________________
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ પવિત્રતાના નામે હાથ જોડે છે. અમે નવા ગામમાં જઈએ તો ત્યાં અમારાં કોઈ સગાં-વહાલાં નથી હોતાં, છતાં લોકો ભક્તિથી હાથ જોડે, પગે લાગે, સેવા-સુશ્રુષા કરે. તેનું કારણ તેઓ માને છે કે આ પવિત્ર જીવન જીવનારા મહાત્મા છે. આ કારણે જ વિશ્વાસ કરે છે. અરે ! અમારી પાસે જે કોઈ શ્રદ્ધાથી જિનવાણી સાંભળવા આવે છે તેને પણ વિશ્વાસ છે કે ભગવાન જે કહી ગયા છે તે જ આ મહાત્મા કહેશે, તેમની પાસેથી ભગવાને કહે
કહેલું તત્ત્વ જ ઉપદેશરૂપે મળશે. આ વિશ્વાસનું કારણ અમે મહાવીર પરમાત્માનો વેશ સ્વીકાર્યો છે. મહાવીરના સંતાન સાધુ તરીકે લોકમાં વિચરીએ છીએ, તેથી જ મહાવીરના અનુયાયીઓ અમને શ્રદ્ધાભક્તિની નજરથી જુએ છે. લોકો વિશ્વાસથી આવો વ્યવહાર કરે અને અમે જ મહાવીરનાં શાસ્ત્ર, તેમની આજ્ઞા કે તેમના બંધારણને સમર્પિત ન હોઈએ, તો વાસ્તવમાં અમને ધૂતારા કહેવાય કે સાધુ કહેવાય ? તેથી ચોરની પલ્લીની ઉપમા જરાય ખોટી નથી. " જે ઉપદેશક સાધુ ઉસૂત્રભાષણ કરે છે તે કસાઈ કરતાં પણ વધારે ભયંકર છે ?
ઉપદેશ આપનાર જે સાધુ પાટે બેસીને ઉસૂત્રભાષણ કરે છે તેના માટે પણ લખ્યું છે કે, બકરાં કાપનાર કસાઈ ઓછો ખરાબ છે, આ સાધુ કસાઈ કરતાં વધારે ભયંકર છે. આ જ ઉપમા આપી છે; કેમ કે કસાઈ તો બકરાંને બળજબરીથી પકડી લાવે છે, બકરાં કાંઈ સામેથી કસાઈ પાસે આવતાં નથી. પરાણે લાવીને એનું એક ભવનું જ મોત કરે છે, જ્યારે અહીં તો ધર્મબુદ્ધિએ વિશ્વાસથી આવેલાને ઊંધા માર્ગે ચડાવીને તેના આત્માના એક ભવનું નહીં પણ ઘણા ભવનું મોત સર્જે છે. આ ભાવહિંસા છે, જે દ્રવ્યહિંસા કરતાં કઇ ગણી વધારે હાનિકારક છે.
સભા : સાચો માર્ગ માની કહેતો હોય તો ?
સાહેબજી : ઉપદેશક સાચો માર્ગ માનીને કહેતો હોય તો પૂર્ણજ્ઞાનીના વચનના અનુસારે કહે ને ? જે ભગવાનની આજ્ઞા મુજબ ઉપદેશ આપે તેને તો જગતમાં-કલિકાલમાં એક જ શરણ-આધાર કહ્યો છે. પૂ. આનંદઘનજી મહારાજાએ લખ્યું કે “ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો.” અહીં તો વિપરીત બોલે છે તેની જ વાત (ટીકા) છે. જૈનશાસ્ત્રો જ્યારે ઉપમા આપશે ત્યારે તે ઉપમા ભલે કડક-આકરી-સહન ન થાય તેવી તેજાબી લાગે, પણ અર્થ વિચારશો તો વેધક સત્ય હશે. શાસ્ત્રકારો ખોટી અતિશયોક્તિ કે મૃષાવાદ કરતા નથી.
१ स्वयमक्रियाप्रवृत्तं जीवमपेक्ष्य गुरोर्न दृषणम्, तदीयाविधिप्ररूपणमवलम्ब्य श्रोतुरविधिप्रवृत्तौ च तस्योन्मार्गप्रवर्तनपरिणामादवश्यं महादूषणमेव, तथा च श्रुतकेलिनो वचनम्-"जह सरणमुवगयाणं, जीवाण सिरो निकिंतए जो उ। एवं आयरिओ वि हु, उस्सुत्तं पण्णवेतो य" [उपदेशमाला-५१८] ।
(વોવિંશિવ સ્નો ૨૬ ટી) ★ न केवलं प्रव्राजयन् वितथं प्ररूपयन्नपीत्याह'जह' गाहा, यथा शरणं भयार्तप्राणलक्षणम्, उपगतानामभ्युपगतानां जीवानां देहिनां निकृन्तति छिनत्ति शिरांसि मस्तकानि यस्तु स तथा दुर्गतावात्मानं क्षिपतीति वर्त्तते, एवमनेनैवोपमानेनाचार्योऽपि गुरुरप्यास्तामपरः, हुरलंकारे, उत्सूत्रमागमादुत्तीर्णं प्रज्ञापयन् प्ररूपयन्, तु शब्दादाचरंश्च तान् आत्मानं च दुर्गतो क्षिपतीति ।।५१८।। (उपदेशमाला श्लोक ५१८ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org