________________
૨૩૯
ભાવતીર્થ - દ્વાદશાંગી ભાવને આવરી લેનારાં છે. આ દુનિયામાં એવો કોઈ પણ વિષય નથી કે જે શાસ્ત્રમાં સૂચકરૂપે ન હોય. પન્નવણાસ્ત્રમાં આવે છે કે જેટલા પણ શ્રુતકેવલી છે તે છબસ્થ હોવા છતાં આ જગતના સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને શ્રુતના બળથી પ્રત્યક્ષ જોનારા છે. અહીં શ્રુતકેવલી સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના માત્ર જાણકાર જ નહીં, પણ પ્રત્યક્ષ જોનાર છે તેવું કહ્યું, તેનો ખુલાસો આપતાં જણાવ્યું કે, મૃતથી જાણેલું જ્ઞાન પ્રત્યક્ષ જેવું સચોટ હોય છે, તેથી અમે તેને પ્રત્યક્ષ જ કહીએ છીએ. વિચાર કરો, શ્રુતજ્ઞાનમાં પણ કેવી વેધકતા હશે ! ગણધરો માટે જે સર્વસ્વ મૂડીરૂપ ગણિપિટક બને તે શ્રતમાં કચાશ ક્યાંથી હોય! તેમાં સમસ્ત અનુશાસન માટેના નીતિ-નિયમો, માર્ગદર્શન, સાધન-સામગ્રી બધું જ સમાય. તેથી શાસ્ત્ર એ જ અમારી જીવનદૃષ્ટિ છે. તમને શાસ્ત્ર સાથે વિરોધ હોય તો સમજી લેવાનું કે મારે અને તમારે કાયમનો વિરોધ છે. તમે શાસ્ત્રના ઉપાસક બનવા તૈયાર હો તો જ તમને અમારી વાત ગમશે. કોઈપણ કાંઈ નવી વાત કરે તો અમે ચોક્કસ પૂછીએ કે શાસ્ત્રમાં આ વાત ક્યાં છે ? જો શાસ્ત્રમાં ન હોય તેવી વાત કરે તો અમે કહીએ કે તારી વાત તારી પાસે રાખ. હું કંઈ તારો અનુયાયી નથી. વર્તમાનમાં ઉપલબ્ધ શાસ્ત્રોમાં પણ વિશ્વના ત્રિકાલાબાધિત સિદ્ધાંતોનું વર્ણન આવે છે, તેમ જ તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર ઉત્સર્ગ-અપવાદમય આચારનું પણ વર્ણન છે જ. તેથી આ શાસ્ત્રો કોઈ કાળે out-dated-કાલગ્રસ્ત ન જ થાય. જેને out-dated-કાલગ્રસ્ત લાગે તેનું માથું જ out-dated-કાલગ્રસ્ત થઈ ગયું છે.
સૂત્ર-અર્થ તત્ત્વ કરી સકહું ?
મુહપત્તિના બોલમાં તમારે પણ બોલવાનું છે કે સૂત્ર-અર્થ તત્ત્વ કરી સદ્દઉં અર્થાત્ જેટલાં ગણધરરચિત સૂત્રો છે અને તીર્થકરકથિત અર્થો છે તે સર્વની હું તત્ત્વ તરીકે શ્રદ્ધા કરું છું અર્થાત્ આ દુનિયામાં જે કાંઈ પણ સત્ય છે તે આ સૂત્ર-અર્થમાં સમાય છે, તેનાથી વિરુદ્ધ બધું અસત્ય છે. તમને આવી પાકી શ્રદ્ધા છે ? કે પછી મુહપત્તિ ખાલી આમથી તેમ ફેરવો છો ? પ્રથમ બોલમાં જ પ્રતિજ્ઞા કરાવે છે કે આ વિશ્વમાં મને સૂત્ર-અર્થ પર જ શ્રદ્ધા છે. રાજકીય ક્ષેત્રમાં પણ શાસ્ત્રવિરુદ્ધ વાત આવે તો તમને મનથી મંજૂર ન થવી જોઈએ. આર્થિક
आरतो पुण जे सुतनाणी ते सव्वदव्वनाण-पासणतासु भइता। सा य भयणा मतिविसेसतो जाणितव्वा । एवं खेत्त-काल-भावेसु वि [जे० २२३ द्वि०] भाणितव्वा।।।
(નંલીસુત્ત ચૂ) ★ ११९. "से समासओ" इत्यादि। 'तद्' द्वादशाङ्गं समासतश्चतुर्विधं प्रज्ञप्तमित्यादि प्रायो गतार्थमेव। नवरम्-द्रव्यतः श्रुतज्ञानी उपयुक्तः सन् सर्वद्रव्याणि जानाति पश्यतीति, अत्राभिन्नदशपूर्वधरादिः श्रुतकेवली परिगृह्यते, तदारतो भजना, सा पुनर्मतिविशेषतो ज्ञातव्येति। अत्राह-ननु पश्यतीति कथम्? कथञ्चन सकलगोचरदर्शनायोगात्, अत्रोच्यते, प्रज्ञापनायां श्रुतज्ञानपश्यत्तायाः प्रतिपादितत्वात्, अनुत्तरविमानादीनां चाऽऽलेख्यकरणात्, सर्वथा चादृष्टस्याऽऽलेख्यकरणानुपपत्तेः । एवं क्षेत्रादिष्वपि भावनीयमिति। अन्ये तु "न पश्यति" इत्यभिदधति।।
(નંદીસૂત્ર સૂત્ર ૧૨ ટી) ★ अङ्गति गच्छति व्याप्नोति त्रिकालगोचराशेषद्रव्य-पर्यायानित्यङ्गशब्दनिष्पत्तेः ।(षटखण्डागम टीका (धवला)९, पृ.१९४) * महान् विषयः सर्वद्रव्याऽसर्वपर्यायलक्षणो यस्य तत्तथा, (तत्त्वार्थाधिगमसूत्र-संबंधकारिका श्लोक १९ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org