________________
૨૨૬
ભાવતીર્થ - દ્વાદશાંગી આવું બોલનારને અક્કલ નથી કે જેમાં સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું તત્ત્વરૂપે વર્ણન આવે, તેમ જ સર્વ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવસાપેક્ષ ઉત્સર્ગ-અપવાદમય આચારનું વિશ્લેષણ હોય, તે જ સાચાં શાસ્ત્રો કહેવાય. આ વ્યાખ્યાથી શાસ્ત્રને પિછાણનારને કદી આવા વિકલ્પો થાય જ નહીં.
સભા પણ શાસ્ત્રમાં વર્ણન બહુ મોઘમ(ગર્ભિત) હોય છે.
સાહેબજી : હા, ચોક્કસ. વિસ્તાર કરવા બેસો તો જિંદગીઓ પૂરી થઈ જાય, ભવોના ભવો સુધી વર્ણન પતે નહીં. જગતનું તત્ત્વ એટલું વિશાળ છે કે તેને વિસ્તારથી કહેવા બેસો તો મહાકાય ગ્રંથાગારો પણ અતિ નાના પડે. ૧૪ પૂર્વરૂપ શાસ્ત્રોનું કદ ઘણું વિશાળ છે. તેના સર્વ શબ્દો લિપિબદ્ધ કરો તો આખું મુંબઈ ભરાઈ જાય, છતાં જગ્યા નાની પડે, એટલો વિશાળ ગ્રંથરાશિ બને. તો પણ તે વર્ણનની દૃષ્ટિએ સંક્ષેપ છે, મિતાક્ષર છે. કદથી વિશાળ ૧૪ પૂર્વે પણ સંક્ષિપ્ત સૂત્રાત્મક છે. તેના એક એક સૂત્રનો અર્થ અનંત ગણો છે. અર્થની અપેક્ષાએ બહુ ઓછા અક્ષરોમાં રચાયેલી રચના છે. અર્થગાંભીર્ય મહાન છે. આ વાત કપોલકલ્પના નથી. પૂર્વાચાર્યોએ લખ્યું કે આ જિનવચનમાં એવું એક વચન નથી કે જેના અનંત અર્થ ન થતા હોય. આવું લખનારા આચાર્યો પોતે જ એક સૂત્રના પાંચ-દશ હજાર અર્થ તો કરી બતાવે. આ ઉપરથી તમે શાસ્ત્રોનું ઊંડાણ કલ્પી શકશો. શ્રુતકેવલી પૂજ્ય વાચકવર ઉમાસ્વાતિ મહારાજે દ્વાદશાંગીની ઓળખ આપતાં કહ્યું કે આ પ્રવચન અગાધ સમુદ્ર છે. એનો પાર અમારા જેવા વામણા કેવી રીતે પામી શકે ? તેને પાર પામવાની અમારી શક્તિ નથી; કેમ કે તેના એક એક વચનનો અર્થ નય-નિક્ષેપા-અનુયોગથી ભરપૂર છે. અમે તો તેની આછી ઓળખ આપી છે. લાયક જીવને ટૂંક પરિચય દ્વારા ભક્તિ-બહુમાન કરાવવા ઈચ્છીએ છીએ. અમે સ્વયં આ પ્રવચનનો પાર પામી ગયા એવો અમારો દાવો નથી.” આવું કહેનાર પૂ. ઉમાસ્વાતિજી પોતે, ‘નમો અરિહંતાણં' પદનું
१ ११९. से समासतो चउव्विहे पण्णत्ते, तं जहा-दव्वओ खेत्तओ कालओ भावओ। तत्थ दव्वओ णं सुयणाणी उवउत्ते सव्वदव्वाइं जाणइ पासइ। खेत्तओ णं सुयणाणी उवउत्ते सव्वं खेत्तं जाणइ पासइ। कालओ णं सुयणाणी उवउत्ते सव्वं कालं जाणइ पासइ। भावओ णं सुयणाणी उवउत्ते सव्वे भावे जाणइ पासइ।
(નંતીસૂટ-મૂત) २ अनन्तगमपर्यायं सर्वमेव जिनागमे। सूत्रं यतोऽस्य कान्येन व्याख्यां कः कर्तुमीश्वरः ।।२।। (ललितविस्तरा टीका) * तद्धि परमदुर्गं दुरवगाहम् अनन्तगमपर्यायार्थत्वात्। तथा चोक्तम्-'अणंतगमपज्जवं सुत्तम्' इति। अर्थो हि अनन्तैर्गम: पर्यायैश्च यस्य सर्वज्ञशासनपुरस्य तदनन्तगमपर्यायार्थम्। गमाः स्यादस्ति स्यानास्तीति सप्त विकल्पाः। पर्यायास्तु प्रकृतवस्त्वपेक्षा: सूत्रपदस्यैकस्यार्था बहवः।
(प्रशमरतिप्रकरणम्श्लोक ३ टीका) 3 एवं तीर्थमहिमाक्षिप्तबुद्धिराचार्यशक्तिमसंभावयन्नाचार्यदेशीयः प्रत्यवतिष्ठते(व्या.) महत इत्यादि । महतो भूयसः, अतिशयेन महाविषयस्य महार्थस्य, दुर्गमो ग्रन्थभाष्ययोः पारो निष्ठाऽस्य स तथा तस्य, तत्र विशिष्टानुपूर्वीकपदसन्ततिम्रन्थः, तस्य महत्त्वादध्ययनमात्रेणापि दुर्गमः पारः, तस्यैवार्थविवरणं भाष्यम्, तस्यापि नयवादानुगमत्वादशक्यलाभः पारः। अयं ह्यागमो महतापि पुरुषायुषेणाशक्यो व्यावर्णयितुम्, तदित्थमस्य जिनवचनमहोदधेः प्रत्यासं सङ्ग्रहं कर्तुं कः शक्तो न कोऽपीत्यभिप्रायः। किं तेऽहं धारयामीत्यत्रेव किमोऽत्रापलापे प्रयोगात्।।२३।।
(तत्त्वार्थाधिगमसूत्र संबंधकारिका श्लोक २३ टीका उपा. यशोविजयजी)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org