________________
ધર્મતીર્થનો મહિમા બીજું કંઈ જ જોઈતું નથી.” વિચારો, ખાલી રાગ થયો એટલામાત્રથી જ જીવન કૃતકૃત્ય માને છે, તો રાગ પણ કેટલો કીમતી હશે ? પણ તે રાગ ક્યારે થાય ? આ ધર્મતીર્થની સાચી ઓળખ થાય તો. અત્યારે તો ઓળખ વિના જ જય બોલાવો છો. ઘણાને તીર્થકરો કોણ ? અને તીર્થ કોને કહેવાય ? તેની જ કંઈ ખબર નથી. અત્યારે બધું કુલાચારથી ચાલે છે. શાસ્ત્રમાં લખ્યું કે, બાળક હોય ત્યાં સુધી કુલાચારથી આ શાસનની ભક્તિ કરે તો વાંધો નથી, પરંતુ પરિપક્વ થયા પછી પણ કુલાચારથી જ ઉપાસના કર્યા કરે તે યોગ્ય નથી. પરિપક્વ થયા એટલે ઓળખ કરવાની શક્તિ આવી, તેથી ઓળખ કરવી એવી પ્રભુની આજ્ઞા છે. આ તમારા પંડિત (શ્રોતામાં રહેલા એક ભાઈ) જ શું બોલ્યા ? એ કહે છે, શાસનદેવમાં દેવ ક્યાંથી આવ્યા ? પણ એમને ખબર નથી કે શાસન પોતે જ મહાન દેવ છે. અત્યારે તમારી માન્યતામાં શાસનદેવ તરીકે બધા દેવી-દેવતા ભરાઈ ગયા છે; પણ તેના કરતાં તો ભાવશ્રાવકો પણ ઊંચા. આનંદશ્રાવક, કામદેવશ્રાવક, પુણિયોશ્રાવક પણ દેવી-દેવતા કરતાં ઘણા ઊંચા છે. તેમનાથી સાધુ ઊંચા, પછી ચૌદ પૂર્વધરો, પછી અવધિજ્ઞાની સાધુ, પછી મન:પર્યવજ્ઞાની, પછી કેવલજ્ઞાની, તેમનાથી ઊંચા ગણધર અને સૌથી ઊંચા તીર્થકરો અને તેમનાથી પણ મહાન ધર્મતીર્થ.
અપેક્ષાએ ગણધરોનો કેવલજ્ઞાની કરતાં પણ વધુ મહિમા :
સભા છદ્મસ્થ અવસ્થામાં હોય તો પણ કેવલજ્ઞાની કરતાં ગણધર ઊંચા ?
સાહેબજી : હા અપેક્ષાએ ઊંચા; કેમ કે " જેનશાસનમાં કેવલી પણ ગણધરોને નમસ્કાર કરે છે. કેવલજ્ઞાની સમવસરણમાં આવે તો તીર્થ અને તીર્થકરોને નમસ્કાર કરી ગણધરોની આજુબાજુ બેસે; કેમ કે કેવલજ્ઞાની કરતાં શાસનના સ્થાપક અને સંચાલકોનો મહિમા વધારે છે. જ્યાં સુધી તમે તીર્થને ઓળખશો નહીં, તેનાં બધાં પાસાં નહીં સમજો ત્યાં સુધી જૈનશાસનમાં તમારો જન્મ થવા છતાં શાસન પ્રત્યે ઉત્કૃષ્ટ બહુમાન પેદા નહીં થાય. તીર્થંકરપૂજિત તીર્થની સાચી ઓળખ કરાવી તેના પ્રત્યે ઉત્કૃષ્ટ બહુમાન કરાવવું એ જ આ પ્રવચનનો હેતુ છે.
१ केवलिन: पूर्वद्वारेण प्रविश्य जिनं 'त्रिगुणं' त्रि:प्रदक्षिणीकृत्य ‘नमस्तीर्थाय' इति वचसा तीर्थप्रणामं च कृत्वा 'तस्य' तीर्थस्य-प्रथमगणधररूपस्य शेषगणधराणां च ‘मार्गतः' पृष्ठतो दक्षिणपूर्वस्यां निषीदन्ति।
(बृहत्कल्पसूत्र० भाष्यगाथा - ११८६ टीका) ★ केवलिनः ‘त्रिगुणं' त्रिः प्रदक्षिणीकृत्य 'जिनं' तीर्थकरं तीर्थप्रणामं च कृत्वा मार्गतः 'तस्य' तीर्थस्य गणधरस्य निषीदन्तीति ।।
(आवश्यकनियुक्ति नियुक्ति गाथा - ५५९ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org