________________
૧૨૩
ભાવતીર્થ –અનુષ્ઠાન
લાભ પણ થાય છે, તેમ કહેવામાં અમને વાંધો નથી. તટસ્થતાથી મૂલ્યાંકન છે. માત્ર દાવો એ છે કે જૈનશાસનમાં જેવું સર્વાંગ પરિશુદ્ધ અનુષ્ઠાન છે, તેવું બીજે ક્યાંય નથી; અને તેમાં જ ભવચક્રથી સાંગોપાંગ પાર પમાડવાની તાકાત છે. બીજા ધર્મના અનુષ્ઠાનોથી ભલે અમુક ગુણોની પ્રાપ્તિ, વૃદ્ધિ થઈ શકે, પરંતુ સંસારને પા૨ પમાડવાની તાકાત જિનકથિત ક્રિયાને છોડીને બીજે ક્યાંય નથી. તેથી તેને ભવોધિતારક ભાવતીર્થ કહેવું છે. બીજા ધર્મનાં અનુષ્ઠાનોને અમે વખોડતા નથી, તેની નિંદા નથી કરતા. સંસારની પાપક્રિયા કરે તેના કરતાં લોકો તે તે ધર્મની ધર્મક્રિયા કરે તો તેટલું સારું જ છે. કોઈ નાટક, સિનેમા, ટી.વી. જુએ, કામવિકારની વાતો કરે, નિંદા-કુથલી કરે, પાપનાં કામ કરે, તેના કરતાં શંકરના મંદિરમાં જઈને શંકરની દિલથી ભક્તિ કરે, તો અમે કહીએ કે સારું જ છે. તે તે ધર્મના અનુષ્ઠાનોના અમે વિરોધી નથી, પણ પક્ષપાત વિના તુલના કરીએ તો સંસારને મૂળમાંથી ઉખેડી નાંખવાની તાકાત તીર્થંકરકથિત અનુષ્ઠાનમાં જ છે, આ વાત દાખલા-દલીલ સાથે પુરવાર કરી છે જે આપણે વિચારવાની છે.
સભા : બીજા ધર્મની અનુમોદના કરી શકાય ?
સાહેબજી : જેટલું સારું હોય તેટલી અનુમોદના કરવાની, ન કરો તો સમ્યક્ત્વ ટકે નહીં. બીજે સારું હોય તોપણ તેની નિંદા કરવાની, તેવું ભગવાને કહ્યું નથી, ઊલટું અનુમોદના-પ્રશંસા કરવાની આજ્ઞા કરી છે.
સભા ઃ તે કાંક્ષા ન ગણાય ? અન્ય ધર્મની પ્રશંસા તો સમકિતમાં લાંછનરૂપ છે ને ? સાહેબજી ઃ તમે શાસ્ત્રવચન એકાંતે પકડ્યું છે. શાસ્ત્રોમાં સમકિતના અતિચારમાં ‘મિથ્યાદૃષ્ટિ તણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી' તેને સમકિતનો અતિચાર કહ્યો છે. બીજી બાજુ પૂ. ઉપાધ્યાયજી. મહારાજાએ અમૃતવેલની સજ્ઝાયમાં કહ્યું છે કે –
-
“અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિરધાર રે. ચેતન”
તેઓ જ કહે છે કે ભગવાનના વચન અનુસાર જે કાંઈ પણ અન્ય ધર્મમાં સદ્ગુણસદાચાર છે, તેની અવશ્ય અનુમોદના કરવી, એ જ સમકિતનું બીજ છે.'
સભા ઃ આ વિરોધાભાસ કેમ ?
સાહેબજી ઃ તમને બેમોઢાની વાત લાગે, પણ સંદર્ભ સમજવો જરૂરી છે. અન્ય ધર્મમાં બધું જ અનુમોદનીય કે પ્રશંસાપાત્ર છે તેવું કહેવાનો ભાવાર્થ નથી; પણ ત્યાં જેટલું અધ્યાત્મપોષક છે, આત્માને મોક્ષમાર્ગમાં ચડાવે તેવું છે, તેની અનુમોદના-પ્રશંસા કરવાની કહી છે. જે ભગવાનના
१. परः सहस्राः शरदां परे योगमुपासताम् । हन्तार्हन्तमनासेव्य गन्तारो न परं पदम् ।। २९ । ।
Jain Education International
(પા. યશોવિનયની ધૃત દ્વાત્રિંશદ્ધાત્રિંશિા, વત્રીસી-૪, શ્નો-૨૧, મૂલ)
For Personal & Private Use Only
www.jainelibrary.org