________________
ધર્મતીર્થનો મહિમા
ધર્મતીર્થની સર્વોત્કૃષ્ટ પરોપકારિતા:
તીર્થકરો વીતરાગ સર્વજ્ઞ થઈ જે તીર્થની સ્થાપના કરે છે, તે તીર્થની પૂજ્યતા કેવી, તેના ગુણ કેવા, તેનું સ્વરૂપ કેવું તે બધાનું વર્ણન કરતાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજા કહે છે કે, આ તીર્થ સનાતન શાશ્વત છે, ત્રણ લોકને ઉપકારી છે, સ્વરૂપથી શુદ્ધ છે અને ગુણોથી અદ્વિતીય છે. અરે ! દુનિયાનાં જેટલાં અન્ય ધર્મતીર્થ છે, તે સર્વે પર આ ધર્મતીર્થ અનુશાસન કરનાર છે, તેમના પર પોતાની વિજયપતાકા ફરકાવે છે અર્થાત્ મિથ્યામતોનું ખંડન કરી, સત્યની સ્થાપના કરનાર છે. “આ મહાન તીર્થ જયવંતુ વર્તો,” તેવું જાહેરમાં સ્તુતિરૂપે ગાય છે. “જિનશાસનદેવકી જય”નો પરમાર્થ :
તમે ‘જિનશાસનદેવ કી જય” બોલો છો, પણ તમને કોઈ પૂછે કે શાસન એટલે શું ? શાસનના દેવ કોણ ? તેની જય એટલે શું ? તો તમને ખબર ખરી ? કે પછી ગતાનુગતિકતાથી જ બોલો છો ? આપણે તીર્થકરની જય પણ પછી બોલીએ છીએ, સૌથી પહેલાં જય શાસનદેવની બોલીએ છીએ. અહીં સંદર્ભથી પદ્માવતી કે ચક્રેશ્વરી શાસનદેવ તરીકે નથી, પણ તે વખતે ભગવાને સ્થાપેલા ધર્મતીર્થની જ આપણે જય બોલાવીએ છીએ, અન્ય કોઈ દેવ-દેવીની નહીં.
સભા અહીં જિનશાસનદેવમાં દેવ કયા આવે ?
સાહેબજી : અહીં દેવ એટલે શાસન પોતે જ સર્વોત્કૃષ્ટ દેવ છે, તીર્થકરો પોતે પણ દેવની જેમ જેને પૂજે છે. શાસનથી ઊંચા કોઈ દેવતા જગતમાં નથી.
અનંતા તીર્થંકરો, અનંતા ગણધરો, અનંતા કેવલીઓ અને અનંતા ચૌદપૂર્વીઓએ જેને નમસ્કાર કર્યા છે; અરે ! માત્ર નમસ્કાર નથી કરતા, પણ પ્રદક્ષિણા ફરે છે. ખુદ તીર્થંકરો સમવસરણમાં પ્રવેશ કરતાં તીર્થને પ્રદક્ષિણા દે છે. કેવલજ્ઞાનીઓને હવે સાધનાથી કંઈ પામવાનું બાકી નથી, છતાં પણ ઋણના સ્વીકાર તરીકે ધર્મતીર્થને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને પછી જ સમવસરણમાં બિરાજમાન થાય છે. અનંતા તીર્થકરો, ગણધરો, બધાએ જેને પૂછ્યું છે તેવા આ તીર્થથી ઊંચું આ જગતમાં બીજું કંઈ જ પૂજ્ય નથી. પણ આ તીર્થની વ્યાખ્યા શું? તેના પ્રકાર કેટલા? તેનું સ્વરૂપ શું? તેનું વિસ્તારથી વર્ણન મારે આ ગ્રંથ દ્વારા ચાતુર્માસમાં કરવું છે.
१ शासनस्याभीष्टदेवताविशेषस्य प्रधानभूतसिद्धत्व-कुसमयविशासित्वार्हत्प्रणीतत्वादिगुणप्रकाशनद्वारेण स्तवाभिधायिकां गाथामाहसिद्धं सिद्धत्थाणं ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं सासणं जिणाणं भवजिणाणं ।।१।।
(સન્મતિતપ્રર૦ -૧, રો-મૂન, ટા) २ शासनस्याभीष्टदेवताविशेषस्य
(सन्मतितर्कप्रकरण० कांड-१, श्लोक-१ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org