભાગે ભૂખ કે. મોહન૨. ઇણ ગિરિ આવી સમોસર્યા, જીહો નાભિ નરિંદ મલ્હાર; પાવન કીધી વસુંધરા, જીહો પૂર્વ નવ્વાણું વાર કે. મોહન) ૩.
(વાચક શ્રી રામવિજયજી કૃત સિદ્ધાચલજીનું સ્તવન) २. यदध्यासितमर्हद्भिस्तद्धि तीर्थं प्रचक्षते ।
(મારસંભવ ૬/૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org