________________
ધર્મતીર્થનો મહિમા (૧) ઋણ સ્વીકાર : તીર્થકરો પણ માને છે કે આ ભવમાં હું તીર્થકર બન્યો છું, તે મારી આગલા ભવની સાધનાની ફળશ્રુતિ છે અને તે સાધના કરવામાં મારા ઉપર આ ધર્મતીર્થનો ઉપકાર છે.
બીજાંકુરન્યાયે, ધર્મતીર્થ અને તીર્થકરનો અવિનાભાવી સંબંધ :
તીર્થ અને તીર્થપતિ વચ્ચે પરસ્પર બીજ અંકુરન્યાયનો સંબંધ છે. બીજ અંકુરન્યાય એટલે દુનિયામાં કોઈ કેરી એવી નથી કે જે કેરીના ઝાડમાંથી પેદા ન થઈ હોય અને કોઈ કેરીનું ઝાડ એવું નથી કે જે કેરીના ગોટલામાંથી પેદા ન થયું હોય. આ સૌને પ્રત્યક્ષ છે. તેમ શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ એવા તીર્થકર ન હોય કે જે ધર્મતીર્થથી પેદા ન થયા હોય, અને કોઈ ધર્મતીર્થ એવું નથી કે જે તીર્થકરો દ્વારા પેદા ન થયું હોય. આમ તીર્થ અને તીર્થપતિની પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. આ રીતે પ્રવાહની અપેક્ષાએ ધર્મતીર્થ અનાદિ અનંત છે. મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ વ્યવહારનયથી પણ ધર્મતીર્થ સનાતન શાશ્વત છે; કારણ કે ત્યાં એવો કોઈ કાળ નથી કે જે વખતે તીર્થકર કે ધર્મતીર્થ ન હોય. ધર્મતીર્થમાંથી તીર્થકર અને તીર્થંકરમાંથી ધર્મતીર્થ એમ પરંપરા ચાલ્યા જ કરે છે, વળી મહાવિદેહમાં તે પરંપરા અવિચ્છિન્નપણે ચાલે છે.
સભા ધર્મતીર્થ સનાતન શાશ્વત હોય તો તેની સ્થાપના કરવાની જરૂર નથી ને ?
સાહેબજી નિશ્ચયનયથી ધર્મતીર્થ સનાતન શાશ્વત છે, વ્યવહારનયથી ધર્મતીર્થ સનાતન શાશ્વત નથી. વ્યવહારનય ધર્મના ઉદ્યોત માટે ધર્મતીર્થની પુનઃ પુનઃ સ્થાપના સ્વીકારશે. લોગસ્સસૂત્રમાં તીર્થંકરનાં વિશેષણો બોલો છો, ‘ધમ્મતિયૂયરે’ એટલે ધર્મતીર્થ કરનાર. વળી નમુત્થણમાં ‘આઇગરાણ” બોલો છો, એટલે કે ધર્મતીર્થન આદિ કરનારા. વ્યવહારનયથી આદિ છે, નિશ્ચયનયથી અનાદિ છે અર્થાત્ આવા નિશ્ચયનય અભિપ્રેત ત્રિકાલાબાધિત તીર્થ પ્રત્યેના ઋણના સ્વીકારથી તીર્થકરો નમસ્કાર કરે છે. તેમને મેળવવું કાંઈ નથી, પણ મારા પર ઉપકાર છે તે નિમિત્તક કૃતજ્ઞતાનો વ્યવહાર છે, માટે નમસ્કાર કરે છે.
(૨) પૂજિતપૂજ્ય : ધર્મતીર્થ તીર્થંકર પરમાત્માથી પણ ઉત્કૃષ્ટ છે, તે સામાન્ય લોકને સર્મજાવવા તીર્થકરો
च कृतज्ञताधर्मगर्भ कृतं भवतु, विनयमूलो धर्म इत्याविष्करणार्थं । इत्येवं कारणत्रयान्नमति तीर्थमिति योगः। अथ कृतकृत्यस्य किं तीर्थनमनेनेत्यत आह-कृतकृत्योऽपि निष्ठितार्थोऽपि, आस्तामितरः। यथा यद्वत। कथां धर्मदेशनां। कथयति करोति। नमति प्रणमति। तथा तद्वत्। तीर्थं संघं तीर्थकरनामकर्मोदयादौचित्यप्रवृत्तेरिति गाथार्थः।।४०।।।
(પંચાશિપ્રવરVા, પંવાશ-૮, સ્નો-૪૦ ટીવા) * तप्पुब्बिया अरहया, पुइअपुआ य वियणकम्मं च। कयकिच्चो वि जह कहं कहेइ णमए तहा तित्थं । ।२७।।
तत्पूर्विकाऽहत्ता तदुक्तानुष्ठानफलत्वात्, पूजितपूजा चेति, भगवता पूजितस्य पूजा भवति, पूजितपूजकत्वाल्लोकस्य, विनयकर्म च कृतज्ञताधर्मगर्भ कृतं भवति, यद्वा किमन्येन? कृतकृत्योऽपि स भगवान् यथा कथां कथयति धर्मसम्बद्धाम्, तथा नमति तीर्थम, तीर्थकरनामकर्मोदयादेवौचित्यप्रवृत्तेरिति ।।२७।।
(प्रतिमाशतक ० श्लोक-६७ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org