________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૩૭ પ્રવ્રજ્યાને સ્વીકારે છે. તેથી આ સૂત્ર શબ્દથી પણ શાશ્વત અને અર્થથી પણ શાશ્વત છે. આવાં સૂત્રો સર્વ તીર્થકરોના શાસનમાં મહામહિમાવંત અને પ્રમાણભૂત સૂત્રો છે. પરંતુ તે સિવાયનાં વિશાળ બાર અંગાત્મક સૂત્રો છે, જે સર્વ શબ્દથી શાશ્વત નથી, અર્થથી શાશ્વત છે.
દ્વાદશાંગીની ઓળખાણ આપતાં લખ્યું કે ““આ દ્વાદશાંગીનું આદિ સૂત્ર સામાયિકસૂત્ર છે અને અંતિમ સૂત્ર બિંદુસાર નામનું ચૌદમું પૂર્વ છે.” તેથી દ્વાદશાંગી શબ્દ દ્વારા સામાયિકથી માંડીને બિંદુસાર સુધીનાં સૂત્રો આવે, જે કદરૂપે કરોડો-કરોડો ગ્રંથ પ્રમાણ થાય. આટલી વિશાળ કદરાશી છતાં દ્વાદશાંગીને મિતાક્ષરી કહી છે; કારણ કે તેનો વિવેચનરૂપ અર્થ તો તેના કરતાં અનંતગણો વિશાળ છે. આ સામાયિકથી માંડીને બિંદુસાર પર્વત દ્વાદશાંગીને ગણધરો પોતાના જીવનનું સર્વસ્વ, પ્રાણ માને છે. આ શાસનમાં જે જે જીવંત તીર્થરૂપ વ્યક્તિઓ થશે તે સર્વની આંખ, આધાર, શરણ, પ્રાણ, જીવનદૃષ્ટિ આ દ્વાદશાંગીરૂપ શાસ્ત્ર જ છે. તેથી જીવંત તીર્થને માર્ગદર્શક એવી દ્વાદશાંગી મહાજીવંત તીર્થ છે. દ્વાદશાંગી શાસ્ત્રોની સફળતા હિતાહિતની પ્રેરણા આપવામાં છે :
વળી આ દ્વાદશાંગી મોહનો પરમ શત્રુ છે. મોહના વર્ચસ્વ નીચે રહેલા જીવોને તેના પંજામાંથી કાયમ ખાતે છોડાવવા તે જ તેનું કામ છે. સમગ્ર જીવોને સંતાપદાયક એવા મોહના વર્ચસ્વમાંથી સંપૂર્ણ છૂટ્યા વિના કોઈનો મોક્ષ નથી. સર્વદુઃખમુક્તિ માટે મોહનાશ જ મુખ્ય ઉપાય છે અને તે કરવા માટે જીવનદૃષ્ટિ આપનાર દ્વાદશાંગી છે. દ્વાદશાંગીના પ્રત્યેક વચનમાં મોહવિરોધી તત્ત્વ ભરેલું છે. તેથી જ તેનું શરણ ન સ્વીકારનાર કદી તરે નહીં. વળી તેનું શ્રદ્ધાથી શરણ સ્વીકારનારને દ્વાદશાંગીનું પ્રત્યેક વચન મોહનાશની સતત પ્રેરણા આપ્યા કરે છે. પ્રત્યેક જિનવચનમાં સંવેગ-નિર્વેદ પ્રગટાવવાની તીવ્ર શક્તિ છે. જે અસારને અસાર બતાવે, સારને સાર બતાવે, સતત હિતની અંતરમાં પ્રેરણા આપ્યા કરે તે શાસ્ત્રો દર્પણ જેવાં છે. તે સમગ્ર વિશ્વનું અતિ સ્પષ્ટ દર્શન કરાવે છે. જે જેવું છે તેવું દર્શાવી તેનો વિવેક પ્રેરે છે. તેના શરણ વિના તીર્થકરોનો પણ ઉદ્ધાર નથી થયો તો મારો અને તમારો તો ઉદ્ધાર ક્યાંથી થવાનો? વળી અત્યારે દ્વાદશાંગી પરિપૂર્ણ ઉપલબ્ધ
૧ ‘કૃતસ્ય’તિ-પ્રવચની સામયિદ્રિવતુર્દશપૂર્વપર્યન્તી,
(તિવિસ્તરા ટા) 'श्रतस्येति प्रवचनस्य सामायिकादेबिन्दसारपर्यन्तस्य
(धर्मसंग्रह श्लोक ६१ टीका) २ बह्वर्थमल्पाक्षरमेव हि सूत्रमामनन्ति । अत एवोक्तम्-“सव्वणईणं जइ हुज्ज वालुया सव्वउदहिजं तोयं । इत्तो अणंतगुणिओ, अत्थो इक्कस्स सुत्तस्स।।" इति। तदेवमत्रार्थापेक्षमक्षराणां मितत्वम्, अन्यथा तु बहुहस्तिप्रमाणमषीपुञ्जलेख्यत्वाभिधानान्न तदुपपत्तिः।
(ન્દ્ર સ્તુતિ ચતુર્વિશિક્ષા સ્વપજ્ઞ વિવર ફ્લોવર રૂ) 3 पुरःस्थितानिवोर्ध्वाधस्तिर्यग्लोकविवर्तिनः। सर्वान् भावानवेक्षन्ते, ज्ञानिनः शास्त्रचक्षुषा ।।२।। (ज्ञानसार० अष्टक २४) ४ जगन्महामोहनिद्राप्रत्यूषसमयोपमम्। मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः ।।२२ ।। | (સર્વાર્દિ સ્તોત્ર) * प्रशमकारि प्रवचनं शासनं द्वादशाङ्गमाचारादिदृष्टिवादपर्यन्तम्, तच्च रत्नाकरवदनेकाश्चर्यनिधानम्,
(પ્રશમરતિપ્રદર સ્નો ૨ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org