________________
૨૪૦
ભાવતીર્થ - દ્વાદશાંગી ક્ષેત્રમાં પણ શાસ્ત્રાનુસારી વાતની જ સત્ય તરીકે શ્રદ્ધા જોઈએ.
સભા રાજકીય ક્ષેત્ર કે આર્થિક ક્ષેત્રમાં શાસ્ત્રાનુસારી શું હોઈ શકે ?
સાહેબજીઃ દા.ત. શાસ્ત્રો કહે છે કે રાજ્ય પ્રજા પ્રત્યેની ન્યાય-સુરક્ષા આદિની ફરજ અદા કરતું હોય તો તેને પ્રજા પાસેથી ટેક્ષ-વેરો લેવાનો ચોક્કસ અધિકાર છે. ગમે તેવું સુરાજ્ય હોય તો પણ સત્તાધીશ પ્રજાને ન્યાય કે સુરક્ષા મફતમાં ન આપી શકે. તેથી ખર્ચ કાઢવા સમષ્ટિના હિતના ઉદ્દેશથી રાજ્ય પ્રજા પાસેથી અઢાર ટકા વેરો લઈ શકે છે. આ રાજ્યવ્યવસ્થા ઋષભદેવ ભગવાને સ્થાપી છે. પરંતુ વર્તમાન રાજ્ય તમારી પાસેથી ૬૦-૭૦ ટકા વેરો લે, તો અમે કહીએ કે તે પ્રજાને લૂંટે છે. અહીં કોઈ રાજ્યના કરગ્રહણના અધિકારને માન્ય ન કરે તો તે પણ જિનાજ્ઞાવિરુદ્ધ, શાસ્ત્રને અમાન્ય વાત થઈ. તે જ રીતે વ્યાપારના ક્ષેત્રમાં પણ ધર્મશાસ્ત્ર અનેક ઉચિત વાતો જણાવે છે, જે શાસ્ત્રને સમર્પિત થનારાએ અવશ્ય સદુહણા કરવી પડે. માત્ર મોઢેથી બોલ બોલી જવો પર્યાપ્ત નથી. જીવનના દરેક ક્ષેત્રમાં શાસ્ત્રનું માર્ગદર્શન યોગ્ય જ હશે, તેથી સૂત્રઅર્થ જ પ્રમાણ છે. તેમાં જ આખા સંસારનું હિતકારી તત્ત્વ સમાયેલું છે, તેવી તમારી પાકી શ્રદ્ધા જોઈએ. તો જ મુહપત્તિના પડિલેહણનો પહેલો બોલ સાચો થશે.
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
(+મતિત પ્રર00 શ્લોઝ-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જીવનમાં ઉન્નત દષ્ટિ, તેને અનુરૂપ આચાર અને તે બંને સંગત થાય તેવા સિદ્ધાંત દ્વાદશાંગી જ આપી શકે છે :
ભવચક્રમાં ભમતાં જીવોને વ્યક્તિરૂપે તારક અને શરણ તીર્થ ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતો છે. તે ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતોને પણ દષ્ટિરૂપ તારક અને શરણ તીર્થ દ્વાદશાંગી છે. તેથી દ્વાદશાંગી સર્વોપરી તીર્થ છે. લિપિરૂપ શાસ્ત્ર જડ છે, શબ્દરૂપ (વચનરૂપ) શાસ્ત્ર પણ જડ છે, છતાં લિપિ કરતાં વચનરૂપ ઉચ્ચારણ વધારે અસરકારક છે અને તેના કરતાં પણ આત્મામાં રહેલ શ્રુતજ્ઞાનરૂપ શાસ્ત્રનું મહત્ત્વ વધારે છે; કારણ કે તે વેધક, અસરકારક અને જીવંત છે. તે શ્રુતજ્ઞાનમય શાસ્ત્રના પણ બે પ્રકારો છે. (૧) સૂત્રજ્ઞાનરૂપ શાસ્ત્ર અને (૨) અર્થજ્ઞાનરૂપ શાસ્ત્ર. સૂત્રજ્ઞાનરૂપ શાસ્ત્ર કરતાં અર્થજ્ઞાનરૂપ શાસ્ત્ર વધારે ચડિયાતું છે; કારણ કે તે સનાતન-શાશ્વત છે, વળી તીર્થકરકથિત છે; જ્યારે સૂત્રજ્ઞાનરૂપ શાસ્ત્ર પરિવર્તનશીલ છે અને ગણધરકથિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org