________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૫૯ બંનેને ન સ્વીકારે તેણે તદુભયરૂપ દ્વાદશાંગીનો અપલાપ કર્યો કહેવાય. તમે જ્ઞાનાચારના અતિચારમાં બોલો છો કે “સૂત્ર-અર્થ-તદુભય કૂડાં કહ્યાં.” દરેક વસ્તુ સાપેક્ષ જ છે, કોઈ પણ વસ્તુ નિરપેક્ષ નથી, નિરપેક્ષમાત્ર અસત્ય છે :
સભા કોઈ પણ વાતમાં પ્રાયઃ કરીને આમ છે' એવું બોલીએ તો બચી જવાય ને ?
સાહેબજી : તમારામાં અસત્યનો આગ્રહ ન હોય તો બચાય. બાકી તો 'તમે જૈનશાસન સમજ્યા હો, તીર્થકરોનો સાદ્વાદક સિદ્ધાંત હૃદયમાં ઊતર્યો હોય, તો પ્રાયઃ શબ્દ બોલો કે ન બોલો પણ સ્યાદ્વાદીનું પ્રત્યેક વિધાન અનેકાંતદષ્ટિવાળું જ હોય. તીર્થકરોનો મૂળભૂત સિદ્ધાંત અનેકાંતવાદ છે. દુનિયાનાં બીજાં બધાં દર્શનો એકાંતવાદી છે. જૈનદર્શન જ એક એવું છે કે જેનો સિદ્ધાંત સંપૂર્ણ અનેકાંતદષ્ટિથી છવાયેલો છે અર્થાત્ સર્વ વસ્તુમાં અનેકાંતવાદ છે. આ શાસનમાં એક પણ વાત એકાંતથી કરવાની છે જ નહીં; કારણ કે Everything is relative, nothing is absolute-દરેક વસ્તુ સાપેક્ષ છે, કોઈ પણ વસ્તુ નિરપેક્ષ નથી. નિરપેક્ષમાત્ર અસત્ય છે, સત્ય સાપેક્ષ જ છે. શાસ્ત્રમાં લખ્યું કે જૈનશાસનમાં સભ્ય ઉપાસક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા કોઈ પણ હોય, તે ગમે ત્યારે ગમે તે વિધાન કરે, તેમાં પ્રાયઃ શબ્દ બોલે કે ન બોલે, પણ તેના મનમાં હું અપેક્ષાએ જ આ બોલું છું, તે સમજ પડી જ હોય છે. જો નિરપેક્ષપણે બોલે તો તેને અસત્યભાષણનું પાપ લાગે. જૈનમાત્રની ઓળખાણ એ છે કે તે અવશ્ય અનેકાંતવાદી હોય, એકાંતવાદી ન જ હોય. તમારામાં સાચું જૈનત્વ હોય તો તમારી પ્રત્યેક વિચારધારામાં સાપેક્ષતા હોય જ. અરે ! લોકવ્યવહારમાં પણ કોઈ વસ્તુનું વિધાન એકાંતથી કરો તો સત્ય નહીં બને. દા.ત. “આ માણસ જ છે,” એવું તમે નિરપેક્ષપણે નહીં બોલી શકો, અને જો બોલશો તો તે અસત્ય થઈ જશે; કેમ કે આ વ્યક્તિ અત્યારે માણસ છે પણ આગલા ભવમાં તિર્યંચ-દેવ-નરક-મનુષ્ય ગમે ત્યાંથી આવેલો હોય, એટલે વર્તમાનભવની અપેક્ષાએ જ તે મનુષ્ય છે. વળી, આ ભવમાં કદાચ આકારથી માણસ હોય પણ ગુણથી તેનામાં માણસાઈ ન પણ હોય. ઊલટું, ગુણથી તો તે પાશવી વૃત્તિવાળો જનાવરતુલ્ય પણ હોઈ શકે. તેથી આવા સામાન્ય વિધાનમાં પણ અપેક્ષા તો ગર્ભિત રાખવી જ પડશે.
સભાઃ વાણીમાં જ કાર ક્યાંય વપરાય જ નહીં ?
સાહેબજી : અરે “જ” કાર સાથે વાંધો નથી, નિરપેક્ષતા સાથે વિરોધ છે. સાપેક્ષપણે “જ' કાર બોલો તો પણ સત્ય જ છે. જૈનદર્શનની સાપેક્ષતા સાર્વત્રિક છે, આઇન્સ્ટાઇનની ત્રણ બાબતની સાપેક્ષતામાં પણ પ્રશ્નો નિરુત્તર છેઃ
આ દુનિયામાં નિરપેક્ષ હોય છતાં સત્ય હોય તેવું એક વાક્ય બતાવો, નિરપેક્ષ સત્ય સાબિત કરો, તો અમે વિચારીએ કે તીર્થંકરના સિદ્ધાંત કરતાં તમે નવું લાવ્યા. આ સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક પદાર્થોમાં સાપેક્ષતા
१ “सोऽप्रयुक्तोऽपि वा तज्ज्ञैः सर्वत्रार्थात् प्रतीयते। यथैवकारोऽयोगादिव्यवच्छेदप्रयोजनः" ।।१।।
(सप्तभंगी नयप्रदीपप्रकरण)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org