________________
૨૩૬
ભાવતીર્થ - દ્વાદશાંગી સાહેબજી ઃ તે સમજવા તમારે તમારી બુદ્ધિ લંબાવવાની જરૂર છે. કોઈ ધર્મે ઈંડામાંથી વિંગ્વનો જન્મ થયો એમ કહ્યું, કોઈએ અંધકારમાંથી વિશ્વનો જન્મ થયો એમ કહ્યું, કોઈએ ઈશ્વરમાંથી સૃષ્ટિનો જન્મ થયો એમ માન્યું; આવી અનેક આડીઅવળી કલ્પનાઓ કરી છે. આધુનિક વિજ્ઞાન પણ Big Bangમાંથી વર્તમાન વિશ્વનું સર્જન માને છે, જ્યારે જૈનધર્મ અત્યંત પ્રત્યક્ષ આધારિત અને તર્કવાદી છે. તેનો જબ્બર પુરાવો આ છે કે, ભગવાને સૃષ્ટિ તમારી સામે જેવી દેખાય છે અને જે નિયમોના આધારે તેનું સંચાલન પ્રત્યક્ષ છે તેને સ્વીકારવાનો આગ્રહ રાખ્યો, પરંતુ કોઈ કુકલ્પનાને અવકાશ ન આપ્યો. વિશ્વમાં કોઈ પણ ઘટના તેનાં ચોક્કસ કારણો વિના બનતી નથી. બાપ વિના દીકરો પેદા નથી થતો, બીજ વિના ઝાડ પેદા નથી થતું, માટી વિના ઘડો પેદા નથી થતો, જે પ્રત્યક્ષ છે. તેથી દીકરાની પૂર્વે બાપ અવશ્ય માનવો પડશે, જે સ્વયં પણ બાપ વિના પેદા ન જ થઈ શકે. તેથી કાર્ય-કારણના અતૂટ સિદ્ધાંતના બળે વિશ્વ જેવું દેખાય છે તેવું અનાદિ-અનંત માન્યા સિવાય છૂટકો નથી. આને સમજાવવા વિસ્તારરૂપે પ્રત્યક્ષ આધારિત હજારો તર્ક શાસ્ત્રમાં આપેલ છે. તેથી વિશ્વ અનાદિ-અનંત છે તેમાં કોઈ શંકા નથી. માત્ર તે પર્યાયની અપેક્ષાએ પરિવર્તનશીલ છે અને દ્રવ્યની અપેક્ષાએ અપરિવર્તનશીલ છે. આ મહાન સત્ય જે મર્મરૂપે સમજી શકે તેને ત્રિપદીનું રહસ્ય ખૂલે વિશ્વવ્યવસ્થામાં કાર્ય-કારણનો સિદ્ધાંત તો એટલો અટલ છે કે તેમાં કોઈ ફેરફાર ન કરી શકે. જેમ કેરીના ગોટલામાંથી કેરી મેળવવી હોય તો એકલા ગોટલાથી પણ નહીં બને અને એકલી જમીન કે પાણી કે હવા પણ આંબો પેદા કરી નહીં શકે. તેથી ઉપાદાનકારણ અને નિમિત્તકારણનું યોગ્ય રીતે સંયોજન અનિવાર્ય છે. એકલા ઉપાદાનથી ફળ નીપજ્યાનો કે એકલા નિમિત્તથી ફળ નીપજ્યાનો હજી સુધી દુનિયામાં દાખલો નથી. તીર્થકરોએ પણ આ નિયમો સર્યા નથી, માત્ર જાણીને દર્શાવ્યા છે. વિશ્વવ્યવસ્થાના હિતકારી નિયમોને સમજીને તેનું અનુસરણ કરવું તે જ ધર્મ છે, તે જ તીર્થકરો સ્વયં જાણીને વિશ્વને જણાવે છે, તે જ ધર્મોપદેશ છે.
જીવંત તીર્થને પણ માર્ગદર્શક દ્વાદશાંગી મહાજીવંત તીર્થ છે :
તમે કહેશો કે આ દુનિયા કેમ ચાલે છે તેની મારે શું નિસ્બત ? મને તો મન ફાવે તેમ જીવવામાં રસ છે. તો તમે ભૂલો છો. તેમ કરવાથી તમે જ દુઃખી થશો. ‘આગ બાળે” એ નિયમ સૌને લાગુ પડે, પછી તે નિયમ તમે જાણો કે ન જાણો તેની સાથે નિસ્બત નથી. તેથી ન જાણનારને બળવાનું જોખમ વધારે છે, જાણીને દૂર રહેનાર સલામત છે. તેમ તીર્થકરો કહે છે કે, સષ્ટિનાં સત્યો મેં જાણ્યાં છે. તમને હિતકારી સત્ય કહ્યું છે. સાંભળશો, સમજશો, અનુસરશો તો તમારું કલ્યાણ થશે, નહીં તો તમે જ રખડશો, ભગવાનને કોઈ તકલીફ નથી. ધર્મ શાશ્વત સત્યોના આધારે જ પ્રેરણા આપે છે; કેમ કે દ્વાદશાંગી અર્થથી સનાતન છે. દ્વાદશાંગીનાં અન્ય સૂત્રો શબ્દથી બદલાય છે, પરંતુ નમસ્કાર મહામંત્ર, કરેમિ ભંતે સામાયિક સૂત્ર, ત્રિપદી, વગેરે શબ્દ અને અર્થ બંનેથી સનાતન, શાશ્વત છે; કારણ કે જીવનમાં સામાયિકધર્મ પામવો હોય તો કરેમિ ભંતે સૂત્ર પ્રતિજ્ઞારૂપે જોઈએ. આનાથી ટૂંકું, આટલા ઊંડા અર્થવાળું બીજું સૂત્ર કોઈ બનાવી ન શકે. તેમાં સામાયિક માટે જે ચોક્કસ પ્રતિજ્ઞા જરૂરી છે તેને યોગ્ય સુબદ્ધ શબ્દો છે. આમાં કાનો માત્ર પણ ઓછો કરી શકાય તેમ નથી. અરે, તીર્થંકરો સ્વયં દીક્ષા લે ત્યારે પ્રત્યેક તીર્થંકર પણ પ્રતિજ્ઞારૂપે કરેમિ સામાઇયં બોલીને પરમ સામાયિકધર્મરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org