________________
ધર્મતીર્થનો મહિમા
૨૩ નમસ્કાર કરે છે. દુનિયામાં આ ધર્મતીર્થ સર્વોત્કૃષ્ટ છે, મારાથી પણ અધિક પૂજનીય છે, તે વગર ઉપદેશે પોતાના વર્તનથી સમજાવવા તીર્થકરોની આ નમસ્કારક્રિયા છે. લોકો જે વ્યક્તિને પગે લાગે, તે વ્યક્તિ પણ જેને પગે લાગે, એટલે લોકો આપમેળે સમજી જાય કે આનાથી પણ આ મહાન છે. પૂજ્ય પણ જેને પૂજે તેની પૂજ્યતા વ્યવહારથી જ સાબિત થઈ જાય, કહેવાની જરૂર ન પડે. ભગવાન, વાણી-ઉપદેશથી નહીં પણ વર્તનથી સમજાવે છે કે મારા કરતાં પણ આ ધર્મતીર્થ ઊંચું છે. આ શાસનમાં સર્વજનને અનુસરવા યોગ્ય ઉચિત વ્યવહાર દર્શાવવા જગપૂજ્ય એવા તીર્થકરો પણ ધર્મતીર્થ પ્રત્યે પૂજ્યતાનો વ્યવહાર કરે છે.
શાસ્ત્રમાં તીર્થકરોના સંબોધન તરીકે “જગત્પિતામહ” શબ્દ વાપર્યો છે. પિતામહ એટલે દાદા. તમારા પિતા તમારા માટે પૂજ્ય અને તમારા પિતાને પૂજ્ય તે તમારા દાદા કહેવાય. પાલન કરે તે પિતા. તત્ત્વદૃષ્ટિથી આખી દુનિયાનું પાલનપોષણ કરનાર ધર્મ છે. તમે જેને પિતા માનો છો તે તો આ ભવ પૂરતા વ્યવહારથી જન્મદાતા પિતા છે, પણ અંતરંગ પિતા ધર્મ જ છે. તમારી ચોવીસે કલાક રખેવાળી કરનાર, દુનિયામાં ક્યાંય પણ જાઓ તો તમારું ધ્યાન રાખનાર, આધાર, બેલી ધર્મ છે. તેથી તે પિતાને સ્થાને છે. અને તે ધર્મ જેમના મુખમાંથી કે આત્મામાંથી નીકળ્યો છે, એટલે ધર્મને પણ જન્મ આપનાર તીર્થકરો છે. માટે તીર્થકરો જગતના પિતામહ છે. ટૂંકમાં આખા જગતનો પિતા ધર્મ અને ધર્મના પિતા તીર્થંકર. એટલે તેમને “જગત્પિતામહ”નું બિરુદ આપ્યું છે. આવા જગત્પિતામહ પણ જેને નમે તે તો તેમનાથી પણ અધિક પૂજ્ય સ્વાભાવિક સિદ્ધ થાય છે. આ પૂજિતપૂજ્ય ન્યાય છે.
(૩) વિનયધર્મ પ્રસ્થાપિત કરવા વિનય, ધર્મનું મૂળ છે, આદિસ્થાન છે, વિનય વિના સદ્ધર્મનો પ્રારંભ નથી, સર્વ કર્મનો ક્ષય કરાવવાની તાકાત વિનયમાં છે, સર્વ ગુણોની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન વિનય છે એમ ઉપદેશમાં શ્રોતાઓને સમજાવવાનું છે. તેથી પ્રારંભમાં પોતાના વર્તનથી સુઆચરિત ઉપદેશના પ્રસ્થાપક બનવા તીર્થકરો તીર્થને નમસ્કાર કરે છે. દુનિયા આખી જેના ચરણમાં આળોટે છે, ૬૪ ઇન્દ્રો જેની ખડે પગે સેવા કરે છે તેવા તીર્થંકરો, લોકમાં વિનયનો વ્યવહાર પ્રસ્થાપિત કરવા, ધર્મના આદ્યસ્થાન તરીકે ધર્મતીર્થને નમસ્કાર કરે છે.
(૪) તીર્થકર નામકર્મનો ઉદય ઃ જૈનશાસ્ત્ર પુણ્યના બે પ્રકાર કહે છે. (૧) પવિત્ર પુણ્ય અને (૨) અપવિત્ર પુણ્ય. તમારી પાસે સત્કાર્યો કરાવી આત્મહિતને કરનારું પુણ્ય તે પવિત્ર પુણ્ય. આત્મામાં દુર્બુદ્ધિ પેદા કરી વિપુલ સાધન-સામગ્રી દ્વારા આત્માનું અહિત કરવાનાર તે અપવિત્ર પુણ્ય, જેને જૈનશાસ્ત્રોમાં વખોડવામાં
7:
१ लोके पिता पूज्यः पितामहस्तु पूज्यतरः पितुरपि पूज्यत्वात्। ततः सकलजगतः समस्तभुवनजनस्य पितामह इव पितामहः सकलजगत्पितामहः । अथवा सकलजगतो धर्मः पिता, पालनाभियुक्तत्वात्। तस्यापि भगवान् पिता, भगवत्प्रभवत्वाद्धर्मस्येति पितुः पिता पितामहः । सकलजगतः पितामह इति विग्रहः। (पंचाशक प्रकरण, पंचाशक-२, श्लोक-१७ टीका) र ऐन्द्रश्रेणिनताय, प्रथमाननयप्रमाणरूपाय।। भूतार्थभासनाय, त्रिजगद्गुरुशासनाय नमः ।।१।।
(मार्गपरिशुद्धिo मंगलाचरण)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org