________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૫૩ ગુપ્તિ કે સામાયિકધર્મ છે અને સિદ્ધાંતની અપેક્ષાએ સમગ્ર દ્વાદશાંગીનો સાર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ પૂર્ણ અસ્તિત્વ છે. આ સામાયિકસૂત્ર કે ત્રિપદીનો ઉત્કૃષ્ટ વિસ્તાર તે જ ચૌદપૂર્વ છે. ચૌદપૂર્વમાં વિધવિધ વિષયોનો વિસ્તાર છે, અતલ ઊંડાણ છે, પરંતુ અંતિમ લક્ષ્ય તો પ્રત્યેક વચનનું મોક્ષ જ છે. પ્રત્યેક વચનમાંથી ફલિત થતો આચાર સમિતિ-ગુપ્તિ જ છે અને પ્રત્યેક વચનમાંથી અર્કરૂપે ઉદ્ભવતો સિદ્ધાંત ત્રિપદીરૂપ જ છે. 'જિનવચનનો સમગ્ર શ્રુતસાગર આ આદર્શ, આચાર અને સિદ્ધાંતથી સદાકાળ માટે નિયંત્રિત જ છે. તેથી અહિંસા એ અનુષ્ઠાનરૂપે શાશ્વત ધર્મ છે અને સ્યાદ્વાદ એ તત્ત્વરૂપે શાશ્વત ધર્મ છે. દ્વાદશાંગી સભ્યશ્થત છે, છતાં પાત્રને જ સમ્યક્શતપણે પરિણમે અને અપાત્રને મિથ્યાશ્રુતપણે પરિણમે છે :
૨ આવી તારક દ્વાદશાંગી પણ પાત્ર જીવને જ સમ્યજ્ઞાનરૂપે પરિણમે, પરંતુ અપાત્રના હાથમાં આવે તો મિથ્યાજ્ઞાનમાં પરિણમે. તેથી શ્રુતમય પવિત્ર દ્વાદશાંગીની તારકતાનો આધાર પણ ગ્રહણ કરનાર વ્યક્તિની પાત્રતા-અપાત્રતા પર છે. પાત્ર વ્યક્તિને શાસ્ત્રવચન સમ્યજ્ઞાન બને, અપાત્રને મિથ્યાજ્ઞાન બને. અંતે તો જાણનાર વ્યક્તિ પર જ સમ્યજ્ઞાન, મિથ્યાજ્ઞાનનો ભેદ પડે છે. ભગવાનની વાણી અનેક જીવોએ સાંભળી. મિથ્યાષ્ટિ-પાખંડીઓને તે જ વાણી ઊંધા સ્વરૂપે પરિણમી, આસન્નભવિ જીવોને તે સમ્યગુરૂપે પરિણમી. દુનિયાની તમામ ફીલોસોફી તે તે દર્શનરૂપે જિનવાણીમાંથી જ નીકળી છે. જ્યાં તે વિપરીતરૂપે પરિણમી ત્યાં તે મિથ્યાજ્ઞાન બની અને જ્યાં સમ્યગુરૂપે પરિણમી ત્યાં તે સમ્યજ્ઞાન બની. હાલના જૈન આગમોમાં મળતા સિદ્ધાંતરૂ૫ પાઠોના આધારે કહી શકાય કે, તે તે દર્શનોની ફીલોસોફી જૈન આગમમાં તે તે નય અનુસારી
तत्र संक्षेपवद् यथा सामायिकसूत्रम्, विस्तरवद् यथा चतुर्दश पूर्वाणि। (विशेषावश्यकभाष्य श्लोक ३२०१ टीका) १ जं पुण समय-सारं परं-इमं सव्वण्णु-वयणं तं दूर-सुदूरयरेणं उज्झियंति, तं जहा-'सव्वे जीवा सव्वे पाणा, सव्वे भूया, सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेयव्वा, ण परियावेयव्वा, ण परिघेतव्वा, ण विराहेयव्वा, ण किलामेयव्वा, ण उद्दवेयव्वा जे केई सुहुमा जे केई बायरा जे केई तसा, जे केई थावरा, जे केई पज्जत्ता, जे केई अपज्जत्ता जे केई एगेंदिया, जे केई बेइंदिया, जे केई तेइंदिया, जे केई चउरिंदिया, जे केई पंचेंदिया तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, जं पुण गोयमा! मेहुणं तं एगंतेणं ३, णिच्छयओ ३, बाढं ३ तहा आउ-तेउ-समारंभं च सव्वहा सव्वपयारेहि णं सययं विवज्जेज्जा मुणीति। एस धम्मे धुवे सासए णीरए समेच्च लोगं खेयण्णूहिं पवेइयं ति।।छ।। (महानिशीथ सूत्र नवणीयसार नामनुं पांचमुंअध्ययन फकरो २९) २ अहवा एतं चेव दुवालसंगादि सामिणा संबद्ध भयणिज्जं सम्मसुतं मिच्छसुतं वा उच्यते-सम्मद्दिट्ठिस्स सम्मसुतं, मिच्छद्दिट्ठिस्स मिच्छसुतं।
(વીસુરં વૃ1િ) * इदं सर्वमेव द्रव्यास्तिकनयमतेन तदभिधेयपञ्चास्तिकायभाववन्नित्यं सत् स्वाम्यसम्बन्धचिन्तायां सूत्रार्थोभयरूपं सम्यक्छुतमेव भवति। स्वामिसम्बन्धचिन्तायां तु भाज्यम्, स्वामिपरिणामविशेषात्, कदाचित् सम्यक्छुतं कदाचिद् विपर्ययः।
(नंदीसूत्र० सूत्र ७१ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org