________________
ધર્મતીર્થનો મહિમા ગુણાનુરાગથી થયેલ તીર્થ પ્રત્યે બહુમાન, બોધિબીજની પ્રાપ્તિનું કારણ?
પહેલાં તો મારે ધર્મતીર્થનો મહિમા સમજાવવો છે. મહિમારૂપે શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે જો આ 'તીર્થ પ્રત્યે ગુણાનુરાગથી તમને માત્ર બહુમાન થઈ જાય, તો પણ બોધિબીજની પ્રાપ્તિની શાસ્ત્ર બાંહેધરી આપે છે. પણ બહુમાન ગુણાનુરાગથી થવું જોઈએ. તમે જય તો બોલાવો છો પણ તમને આ તીર્થ પર ગુણાનુરાગથી બહુમાન થયું છે કે નહીં, તે લાખ ટકાનો પ્રશ્ન છે.
ઘણા જેનો એવા છે કે જૈનકુળમાં જગ્યા માટે પ્રભુ મહાવીરે સ્થાપેલા તીર્થને માને છે, અહીં જન્મ્યા માટે જિનશાસનદેવની જય બોલે છે; પણ મુસલમાન, બૌદ્ધ કે વૈદિક ધર્મમાં જન્મ્યા હોત તો ત્યાંની જય બોલાવત. આ શાસન ઓળખાયું, ઊંચું લાગ્યું માટે જય બોલાવો છો ? કે ઓળખ્યા વગરની જ જય બોલાવો છો ? અરે ! તમને ઓળખવાની જિજ્ઞાસા જ નથી. શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી આ દૃષ્ટિબિંદુ બદલાય નહીં ત્યાં સુધી તમારો ભગવાનના શાસનમાં ભાવથી પ્રવેશ નહીં થાય. પરમાત્માના શાસનમાં ભાવથી પ્રવેશ કરવા માટે તીર્થંકરોએ સ્થાપેલું તીર્થ તમને ગુણથી ગમવું જોઈએ, મમત્વથી નહીં. ધર્મતીર્થ જ એકમાત્ર રાગ કરવા યોગ્ય :
સભા : સંઘને તીર્થ કહેવાય ?
સાહેબજીઃ ફક્ત સંઘને તીર્થ ન કહેવાય. સંઘ કોને કહેવાય તે પણ ભણવું પડશે.
ધર્મતીર્થ અંગેના આગમના પાઠો લઈને વિવેચન-વ્યાખ્યા કરીશ. આ વિષય પર મારે ૧૦00 ગ્રંથમાંથી આધાર આપવા છે અને વિવેચન કરવું છે.
અત્યારે મારે પ્રથમ એટલી જ ઓળખ આપવી છે કે, જે તીર્થકરો આ તીર્થ પાસે ઝૂકી જાય છે, તે એવી વસ્તુ છે કે જેને ઓળખ્યા પછી તમને આ દુનિયામાં બીજે ક્યાંય તીવ્ર રાગ નહીં થાય. રાગ કરવા લાયક આ એક જ છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા લખે છે કે “પ્રભુ તમારું તીર્થ મળ્યું અને તેના ઉપર અમારો રાગ થયો એટલે અમે અમારું જીવન ધન્ય ધન્ય, કૃતકૃત્ય માનીએ છીએ. હવે જીવનમાં
१ कथं तीर्थवर्णवाद एव बोधिबीजं भवत्यत आह
व्याख्या-चियशब्द एवकारार्थः। स चापिशब्दार्थः । ततश्च यापि काचिदल्पापीत्यर्थः । गुणप्रतिपत्तिर्गुणाभ्युपगतिः। सर्वज्ञमते जिनशासनविषये। भवति जायते। परिशुद्धा भावगर्भा । सापि गुणप्रतिपत्तिः । जायते संपद्यते। बीजं हेतुः । बोधेः सम्यग्दर्शनप्रतिपत्तेः। स्तेनज्ञातेन चौरोदाहरणेन। तच्च प्रागुक्तम्। इति गाथार्थः ।।२४ ।।
(पंचाशक प्रकरण पंचाशक-९, श्लोक-२४ टीका)
२ अधीतास्ताः श्रीनयविजयविज्ञांहिभजनप्रसादाद् ये तेषां परिणतिफलं शासनरुचिः। इहांशेनाप्युच्चैरवगमफला या स्फुरति मे। तया धन्यं मन्ये जनुरखिलमन्यत् किमधिकम्।।४।।
(દ્ધિારદાચ ત્રમ્)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org