SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ભાવતીર્થ - દ્વાદશાંગી ક્રિયામાં પુષ્પરવરદીવઢ સૂત્ર બોલો છો, તેનો ભાવાર્થ વાંચો તો ખબર પડશે કે જૈનશાસનમાં શ્રતનું કેટલું મહત્ત્વ છે ! “સુઅસ ભગવઓ’ કહીને શ્રુતને “ભગવાન” શબ્દથી સંબોધે છે. સંસારનું શ્રેષ્ઠ ઐશ્વર્ય આ દ્વાદશાંગીમાં સમાયેલું છે. અનેક પ્રકારનાં જ્ઞાન, વિજ્ઞાન, કળા, વિદ્યા, મંત્ર, લબ્ધિઓ શ્રતમાં અંતર્નિહિત છે. શ્રુતકેવલીઓને તે સમગ્ર ઐશ્વર્ય, શક્તિ પ્રાપ્ત હોય છે. વળી, દુનિયાનાં સર્વ સત્યો આમાં સમાયેલાં છે. તમામ ફીલોસોફીઓ દૃષ્ટિવાદમાંથી નીકળી છે. જેમ સમુદ્રમાંથી જ આખી દુનિયામાં પાણી ફેલાયેલું છે, તે જ સર્વ જળનો મૂળ સ્રોત છે, તેમ આ દુનિયાની સર્વ વિચારધારાઓ-તત્ત્વજ્ઞાનનું મૂળ આ દ્વાદશાંગી છે. આ વાત boasting-બડાઈ નથી. વર્તમાનમાં પણ જૈનદર્શન સાંગોપાંગ ભણે તેને અવશ્ય ખાતરી થાય. વિશ્વમાં વિદ્યમાન એવી કોઈ ફીલોસોફી નથી કે જેના સિદ્ધાંતને અમે ઉપલબ્ધ જૈન આગમમાંથી reference-ઉલ્લેખ સાથે બતાવી ન શકીએ. જોકે હાલનાં ૪૫ આગમો સંપૂર્ણ નથી, દ્વાદશાંગી કરતાં ઘણું નાનું કદ છે. મોટા ભાગનું નાશ પામ્યું; કેમ કે મગજમાં ધારણ કરવાની કોઈની ક્ષમતા નહોતી. છતાં જે શ્રુતજ્ઞાન રહ્યું છે તેમાં પણ અમે દાવા સાથે કહી શકીએ કે, વર્તમાન દુનિયાની કોઈપણ ફીલોસોફી તમે લઈ આવો, તેનું મૂળ જિનાગમમાંથી ચોક્કસ બતાવી શકાય. તેથી કહીએ છીએ કે સર્વ દર્શનો જિનાગમમાંથી નીકળ્યાં છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે “સર્વ દર્શન તણું મૂલ તુજ શાસનમુ, તેણે તે એક સુવિવેક ગુણીએ.” એક જૈનદર્શન સમજો એટલે સર્વ દર્શનનો અવશ્ય બોધ થઈ જાય. આવા મહાન વિદ્વાનને પાકી શ્રદ્ધા છે કે સર્વ વિચારધારા-તત્ત્વ આ દ્વાદશાંગીમાંથી નિર્ગમ પામ્યું છે. તમને આવી શ્રદ્ધા ક્યારે થશે ખબર નથી. જગતના સર્વ તત્ત્વને વ્યાપીને રહેલું આ શ્રુત છે, અતિશય ઐશ્વર્યયુક્ત છે, અનેક પ્રકારની ભૌતિક અને આત્મિક રિદ્ધિ-સિદ્ધિ એમાં સમાયેલી છે. “ત્રણ લોક તેમાં શેયરૂપે પ્રતિષ્ઠિત છે, તે દેવો અને દાનવોથી પણ પૂજાયેલ છે, જીવમાત્રનાં સર્વ દુઃખોનો નાશ કરવાની તેમાં શક્તિ છે. આ સંસારનું અમૃત કહો તો અમૃત, સાર કહો તો સાર, આનંદદાયી તત્ત્વ કહો તો આનંદદાયી તત્ત્વ તે જિનવચનમાં જ છે. જેને આમાં રસ પડી જાય તેનો તો ભવ સુધરી જ જાય. પ્રત્યેક આગમમાં એટલું ઊંડું જ્ઞાન છે કે તેને શરણ તરીકે સ્વીકારીને અનુસરનારને આ લોકમાં પણ કોઈ ચિંતા નથી, ગમે તે સંયોગોમાં સમાધિ એની હથેળીમાં જ છે. અંતરમાં પરિણામ પામેલું શ્રત જ અવસરે સ્વહિતચિંતા કરાવશે. પ્રતિક્ષણ સત્ની પ્રેરણા આપવી તે જ શાસ્ત્રનું કામ છે. દ્વાદશાંગી સાચું અમૃત છે, જીવનમાં સાચી સુખ-શાંતિ આપે, મરતાં સમાધિ આપે અને પરભવમાં પણ સાથે આવે : બાહ્ય જગતથી ગમે તેટલા દાઝેલા હશો તો પણ તમને અંતરમાં સાચાં સુખ-શાંતિ આ જ્ઞાન જ આપશે. આ જગતમાં સમ્યગુ જ્ઞાન સિવાય કોઈ શાંતિ આપી શકે તેમ નથી. આ જ જીવનની ખરી મૂડી છે. જેટલું મેળવ્યું હશે એટલે આ ભવમાં પણ મરતાં સુધી અવશ્ય કામ લાગશે. જીવતાં સમાધિ, મરતાં સમાધિ અને પરભવમાં પણ સમાધિ આપશે. મિથ્યાજ્ઞાન ભણવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. જેમ જેમ મિથ્યાજ્ઞાન ભણો તેમ તેમ ભવાંતરમાં વધારે મૂર્ખ થવાના. અજ્ઞાનથી જ્ઞાનાવરણીય નથી બંધાતું, સર્વ જ્ઞાનાવરણીય કર્મો મિથ્યાજ્ઞાનથી જ બંધાય છે. ભૂતકાળમાં મિથ્યાજ્ઞાનથી બાંધેલાં જ્ઞાનાવરણીય કર્મોને તોડવાનું સાધન પણ સમ્યજ્ઞાન જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy