________________
૧૨૪
ભાવતીર્થ-અનુષ્ઠાન વચનથી વિરુદ્ધ વાતો છે તેની અનુમોદના-પ્રશંસા કરો તો દોષ છે. અન્ય ધર્મોમાં બધું જ ખરાબ છે તેવું બોલવું તે દ્વેષ સૂચવે છે. ત્યાં પણ ઇન્દ્રિયોના વિકારો તોડે, આત્માના બ્રહ્મચર્ય આદિ ગુણોને પોષે, વિરાગ દ્વારા મોક્ષમાર્ગ તરફ લઈ જાય તેવી વાતોની, તેવા અનુષ્ઠાનની નિંદા-ટીકા કરવી તે ગુણનું માત્સર્ય (ઇર્ષા) સૂચવે છે. તેની પ્રશંસા-અનુમોદના કરીએ તો જ ગુણાનુરાગ ટકે, જે સમકિતનું બીજ છે. હા, ત્યાં પણ સંસારપોષક, અર્થ-કામના લક્ષ્યવાળી ક્રિયાઓ કે ઉપદેશની પ્રશંસા કરવી તે મિથ્યાત્વપોષક હોવાથી અતિચાર છે.
મિથ્યાષ્ટિની પ્રશંસા ન જ કરાય તેવો એકાંતે નિયમ હોય તો ઠેર ઠેર શાસ્ત્રમાં લખ્યું કે માર્ગાનુસારીના ગુણોની પ્રશંસા કરવી, આ વાત અસંગત થશે. પ્રથમ ગુણસ્થાનકમાં રહેલો માર્ગાનુસારી જીવ મિથ્યાદૃષ્ટિ જ હોય છે. અન્યધર્મમાં પણ તેવા જીવો હોય અને જૈનધર્મમાં પણ હોય. તેમના સુતની અનુમોદના હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વીતરાગ સ્તોત્રના સત્તરમા પ્રકાશમાં દર્શાવી છે.
ક્ત સુકૃતં શિશ્વિ, નૈત્રિતયાપરમ્ તત્સર્વસનુમોડ૬, મામાત્રાનુલાપિ રૂા” પંચસૂત્રના પ્રથમ સૂત્રની ટીકા લખતાં પૂ. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ આ વાત દર્શાવી છે.
હા, અન્ય ધર્મમાં રહેલા કદાગ્રહી, ગાઢ મિથ્યાષ્ટિ, મોક્ષમાર્ગથી બહાર હોય તેવા જીવોના ગુણોની કે સુકૃતની પ્રશંસા ન કરાય; કારણ કે તેમના ગુણો પણ સંસારવર્ધક છે. આ વિભાગ સમજવાની જરૂર છે.
સભા : અન્યધર્મના અનુષ્ઠાનની પણ પ્રશંસા કરાય ?
સાહેબજી : પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે “અન્યધર્મનાં અનુષ્ઠાન ત્રણ પ્રકારનાં છે”. આપણે તેનું વિવેચન આગળ કરીશું. અત્યારે તો અન્યધર્મનાં અનુષ્ઠાનોમાં આંશિક તારકતા હોય તો પણ સાંગોપાંગ તારકતા નથી. તેથી તે જગતમાં પ્રવર્તતા હોય તોપણ ભાવતીર્થ હયાત છે તેમ ન કહેવાય. જૈનધર્મનાં અનુષ્ઠાનો જ્યાં સુધી આચરણરૂપે જીવંત પ્રવર્તે છે, ત્યાં સુધી જ ભાવતીર્થ હયાત છે, તેમ કહેવાય; તેટલું જ સ્થાપિત કરવા માંગું છું.
१. एवं सर्वेषां देवानाम् इन्द्रादीनाम्, सर्वेषां जीवानां सामान्येनैव भवितुकामानामासन्नभव्यानां कल्याणाशयानां शुद्धाशयानाम्, एतेषां किम्? इत्याह-मार्गसाधनयोगान् सामान्येन कुशलव्यापारान्, 'अनुमोदे' इति क्रियानुवृत्तिः। भवन्ति चैतेषामपि मार्गसाधनयोगाः, मिथ्यादृष्टीनामपि गुणस्थानकत्वाभ्युपगमात्।
(पञ्चसूत्र प्रथम सूत्र आ. हरिभद्रसूरिजी कृत टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org