________________
૫૪
ધર્મતીર્થની વ્યાખ્યા છે. આ બહુ વિશાળ વ્યાખ્યા છે. ટૂંકમાં આખા સંસારમાં જે કાંઈ સારું છે તે બધું ધર્મમાં સમાઈ જાય છે, અને જે કાંઈ ખરાબ છે તે બધું અધર્મમાં સમાઈ જાય છે.
સભા ઃ સારા અને ખરાબને માપવાનો માપદંડ શું ?
સાહેબજીઃ તે તો અત્યંત સુગમ છે. કોઈ તમારા પ્રત્યે જે વર્તન કરે અને તમને ન ગમે તે ખરાબ વર્તન, અને તમને ગમે તે સારું વર્તન. ગામડાનો ભરવાડ પણ સમજી શકે તેવી સરળ વાત છે. બીજાએ તમારા પ્રત્યે કરેલું જે વર્તન તમને અનુકૂળ લાગે તેવું બીજા પ્રત્યે તમારું વર્તન તે ધર્મ, અને તેનાથી ઊલટું વર્તન કરવું તે અધર્મ. કોઈ વ્યક્તિને તમારી સાથે દગો કરવાનું મન થાય, તમારા પ્રત્યે વિશ્વાસઘાતનો ભાવ થાય તે તમને નહીં ગમે. તમારી સાથે કોઈ ક્રોધ કરે, ઈર્ષા, દ્વેષ, લુચ્ચાઈ, કઠોર વર્તન, હિંસાનું વર્તન કરે તે તમને નહીં ગમે. બસ, આ રીતે અન્ય વ્યક્તિએ તમારા પ્રત્યે કરેલું જે વર્તન તમને ખરાબ લાગે તે બધું ખરાબ, અને જે તમને સારું લાગે તે સારું.
સભા : અમને માયા-પ્રપંચ ગમતાં હોય તો ?
સાહેબજીઃ ગપ્પાં મારો છો. તમારી સાથે કોઈ માયા-પ્રપંચ કરે તો તમને ગમે ? ન ગમે. તમારું માનસ એવું જ છે કે એકનું એક વર્તન બીજા કરે તો ખરાબ અને હું કરું તો સારું. બીજો તમારા પર ગુસ્સો કરે તો ખરાબ અને તમે બીજા પર ક્રોધ કરો તો વાજબી. તેમ તમારી અનીતિ વાજબી અને બીજાની અનીતિ તે દુષ્ટતા. તમારાં જાત અને જગત માટેનાં કાટલાં જુદાં છે, અને તેનું જ નામ અધર્મ છે.
સંસારનું સારતત્ત્વ ધર્મ છે. આ દુનિયામાં હિંસા, ક્રૂરતા, અધર્મ, પાપ, દુષ્ટતા, ખાના-ખરાબી, દુઃખસંતાપ જે દેખાય છે તે બધો અધર્મ છે. આંખ મીંચીને કલ્પના કરો કે ધર્મ જગતમાંથી અલોપ થઈ ગયો, તો આ દુનિયા એવી થઈ જાય કે જે જોવી પણ ન ગણે. સૃષ્ટિનું સર્વ સુંદર તત્ત્વ ધર્મમાં સમાય છે. તમને ક્યાંય પણ આ જગતમાં દયા, પરોપકાર, મૈત્રી, કરુણા, સહૃદયતા, સૌજન્ય, દાક્ષિણ્ય, ત્યાગ, સંયમ, સહિષ્ણુતા, ઉદારતા આદિ જોવા મળે તો સમજવાનું કે ધર્મ છે. ધર્મ સાથે જેને વાંધો પડે તે અવશ્ય દુષ્ટ વ્યક્તિ હોય. તમારામાં દુષ્ટતા ન હોય તો તમને કદી ધર્મ સાથે વિરોધ-વાંધો પડે જ નહીં. તમારું હૃદય સૌહાર્દ, સજ્જનતાથી ભરેલું હોય તો તરત તમને મનમાં થાય કે, મને ન ગમે તેવું વર્તન બીજા સાથે કેમ કરાય ? તમને કોઈ હેરાન કરવા માંગે છે એટલી તમને ખબર પડે તો પણ તમને તે કાંટાની જેમ ભોંકાય છે, તો તમે બીજાને માટે ખરાબ વૃત્તિ-પ્રવૃત્તિ કરો તે કેવી રીતે યોગ્ય કહેવાય ?
આ જગતમાં જેટલા સર્વિચાર-સદ્વર્તન-સદ્ધાણી છે, તેને નૈગમનયની અપેક્ષાએ જૈનશાસ્ત્રોએ ધર્મ કહ્યો છે. કોઈ પણ જીવ સારા વિચાર, વાણી કે વર્તન કરે તો તે કરતી વખતે તેના આત્મામાં શુભ ભાવ પેદા થાય છે, અને તેનાથી તેને પુણ્યબંધ થાય છે. સંસારની બધી આત્મિક કે ભૌતિક સારી વસ્તુ ધર્મથી જ મળે છે.
૧ “શ્રયતાં ધર્મસર્વસ્વં મૃત્વ વૈવવધાર્યતા ! માત્મના પ્રતિસ્નાન પરેષાં ન સમારેTI I[વાખવી ?I૭.
( ૫નસમુદારશ્નો -૧૮ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org