________________
૧૯૪
આલંબનદ્રવ્યતીર્થ યાત્રા કરી તે પહેલાં પણ ભવી તો હતા જ. યાત્રા કરવાથી તમારું ભવીપણું નક્કી થયું, confirm થયું, ખાતરી થઈ. છતાં ભવી બધા મોક્ષે જાય તેવું ન કહેવાય, જે મોક્ષે જાય તે ભવી જ હોય તેમ કહેવાય. સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું કે બધા ભવી મોક્ષે જશે તેવું જે સાધુ બોલે તે ઉસૂત્રભાષણ કરે છે. દશાંશના ચિહ્ન પછી અનંતાં મીંડાં મૂકી એકડો મૂકો તેટલા ભવી જ મોક્ષે જવાના છે.
ભાવતીર્થની ઉપાસના વિના એકલું દ્રવ્યતીર્થ તારે, તેવું જગતમાં ક્યાંય, ક્યારેય બન્યું નથી અને બનવાનું પણ નથી. હજુ દ્રવ્યતીર્થ વિના એકલા ભાવતીર્થથી અનંતા તર્યાના દાખલા મળે, પરંતુ ભાવતીર્થ વિના એકલા દ્રવ્યતીર્થથી કર્યાનો એક પણ દાખલો નથી. સર્વાંગી શાસન જુઓ તો પૂજ્યતાની અપેક્ષાએ ભાવતીર્થ અને દ્રવ્યતીર્થમાં જેનું જેટલું મૂલ્ય છે તેટલું સમજીને બહુમાન પ્રગટવું જોઈએ, છતાં ભાવતીર્થ સર્વોપરી છે તે કાયમનો સિદ્ધાંત સમજવો. (૧) અવલંબનરૂપ દ્રવ્યતીર્થોમાં સૌથી ઊંચું તીર્થ કલ્યાણકભૂમિઓ : .
જિનશાસનમાં જેટલાં પવિત્ર આલંબનો છે, તેમાં સૌથી પાવન આલંબન તીર્થકરોના १. समुच्छिहिंति सत्यारो, सब्वे पाणा अणेलिसा। गंठिगा वा भविस्संति, सासयंति व णो वए।।४।। एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ। एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए।।५।। (सूत्र) 'सर्वे' निरवशेषाः सिद्धिगमनयोग्या भव्याः, ततश्चोच्छिन्नभव्यं जगत्स्यादिति, शुष्कतर्काभिमानग्रहगृहीता युक्ति चाभिदधतिजीवसद्भावे सत्यप्यपूर्वोत्पादाभावादभव्यस्य च सिद्धिगमनासंभवात्कालस्य चाऽऽनन्त्यादनारतं सिद्धिगमनसंभवेन तद्व्ययोपपत्तेरपूर्वायाभावाद्भव्योच्छेद इत्येवं नो वदेत्, तथा सर्वेऽपि 'प्राणिनो' जन्तवः 'अनीदृशा' विसदृशाः सदा परस्परविलक्षणा एव, न कथञ्चित्तेषां सादृश्यमस्तीत्येवमप्येकान्तेन नो वदेत्, यदिवा-सर्वेषां भव्यानां सिद्धिसद्भावेऽवशिष्टाः संसारे 'अनीदृशा' अभव्या एव भवेयुरित्येवं च नो वदेत्, युक्ति चोत्तरत्र वक्ष्यति।...
(શીનાંવાવાર્થ વૃત્ત સૂત્રતાસૂત્ર શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૫, સૂત્ર-૪-૬, મૂત-ટીવા) २. तहवि हु ववहारनएण जो उ पएसो पणट्ठपावाणं। तित्थंकराण पाएहिं फरिसिओ सो परं तित्थ ।।२।।मिति । अतस्तीर्थकृज्जन्मदीक्षाज्ञाननिर्वाणविहारभूमयोऽपि प्रभूतभव्यसत्त्वशुभभावसंपादकत्वेन भवांभोनिधितारणात्तीर्थमुच्यते,
| (શ્રાદ્ધવિનવૃત્વસૂત્ર મા-૨, શ્લોક ૨૨૨, ગા. રેવેન્દ્રસૂરિ કૃત સ્વોપર ટીવા) * નામ સુણતાં શીતલ શ્રવણા, જસ દર્શન શીતલ નયણાં, સ્તવન કરતા શીતલ વયણાં રે; સમેતશિખર ભટણ અલજો, મુજ મન બહુ ભવી સાંભળજો રે, અનુભવ મિત્ર સહિત મલજો રે. ૧. જંબુદ્વીપ દાહિણ ભરતે, પૂરવદેશે અનુસરતે, સમેતશિખર તીરથ વરતે રે. ૨. જસ દર્શન ધન કર્મ દહે, દિનકર તાપ ગગન વહે, શશી વસી પદ્મ વિનાશ લહે રે. ૩. અજિતાદિક દશ શિવ વરીયા, વિમલાદિક નવ ભવ તરીયા, પાર્શ્વનાથ એમ વિશ મલિયા રે. ૪. મુક્તિ વર્યા પ્રભુ ઇણ ઠામે, વીશે ટુંકે અભિરામે, વીશ જિનેશ્વરને નામે રે. ૫. ઉત્તરદિશ ઐરવતમાંહી, શ્રી સુપ્રતિષ્ઠિતગિરિ જ્યાંહિ, સુચંદ્રાદિક વીશ ત્યાંહી રે. ૬. ઇમ દશ ક્ષેત્રે વીશ લહ્યા, એક એક ગિરિવર સિદ્ધ થયા, તીત્વોગાલી પયત્રે કહ્યા રે. ૭. રત્નત્રયી જેહથી લહીએ, ભવજલ પાર તે નીરવહીએ, સજ્જન તીરથ તસ કહીએ રે. ૮. કલ્યાણક એક જિહાં થાય, તે પણ તીરથ કહેવાય, વીશ જિનેશ્વર શિવ જાય રે. ૯. તેણે એ ગિરિવર અભિરામ, મુનિવર કોડી શિવઠામ, શિવવહૂ ખેલણ આરામ રે. ૧૦. મુનિવર સૂત્ર અરથ ધારી, વિચરે ગગન લબ્ધિ પ્યારી, દેખી તીરથ પયચારી રે. ૧૧. સમેતશિખર સુપ્રતિષ્ઠિત તણી, કવણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org