________________
ધર્મતીર્થનો મહિમા
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । ) સમયવિષાક્ષoi, બિUITo AવUિIToi ||||
( તિત પ્રy૨૦ સ્નો-૧)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
તીર્થકરો પોતે અંતિમ ભવમાં એવા ઉત્કૃષ્ટ સાધક છે કે પોતાને આત્મકલ્યાણ કરી સંસારસાગર તરવા માટે કોઈ તારક ધર્મતીર્થની જરૂર નથી. પોતે જન્મ જન્મથી સાધના કરીને સાધનામાર્ગમાં એટલા પરિપક્વ થયા છે કે અંતિમ ભવમાં તેમને સગુરુ કે શાસ્ત્રની કોઈ જરૂર પડતી નથી. સાધનામાર્ગનાં અનુષ્ઠાન-તપત્યાગ વગેરેની પણ કોઈ જરૂર નથી. તેમને આત્મકલ્યાણ માટે શ્રી સંઘ વગેરે આલંબનની પણ જરૂર નથી. તીર્થકરો અનાસક્ત ભોગી, નિષ્કામ યોગી, અસંગ સાધક અને કૃતકૃત્ય ધર્મતીર્થપ્રવર્તક
તીર્થકરો પોતે પોતાનું આત્મકલ્યાણ કરવા માટે જગતમાં ધર્મતીર્થ પ્રવર્તાવતા નથી; કેમ કે ધર્મતીર્થ દ્વારા જે મેળવવાનું હતું તે તો તેમણે આગલા ભવમાં જ, પૂર્વના ધર્મતીર્થની સાધના કરીને મેળવી લીધું છે. અંતિમ ભવમાં ત એટલા ઉચ્ચ સ્તરને પામેલા છે, કે તે વખતની તેમની ભૂમિકાનું વર્ણન તીર્થકરોના ચરિત્ર વાંચીએ તો ખબર પડે, અનન્ય બહુમાન થાય અને લાગે કે તીર્થકરોની સર્વ અવસ્થા અલૌકિક છે. દા.ત. ભગવાન જન્મે ત્યારથી અનાસક્ત ભોગી છે, સંસારમાં રહે ત્યાં સુધી નિષ્કામ કર્મયોગી છે, દીક્ષા લે ત્યારથી માંડીને અસંગ સાધક છે અને ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પામે છે ત્યારે કૃતકૃત્ય એવા તીર્થકર સહજતાથી ધર્મતીર્થના પ્રવર્તક છે. આ બધા શબ્દો તમારા માટે નવા છે.
મારે તીર્થકરના જીવનની લોકોત્તર વિશિષ્ટતા બતાવવી છે. પ્રભુ મહાવીર જન્મ્યા ત્યારથી ભગવાન હોતા, હજુ આત્મા પર પડેલાં આઠ કર્મોના ઉદયની અસર વચ્ચે બેઠેલા છે, સાધના કરી કરીને એકેએક કર્મને મૂળમાંથી કાઢવાના બાકી છે. છતાં જન્મતી વખતે ભૂમિકા કઈ ? તો કહે છે કે તેઓ અનાસક્ત ભોગી છે. રાજ્યાવસ્થામાં રાજ્ય કરે, સમગ્ર સંચાલન કરે ત્યારે તે નિષ્કામ કર્મયોગી છે, અને દીક્ષા લે ત્યારથી કોઈ વસ્તુનો સંગ નથી અર્થાત્ અસંગ મહાસાધક છે.
સભા : ટૂંકમાં રસ વગરના છે એમ જ ને ?
સાહેબજીઃ તમારો શબ્દ અધૂરો છે; કેમ કે રસ શબ્દથી તમે રાગ-રતિ લો છો. અહીં તો તે તે ભૂમિકાને અનુરૂપ માનસ હતું. દીક્ષા પહેલાં ભગવાનના આત્મા પર રાગ-દ્વેષ છે, પણ તે અશુભ નથી, શુભ છે. તેમની દરેક કક્ષાનું વર્ણન યોગ્ય શબ્દો દ્વારા શાસ્ત્રકારોએ કરેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org