________________
૨૬૪
ભાવતીર્થ - દ્વાદશાંગી નક્કર પાયો મરીચિની ત્રીજી પેઢીએ કપિલદેવ દ્વારા મંડાયો. હવે આ આસુરી લોકોમાં પોતાનો મત ફેલાવે છે. વળી, તેને ગુરુ એવા દેવની સહાય છે, તેથી ચમત્કારો પણ કરી શકે છે. જોતજોતામાં ટોળું જમા થઈ ગયું. અહીં મરીચિએ ઉસૂત્રભાષણ કર્યું તે વખતે ઉન્માર્ગનો ઉત્કટ પરિણામ મરીચિમાં નથી, તેથી જ તેમનો સંસાર માત્ર એક કોટાકોટી સાગરોપમ જ વધ્યો, જે શાસ્ત્રદૃષ્ટિએ ઉસૂત્રભાષણરૂપ મહાપાપનું નાનું ફળ ગણાય. જો તેમનામાં ઉત્કટ તીવ્ર ભાવ હોત તો અનંત ચોવીસી સુધી ભટકી શકાય તેવું ભારે કર્મ મરીચિને અવશ્ય બંધાઈ જાત. પરંતુ મરીચિમાં જિનશાસનના સિદ્ધાંત વિરુદ્ધ બોલવાની પ્રબળ તમન્ના ન હતી.
સભા : પરંપરા ચાલી ને ?
સાહેબજી ઃ પરંપરા ચોક્કસ ચાલી, પણ મરીચિ, કપિલ, આસુરી ત્રણેને જેનો જેવો ભાવ તેવા કર્મો બંધાયાં. ઉસૂત્રભાષણમાં પણ ઉગ્ર ભાવ વિના ઉગ્ર કર્મ ન બંધાય.
દ્વાદશાંગીના વચનનો અપલાપ મહાઅપરાધ છે :
તીર્થંકરનો આત્મા પણ પડે તો તેના કેવા હાલ થાય તેનો આ નમૂનો છે. તમારા મનમાં સમજાવું જોઈએ કે માંધાતા પણ દ્વાદશાંગીની આશાતના કરે તો કેવો વિપાક મળે ! સંસારનું પૂર્ણ સત્ય જેમાંથી જગતને મળવાનું છે તે દ્વાદશાંગીના વચનનો અપલાપ કરવાથી જગતમાં સન્માર્ગનો અવરોધ થાય છે, જે મહાઅપરાધ છે. કર્મસત્તાનો નિયમ છે કે જેવું પાપ તેવી penalty-દંડ છે, અપરાધ પ્રમાણે સજા છે. નાની ભૂલની મોટી સજા અને મોટી ભૂલની નાની સજા તેવું નથી. મરીચિને પણ તેના અપરાધ પ્રમાણે જ સજા થઈ છે. શાસ્ત્રની સૂત્રથી કે અર્થથી કે તદુભયથી આશાતના એ મહાપાપ છે, અતિ જોખમકારક છે ?
દ્વાદશાંગીની સૂત્રથી, અર્થથી કે તદુભયથી આશાતના એ મહાપાપ છે.
(૧) શાસ્ત્રનું એક પણ સૂત્ર તમે as it is-જેમ છે તેમ ન સ્વીકારો તો, ને તેનો અપલાપ કરો કે અશ્રદ્ધા કરો તો, તમને સૂત્રથી શાસ્ત્રની આશાતના લાગેઃ દા.ત. જમાલિ, તેમણે સૂત્રથી દ્વાદશાંગીનો અપલાપ કર્યો છે. તીર્થકરોએ વાણી દ્વારા અર્થથી કહેલા અને ગણધરોએ ગૂંથેલા મૂળ સૂત્રનો તેમણે અપલાપ કર્યો, તેનાથી વિરુદ્ધ મિથ્યામતની સ્થાપના કરી. દ્વાદશાંગીનું “મારે ડે” સૂત્ર તેમણે અસત્ય જાહેર કર્યું. દ્વાદશાંગીનાં અન્ય સૂત્રો માનતા હોવા છતાં તે સૂત્રરૂપ અંશના અસ્વીકાર દ્વારા તેમણે દ્વાદશાંગીની સૂત્રથી આશાતના કરી.
(૨) દ્વાદશાંગીનાં બધાં સૂત્રો as it is-જેમ છે તેમ સ્વીકારે, તેના વાક્ય શબ્દ કે વર્ણમાં અંશમાત્ર પણ
१ अहवा जं अत्थतो दुवालसंगं गणिपिडगं तं सुत्ततो अभिणिवेसेण अण्णहा पढंतो ताए सुत्ताणाए अत्थं विराहेत्ता तीते काले अणंता जीवा संसारं भमितपुव्वा जमालिवत्।
(નંતીસુરંગૂMિ) २ इदाणिं एतेसिं विराहणा चिंतिज्जति-जं सुत्ततो दुवालसंगं गणिपिडगं तं अत्थतो अभिनिवेसेण अण्णहा पण्णवेतो ताए अत्थाणाए सुत्तं विराहेत्ता तीते काले अणंता जीवा संसारं भमितपुव्वा, गोट्ठामाहिलवत्।
(નંદીસુ ) १,२ इदं हि द्वादशाङ्गं सूत्रार्थोभयभेदेन त्रिविधम्, ततश्च 'आज्ञया' सूत्राज्ञयाऽभिनिवेशतोऽन्यथापाठादिलक्षणया विराध्य
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org