________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૬૧ મરીચિનું ઉસૂત્રભાષણ ઉત્કટ ભાવથી હોત તો અનંત ચોવીસી સંસાર વધી જાત :
સભા મરીચિએ અનેકાંતથી વિધાન કર્યું તો પણ મિથ્યાત્વ કેમ લાગ્યું ?
સાહેબજીઃ અનેકાંતમાં પણ વિધાન સમ્યગુ અપેક્ષાપૂર્વકનું જોઈએ. અહીં કપિલે જે સંદર્ભથી પ્રશ્ન પૂક્યો છે તે સંદર્ભની અપેક્ષાએ મરીચિએ જુઢો જવાબ આપ્યો છે, તેથી મિથ્યાવચન થયું.' કપિલ આકર્ષાઈને મરીચિ પાસે આવ્યો છે; કારણ કે તેણે જોયું કે હજારો સાધુ સફેદ વસ્ત્રમાં છે, જ્યારે આ મરીચિ નેપથ્થ(વેષ)થી જુદા પડે છે. તેથી તેને જાણવાની આતુરતા થઈ છે. એટલે મરીચિને પૂછે છે કે “સાધુઓ કરતાં વેષ અને આચારથી જુદા એવા તમારી પાસે કોઈ ધર્મ નથી ?” તે વખતે બાલ જીવ એવા કપિલે વેષ અને આચારના દૃષ્ટિકોણથી જિજ્ઞાસારૂપે પ્રશ્ન કર્યો છે, જે વિચક્ષણ મરીચિ જાણે છે. છતાં શિષ્યના લોભથી ખોટો જવાબ આપ્યો છે. પોતે ઊભા કરેલા વેષ કે આચારમાં સ્વતંત્ર ધર્મ ન હોવા છતાં મારી પાસે પણ ધર્મ છે તેમ કહ્યું, જે પ્રત્યક્ષ અસત્ય વચન થયું. મરીચિ પાસે ઋષભદેવે પ્રરૂપેલ બારવ્રતમય શ્રાવકાચારરૂપ ધર્મ છે, પરંતુ જવાબમાં તે સંદર્ભ ન હતો, તેથી મિથ્યાવચન છે. વળી, સાપેક્ષ બધું સત્ય નથી, પણ જે સત્ય છે તે અવશ્ય સાપેક્ષ છે. જેમ કોઈ માણસ પૂછે કે આ શું છે? તે વખતે બારીને થાંભલો કહે તો તે સત્ય કહેવાય કે અસત્ય ?
સભા ભવિષ્યમાં બારીના પરમાણુ થાંભલારૂપે બની શકે ને ?
સાહેબજી પણ પેલો પ્રશ્નકાર વર્તમાનમાં શું છે તે પૂછે છે. તેને અત્યારની જિજ્ઞાસા છે, ભવિષ્યની નહીં. જે સંદર્ભથી પૂછે તે સંદર્ભથી સાચો જવાબ આપવો જોઈએ. સાપેક્ષતાના નામે સંદર્ભથી વિરુદ્ધ કોઈને ગેરમાર્ગે દોરાય નહીં.
મરીચિનાં ભગવાં કપડામાં કોઈ ધર્મ નહોતો. ઋષભદેવ ભગવાને કહેલ શ્રાવકધર્મ તો મરીચિ જે બાર વ્રત પાળતા હતા તે રૂપે હતો, અને તે પ્રભુએ કહેલો જ ધર્મ હતો, બીજો ન હતો. “પ્રભુએ કહેલ સાધુધર્મ
१ अन्यदा स्वामिनः पादपद्मान्ते दूरभव्यकः। कुतोऽपि कपिलो नाम, राजपुत्रः समाययौ।।३९ । । विश्वोपकारकरणप्रावृषेण्यपयोमुचः। कुर्वतो देशनां भर्तुर्धर्मस्तेन च शुश्रुवे।।४०।। जयोत्स्नेव चक्रवाकायोलूकायेव दिवामुखम्। प्रक्षीणभागधेयाय, रोगितायेव भेषजम्।।४१ । । शीतलं वातलायेव, छागायेव घनागमः । स धर्मः स्वामिगदितो, रुरुचे कपिलाय न।।४२।। [युग्मम्] धर्मान्तरं तु शुश्रूषुः, क्षिपन् दृष्टिमितस्ततः। प्रेक्षाञ्चक्रे मरीचिं स, स्वामिशिष्यविलक्षणम्।।४३।। मरीचिं स्वामितः सोऽगाद्, धर्मान्तरजिघृक्षया। महेभ्याट्टाद् दरिद्राट्टमिव क्रायकबालकः।।४४ ।। धर्मं तेनाऽनुयुक्तस्तु, मरीचिरिदमभ्यधात्। नेहाऽस्ति धर्मो धर्मार्थी, यदि तत् स्वामिनं श्रय।।४५ ।। ऋषभस्वामिनः पादाभ्यर्णं भूयो जगाम सः । पुनराकर्णयामास, धर्मं तत्र तथैव तम्।।४६।। स्वकर्मदषितायाऽस्मै, स्वामिधर्मोऽरुचन्न हि । चातकस्य वराकस्य, सम्पूर्णसरसाऽपि किम? ।।४७।। मरीचिमाययौ भूयः, स इत्यूच च किं तव? । योऽपि सोऽपि न धर्मोऽस्ति, निर्धर्म किं व्रतं भवेत्? ।।४८ ।। मरीचिश्चिन्तयामासाऽनुरूपः कोऽप्ययं मम। अहो ! दैवादयं जज्ञे, योगः सदृशयोश्चिरात्।।४९।। सहायो निःसहायस्य, ममाऽस्त्विति विचिन्त्य सः । तत्राऽपि धर्मोऽस्त्यत्राऽपि, धर्मोऽस्त्येवमभाषत।।५० ।। दुर्भाषितेन तेनैकेनाऽप्युपार्जयदुल्बणम्। अब्धिकोटीकोटिमानं, मरीचिर्भवमात्मनः।।५१।। अदीक्षयत् स कपिलं, स्वसहायं चकार च। परिव्राजकपाखण्डं, ततः प्रभृति चाऽभवत्।।५२।। (त्रिषष्टि० पर्व - १, सर्ग-६)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org