________________
૧૯૩
આલંબનદ્રવ્યતીર્થ જ્યાં તીર્થકરો, ગણધરો, કેવલજ્ઞાની મહાપુરુષો વગેરે સાધના કરી નિર્વાણ પામ્યા હોય અથવા ઉત્તમ સાધકોએ સાધના કરી અદ્ભુત આત્મગુણોને સિદ્ધ કર્યા હોય, તેવી અનેક પાવન પુરુષોથી પવિત્ર થયેલી ભૂમિ, જે પતિતને પણ પાવન કરે, જેનાં રજકણોમાં વિશુદ્ધિપોષક વાસિતતા છે, તેવી ભૂમિને શાસ્ત્રમાં તીર્થભૂમિ કહી છે. આ આગમની વ્યાખ્યા છે. આ તીર્થભૂમિઓને શાસ્ત્રમાં natural (કુદરતી) તીર્થ કહ્યાં. કોઈ જગ્યાએ તમે મંદિર બંધાવો જે ૧૦૦ વર્ષ પછી ઉપાસકો દ્વારા વાસિત થઈ તીર્થ બને, તે created (સર્જન) કરેલું તીર્થ કહેવાય. કુદરતી તીર્થભૂમિઓનો મહિમા ઘણો છે. શાસ્ત્રમાં અપેક્ષાએ મંદિર કરતાં પણ તેને વધારે પવિત્ર કહી છે, તે તેનામાં રહેલી પાવન તારકશક્તિના કારણે છે. અત્યારે સિદ્ધાચલ કે જેના કાંકરે-કાંકરે અનંત સિદ્ધ થયા છે, તેથી તે ભૂમિનો કાંકરો પણ મંદિર-મૂર્તિની જેમ પૂજ્ય છે; અરે ! એટલું જ નહીં, પણ અપેક્ષાએ મંદિર-મૂર્તિથી વધારે પૂજ્ય છે. અહીં પ્રતિમાની પૂજા કરો તેના કરતાં ૧. અથ વિસ્તરાર્થ વિમણિપુરહિजम्मण-निक्खमणेसु य, तित्थयराणं महाणुभावाणं। इत्थ किर जिणवराणं, आगाढं दंसणं होइ ।।१२२७ ।। जन्म-निष्क्रमणशब्दाभ्यां तदाधारभूता भूमयो गृह्यन्ते। जन्मभूमिषु अयोध्यादिषु, निष्क्रमणभूमिषु उज्जयन्तादिषु, चशब्दाद् ज्ञानोत्पत्तिभूमिषु पुरिमतालादिषु, निर्वाणभूमिषु सम्मेतशैल-चम्पादिषु तीर्थकराणां 'महानुभावानां सातिशया-ऽचिन्त्यप्रभावाणां सम्बन्धिनीषु विहरतः 'अत्र किल भगवतां जिनवराणां जन्म जज्ञे, अत्र तु भगवन्तो दीक्षां प्रतिपन्नाः, इह केवलज्ञानमासादितवन्तः, इह पुनः परिनिर्वृताः' एवं बहुजनमुखेन श्रुत्वा स्वयं च दृष्ट्वा निःशङ्कितत्वभावाद् 'आगाढम्' अतीवविशुद्धं 'दर्शन' सम्यक्त्वं भवतीति।।१२२७ ।।
(વૃદત્પસૂત્ર મા-૨, નિવૃત્તિ શ્નો-૨૨૨૭, મૂત્ર-ટીવા) * तीर्थं नद्यादेरिव संसारस्य तरणे सुखावतारो मार्गः। तच्च द्वेधा द्रव्यतीर्थं भावतीर्थं च। द्रव्यतीर्थं तीर्थकृतां जन्मदीक्षा-ज्ञान-निर्वाणस्थानम। यदाह-"जम्मं दिक्खा नाणं तित्थयराणं महाणभावाणं। जत्थ य किर निव्वाणं आगाढं दंसणं દોફા" []
(વકાશસ્ત્રિ પ્રવાસ-૨, શ્નો-૨૬, ટી.) ૨. કાંકરે કાંકરે સિદ્ધ થયા, સિદ્ધ અનંતનું ઠામ; શાશ્વત ગિરિવર પૂજતાં, જીવ પામે વિશ્રામ. ૪
(જ્ઞાનવિમલસૂરિજી કૃત આદિનાથનું ચૈત્યવંદન) સિદ્ધગિરિ ધ્યાવો ભવિકા સિદ્ધગિરિ ધ્યાવો, ઘરે બેઠાં પણ બહુ ફલ પાવો, ભવિકા બહુ ફલ પાવો. ૧. નંદીશ્વરયાત્રાએ જે ફલ હોવે, તેથી બમણું ફલ તે કુંડલગિરિ હોવે. ભ૦ ૨. ત્રિગુણું રુચકે ચઉગણું ગજ દંતા, તેહથી બમણેરું ફળ જંબૂ મહતા. ભ૦ ૩. ષગણું ધાતકીચૈત્ય જુહાર, છત્રીસગણું ફલ પુખ્ખરવિહારે ભ૦ ૪. તેથી તેરસગણું ફલ મેચૈત્ય જુહારે, તેથી સહસગણું ફલ સમેતશિખરે. ભ૦ ૫. લાખગણું ફલ અંજનગિરિ જુહારે, દશલાખગણું ફલ અષ્ટાપદ ગિરનારે. ભ૦. ૬. કોડીગણું ફલ શ્રી શત્રુંજય ભેટ્ય, જેમ રે અનાદિના દુરિતને મેટે. ભ૦ ૭. એમ અનંત અનંત ફલ પાવે, જ્ઞાનવિમલસૂરિ એમ ગુણ ગાવે. ભ૦ ૮.
(જ્ઞાનવિમલસૂરિજી કૃત સિદ્ધાચલજીનું સ્તવન) * જે સઘલાં તીરથ કહ્યાં, યાત્રા ફલ લહિએ; તેહથી એ ગિરિ ભેટતાં, શત-ગુણું ફલ લહિએ. વિમલાચલ૦ ૪ જન્મ સફળ હોએ તેહનો,જે એ ગિરિ વંદે; સુજસ વિજય સંપદ લહે, તે નર ચિર નંદે. વિમલાચલ૦ ૫
(ઉપા. યશોવિજયજી કૃત વિમલાચલ સ્તવન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org