________________
ધર્મતીર્થની વ્યાખ્યા જેનશાસનનો અદ્વિતીય સિદ્ધાંત એટલે સ્યાદ્વાદઃ
સભા નૈગમનય એટલે ?
સાહેબજી : જેનશાસન નયોથી ભરેલું છે. તીર્થકરોએ સ્થાપેલું ધર્મતીર્થ સ્યાદ્વાદના સિદ્ધાંતવાળું છે. જેનધર્મનો મૂળ સિદ્ધાંત સ્યાદ્વાદ છે. દુનિયાના બીજા કોઈ પણ ધર્મવાળા પાસે આવો સિદ્ધાંત નથી. આ સિદ્ધાંતથી દુનિયાના તમામ ધર્મોથી જૈનધર્મ જુદો પડે છે. તમને કોઈ પૂછે કે મહાવીરસ્વામીએ દુનિયાને એવું શું આપ્યું કે જે કોઈએ નથી આપ્યું? તો શું જવાબ આપશો ? શાસ્ત્રોમાં ઠેર ઠેર કહ્યું કે આ શાસનનો અદ્વિતીય સારરૂપ જો કોઈ સિદ્ધાંત હોય તો તે સ્યાદ્વાદ છે. નય તે સ્યાદ્વાદનો પેટા અંશ છે. બધા શબ્દો તમારા માટે નવા છે. તીર્થકરના સ્વાવાદ સિદ્ધાંતનો એક અંશ તે નય છે. ચોવીસે તીર્થકરોનો સિદ્ધાંત સ્યાદ્વાદ છે. ભૂતકાળના અનંતાં ધર્મતીર્થોનો સિદ્ધાંત સ્યાદ્વાદ હતો. ભવિષ્યના દરેક ધર્મતીર્થનો સિદ્ધાંત સ્યાદ્વાદ હશે. અનેકાંતવાદાસ્યાદ્વાદ)થી ધર્મતીર્થ સંપૂર્ણ વ્યાપ્ત છે. આંશિક સત્યને વિચારવા માટેનો વિકલ્પ તે નય છે. તેનો એક પ્રકાર તે નૈગમનાય છે. આ નૈગમનય બહુ broad baseથી (વિશાળ સ્તરથી) જનારો છે. તે વ્યાપક વિશાળ અર્થમાં વાતો કરે.
સભા : નયને partial truth (આંશિક સત્ય) કહેવાય ને ?
સાહેબજી : ધ, નય આંશિક સત્ય છે, જ્યારે સ્વાવાદ પૂર્ણ સત્ય છે; નય અસત્ય કે કલ્પના નથી, પણ તે અધૂરો છે. આ વિશાળ વ્યાખ્યાથી કીડી-કૂતરા-જીવમાત્રનું સદ્વર્તન પણ ધર્મ કહેવાય ?
આટલી વ્યાપક વ્યાખ્યા દ્વારા ભગવાનને એ કહેવું છે કે સમગ્ર સૃષ્ટિમાં કોઈ પણ જીવ જ્યારે જ્યારે સારું વર્તન કરે, સારા વિચાર કરે, સારી વાણીનો પ્રયોગ કરે તો તે એક પ્રકારનો ધર્મ જ છે. જેમ કે બે કૂતરાં હોય, બંનેમાંથી એક કૂતરું એવું હોય કે બીજા કૂતરાને ખાવા આપો તો ઝાપટ મારીને પડાવી લે. તે સ્વાર્થી હોય, તેને એમ હોય કે હું જ બધું ખાઈ જાઉં. જ્યારે એવા પણ કૂતરા હોય કે, બે ઊભા હોય તો એકને ખાવા આપો અને બીજો મોટું નાંખે તો ખાવા દે. તો તે કૂતરામાં ઉદારતા ખરી કે નહીં ? એક કૂતરો બીજાને આપેલું પણ ઝાપટ મારીને ખાઈ જાય, અને બીજો એવો છે કે પોતાને આપેલું હોય તેમાંથી પણ બીજાને ખાવા આપે. આમાં કૂતરાને કોઈએ ઉપદેશ આપ્યો નથી પણ સહજપણે ઉદારતાની પ્રકૃતિ છે.
સભા : કમજોરીના કારણે પણ એવું બને ને ?
સાહેબજી કમજોરીના કારણે આપવું પડે તો આંખો બીજાની સામે ઘુરકિયાં કરતી હોય. શાંતિથી ખાવા ન દે. આંખોથી ભાવોની અભિવ્યક્તિ થઈ જાય છે. તમે સંસારમાં કમજોરીથી ઘણું કરો છો, પણ તેનાથી પુણ્ય ન બંધાય.
નબળા નહીં પણ સબળા કૂતરા જો બીજાને ખાવા દે તો કહેવું પડે કે આ કૂતરાનું સદ્વર્તન છે. સદ્વર્તન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org