________________
ભાવતીર્થ- અનુષ્ઠાન
૧૨૫
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
| (અતિત પ્રy૨૦ સ્નો-૧)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પ્રથમ ચારે ભાવતીર્થની પ્રાપ્તિ છતાં પાંચમામાં પુરુષાર્થ વિના ભવસાગરનો અંત અશક્ય :
જે જીવ આત્મકલ્યાણ કરીને ભવસાગરથી તરવા માંગે છે, તેવા જીવે ગીતાર્થ ગુરુ, સતુશાસ્ત્ર અને ચતુર્વિધ શ્રીસંઘનું આલંબન પામી રત્નત્રયીના માર્ગે પ્રયાણ કરવું પડે. રત્નત્રયીના માર્ગનું સાધન તેને અનુરૂપ ધર્માનુષ્ઠાન છે. મોક્ષમાર્ગને ખાલી જાણવા કે સમજવાથી કાર્ય સિદ્ધ થતું નથી. પરાકાષ્ઠા સુધી પહોંચવાનો પુરુષાર્થ તો જાતે આદરવો પડે જ. આરાધનામાં મનવચન-કાયાનો જે પુરુષાર્થ કરવાનો છે, તે ધર્માનુષ્ઠાનરૂપ જ છે. તેથી જે વ્યક્તિ તરવા ઇચ્છે, પરંતુ ધર્માનુષ્ઠાનમાં પ્રયત્ન ન આદરે, તો બીજાં ચારેભાવતીર્થ ઉપલબ્ધ છતાં ભવસાગરથી પાર પામે નહીં. આપણે સહુએ તરવું હોય તો ધર્માનુષ્ઠાન કરવાની તૈયારી રાખવી જોઈએ. જે ક્રિયા આત્મામાં શુભભાવ જગાડે અને ગુણનું પોષણ કરે તે ધર્માનુષ્ઠાન :
અનુષ્ઠાન શબ્દ જ સૂચવે છે કે મનુષ્ઠીતે વત્ તત્ મનુષ્ઠાનમ્ જેને આચરી શકાય તે અનુષ્ઠાન, ક્રિયારૂપ પ્રવૃત્તિ. તેની આગળ ધર્મ શબ્દ લગાડીને એ કહેવું છે કે દુનિયામાં ક્રિયાઓ અનેક પ્રકારની છે, તેમાં જે જે ક્રિયાઓ દોષ-વિકારપોષક છે, તે ધર્માનુષ્ઠાન નથી. ધર્માનુષ્ઠાન કોને કહેવાય તેની શાસ્ત્રકારોએ સુંદર શબ્દોમાં વ્યાખ્યા આપી કે જે ક્રિયા સ્વભાવથી જ તમારા આત્મામાં શુભભાવ જગાડે, ગુણનું પોષણ કરે, તે ક્રિયા ધર્માનુષ્ઠાન; અને જે ક્રિયા સ્વભાવથી જ તમારામાં દોષ-વિકારની વૃદ્ધિ કરે, સંક્લિષ્ટ ભાવ જગાડે, તે તમામ ક્રિયા અધર્માનુષ્ઠાન.
१. धर्म-चैत्यवन्दनाद्यनुष्ठानरूपे ।
(વિવુ, સ્નો-૩૮૨, ટી) * यच्च ते ध्येयनानात्वमस्ति संसार(संशय)कारणम्। तत्रापि परमार्थोऽयं, निश्चयायावधार्यताम्।।१०१८ ।। बध्नाति भावैः संक्लिष्टः, पापं पुण्यं तथेतरैः। आत्मा समाहितोऽत्यन्तमौदासीन्येन मुच्यते।।१०१९।। स्वभाव एव जीवस्य, यत् तथा परिणामभाग। बध्यते पुण्यपापाभ्यां, माध्यस्था(थ्या)त्तु विमुच्यते।।१०२० ।। तत्र हिंसाद्यनुष्ठानाद्, भवन्ति भ्रमकारकात्। संक्लिष्टाश्चित्तकल्लोला, देहेऽपथ्याद् यथा गदाः।।१०२१।। तथा दयाद्यनुष्ठानाज्जायन्ते स्थैर्यकारकात्। प्रशस्ताश्चित्तकल्लोला, यथा पथ्यात् सुखासिकाः।।१०२२।।
(વૈરાથતિ સર્જ-૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org