________________
૩૦૪
ભાવતીર્થ – ચતુર્વિધ શ્રીસંઘ પ્રભાવક ઐશ્વર્યનો પાર નથી, અનેક અતિશયોથી ભરપૂર છે, જયવંતો સંઘ નિસ્તેજ નથી. વર્તમાનમાં તો પાંચમો આરો અને હુંડા અવસર્પિણી કાળ છે. વળી વિજ્ઞાનની શોધખોળો દ્વારા નાસ્તિકતાનું મોજું ફેલાયું છે. આવા કાળમાં આપણો જન્મ થયો તેથી સંઘનું ઉત્કૃષ્ટ ઐશ્વર્ય નજરે જોવા ન મળે. અરે ! તમારા પૂર્વજોનો પ્રભાવ પણ આજની પેઢી ન વિચારી શકે તેવા કપરા સંયોગોમાં તમે ઉછર્યા છો. આજથી માત્ર ૧૦૦-૨૦૦ વર્ષો પહેલાંનું મહાજન કેવું હતું અને તેનું લોકમાં કેવું આદર-માન હતું તે પણ આજે અતિશયોક્તિ લાગે, તો પ00-1000 વર્ષ પૂર્વેના સંઘનાં વર્ણન આશ્ચર્યકારી અવશ્ય લાગે. પૂર્વજોનો ઇતિહાસ વાંચો તો શ્રીસંઘનાં
ચર્ય-પ્રભાવ હશે તે ખબર પડે. પ્રસંગે મહાજન રાજા-મહારાજાને અનુશાસન આપે, તેમને પણ સંભળાવી દે તેવી જાજરમાનતા હતી. પાંચમા આરાની થોડા વર્ષો પૂર્વેની મહાજનની જાહોજલાલી પણ તમે જોઈ નથી. લગભગ સાફ થઈ ગઈ ત્યારે તમે જન્મ્યા છો. અત્યારે ભૂતકાળની જાહોજલાલીની અપેક્ષાએ એક ટકો પણ જેનોનું ગૌરવ નથી. છતાં આટલા વિશાળ દેશમાં અતિ અલ્પ સંખ્યક જૈનો આજે પણ અનેક ક્ષેત્રોમાં અગ્રેસરતા ધરાવે છે, તો અનુકૂળ કાળમાં સંઘનું ઐશ્વર્ય લોકોત્તર હોય તે સહજ છે. વળી આ તો કોઈ ચોક્કસ ક્ષેત્ર અને ચોક્કસ કાળના સ્થાનિક સંઘના ઐશ્વર્યની વાત થઈ, પરંતુ સર્વ કાળ સર્વ ક્ષેત્ર આધારિત વ્યાપક સંઘના ઐશ્વર્ય અને પ્રભાવકતા તો કલ્પનાતીત છે; કારણ કે આ જગતમાં જેટલા પણ પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી ગુણિયલ જીવો છે તે સર્વ આ જગતની ભૌતિક કે આત્મિક હિતકારી રિદ્ધિ-સિદ્ધિના ભોક્તા છે. તેમનું પુણ્ય અને ગુણગણ અનેકને ધર્મપ્રાપ્તિનું સાધન છે. તેથી સંસારના સારરૂ૫ આવા સર્વ જીવોનો સમૂહ તે શ્રીસંઘ છે. તેથી તેને ન્યૂન માનવો તે તીર્થની આશાતના છે. આ અપેક્ષાએ શ્રીસંઘને તીર્થકર સમકક્ષ કહ્યો.
૧ શ્રીસંઘની મહાનતા વિચારો તો સમગ્ર ઐશ્વર્ય શ્રીસંઘમાં જ દેખાય, બહાર કાંઈ દેખાય નહિ ?
તમને સંઘનું ગુણકારી ઐશ્વર્ય સમજાઈ જાય તો આ સૃષ્ટિમાં સંઘની બહાર તમને કશું સાર દેખાય નહીં. આ સંસારમાં જે કાંઈ વખાણવા લાયક, મેળવવા લાયક, પ્રશંસનીય, અનુમોદનીય, આદરણીય ભૌતિક કે આત્મિક સર્વ વસ્તુઓ છે તે શ્રીસંઘમાં છે. જે શ્રીસંઘની ગુણસમૃદ્ધિને ઓળખી શકે તે અન્ય કોઈથી અંજાય
१ तथा-यथा 'तद्राजभवनं निरुपचरितशब्दादिविषयोपभोगविमर्दसुन्दरं' तथेदमपि विज्ञेयं, तथाहि-सर्वेऽपि देवेन्द्रास्तावदेतन्मध्यपातिनो वर्त्तन्ते, ये चान्येऽपि महर्द्धिकामरसंघातास्तेऽपि प्रायो न भगवन्मतभवनाद्बहिर्भूता भवितुमर्हन्ति, ततश्च तथाविधविबुधाधारभूतस्यास्य निरुपचरितशब्दादिविषयोपभोगविमर्दसुन्दरता न दुरुपपादा। पुण्यानुबन्धिपुण्यफलम् तद्वर्णनेन चैतल्लक्षणीयं, यदुत-भोगास्तावत्पुण्योदयेन संपद्यन्ते, किन्तु तदेव पुण्यं द्विविधं-पुण्यानुबन्धि पापानुबन्धि च। तत्र ये पुण्यानुबन्धिपुण्योदयसम्पाद्या: शब्दाधुपभोगास्त एव सुसंस्कृतमनोहरपथ्यान्नवत्सुन्दरविपाकतया निरुपचरितशब्दादिभोगवाच्यतां प्रतिपद्यन्ते, ते हि भुज्यमानाः स्फीततरमाशयं संपादयन्ति, ततश्चोदाराभिप्रायोऽसौ पुरुषो न तेषु प्रतिबन्धं विधत्ते, ततश्चासौ तान् भुञ्जानोऽपि निरभिष्वङ्गतया प्रारबद्धपापपरमाणुसञ्चयं शिथिलयति, पुनश्चाभिनवं शुभतरविपाकं पुण्यप्राग्भारमात्मन्याधत्ते, स चोदयप्राप्तो भवविरागसम्पादनद्वारेण सुखपरम्परया तथोत्तरक्रमेण मोक्षकारणत्वं प्रतिपद्यत इति हेतोः सुन्दरविपाकास्तेऽभिधीयन्ते।
(उपमिति० प्रथम प्रस्ताव)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org