________________
૧૩
ધર્મતીર્થની વ્યાખ્યા 'આત્માનું વાસ્તવિક પતન દુર્ગતિ જ છે, તેથી તેના અવરોધરૂપ ધારણ જ ધર્મનું કાર્ય ગણી શકાય. આ પરિભાષા પ્રમાણે જેના જીવનમાં આસ્તિકતા, સદાચાર, તપ-ત્યાગરૂપ ઊંચી સમ્પ્રવૃત્તિ છે, અને જે જીવો તેના પ્રભાવે પરલોકમાં અવશ્ય દેવ કે માનવ થશે તેટલા જીવો જ આ ધર્મની વ્યાખ્યામાં આવે.
અન્ય ધર્મમાં પણ એવા સંન્યાસીઓ છે કે જે જીવનમાં આસ્તિક છે, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અહિંસા પાળે છે, તપ-ત્યાગ કરે છે, ભગવદ્ભક્તિ-પરોપકાર કરે છે, તેમના જીવનમાં એટલા શુભ પરિણામ છે કે તેઓ મરીને અવશ્ય દેવલોકમાં જાય. ભગવાન એવું નથી કહેતા કે માત્ર મારા અનુયાયીઓ જ મરીને દેવલોકમાં જાય અને બાકીના બીજા નરકમાં જવાના. ભગવાન તો કહે છે કે અન્ય ધર્મના અનુયાયીઓ પણ સદાચારી હોય તો દેવલોકમાં જઈ શકે. કયા ધર્મના અનુયાયી પોતાના શાસ્ત્રોક્ત આચારના બળથી કયા દેવલોક સુધી જઈ શકે તેનું વર્ણન પણ આગમોમાં કર્યું છે. પરિવ્રાજક મતના અનુયાયી સાધુ તેમના શાસ્ત્ર પ્રમાણે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે તો પાંચમા દેવલોક સુધી, તેવી રીતે સાંખ્યદર્શનના સંન્યાસીઓ તેમના શાસ્ત્ર પ્રમાણે આચાર પાળે તો પાંચમા દેવલોક સુધી જઈ શકે. આ સંન્યાસીઓનો ધર્મ તેમના આત્માની દુર્ગતિ અટકાવે અને સદ્ગતિમાં ધારણ કરી રાખે તેવો છે. જોકે તે જીવ આખા જીવનમાં મહાવીરસ્વામીને પગે લાગ્યો નથી કે જૈનમંદિરમાં ગયો નથી કે નવકારનો ‘ન’ પણ બોલતો નથી, જીવનમાં જૈનધર્મ પ્રત્યે બહુમાનનો ભાવ પણ નથી. ઊલટું પ્રસંગે જૈનધર્મની નિંદા-ખંડન કરતો હોય, મહાવીરસ્વામી માટે હલકું બોલતો હોય, તો પણ જૈનશાસ્ત્રો કહેશે કે તેની પાસે સદ્ગતિમાં આત્માને ધારણ કરે તેવો ધર્મ છે. ભગવાનને મારા-તારાનો ભેદભાવ નથી. ભૌતિક ઉન્નતિ અને આત્મિક ઉન્નતિનું સાધન તે ધર્મ :
તેનાથી આગળ, છે જે અભ્યય અને નિઃશ્રેયસનો હેતુ તેનું નામ ધર્મ. અભ્યદય એટલે ભૌતિક ઉન્નતિ અને નિઃશ્રેયસ એટલે આત્મિક ઉન્નતિ. આ ધર્મશાસ્ત્રોમાં વપરાતા પારિભાષિક શબ્દો છે. તમારી ભૌતિક ઉન્નતિ થાય તેને અભ્યદય કહેવાય અને તમારી આત્મિક ઉન્નતિ થાય તેને શ્રેય કહેવાય. ભૌતિક અને આત્મિક ઉન્નતિનો હેતુ તેનું નામ ધર્મ. પૂર્વે વ્યાખ્યા કરી તેમાં ખાલી દુર્ગતિમાં જતાં અટકાવે અને સદ્ગતિમાં ધારણ કરે તે ધર્મ તેમ કહ્યું હતું, પણ વિશુદ્ધ આત્મિક ઉન્નતિની વાત નહોતી.
આ જ વાત બીજા શબ્દોમાં કહી શકાય કે પુણ્ય અને નિર્જરાનું કારણ હોય તે ધર્મ છે, અથવા અર્થ, કામ
१ धर्मस्य दुर्गतिप्रवृत्तजन्तुवारनिवारणकरणप्रवणस्य जीवपरिणतिविशेषरूपस्य। (उपदेशपद श्लोक - १८३ टीका) * धर्मो दुर्गतिगर्तनिपतज्जन्तुजातधरणप्रवणपरिणामस्तत्पूर्वकमनुष्ठानं (पंचाशक० प्रथम पंचाशक, श्लोक १ टीका) २ ... तावसाणं जोतिसिएसु, कंदप्पियाणं सोहम्मे, चरगपरिव्वायगाणं बंभलोए कप्पे, किब्विसियाणं लंतगे कप्पे, तेरिच्छियाणं સહરસારે ખે, નાનીવયા મળ્યુ ખે, ... (માવતીસૂત્રશત-૨, ૩-૨, સંયતમવ્યાધુપપાત: સૂ૦ ૨) ★ आ ब्रह्मलोकाच्चरकपरिव्राजां तु सम्भवः। पञ्चेन्द्रियतिरश्चामा सहस्रारं पुनर्जनिः।।७९० ।। (त्रिषष्टि0 पर्व २, सर्ग ३) 3 यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः,
(ધર્મસંપ્રદ રત્નો - ૨૨ ટીવા) ★ तत्र यतोऽभ्युदर्यानःश्रेयससिद्धिः स धर्म:,
(धर्मबिन्दु प्रथम अध्याय सूत्र - ५० टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org