________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૨૫ તુલ્ય તારકતા છે. શ્રીસંઘમાં વ્યક્તિરૂપે ગણધરોનું શ્રેષ્ઠ મહત્ત્વ સ્થાપવું છે; તેથી જેમ નવા રાજાને જૂનો રાજા નમે છે, નૂતન આચાર્યને ગુરુઆચાર્ય વંદન કરે છે, તેમ તીર્થંકર ગણધરને નમે છે; કેમ કે લોકમાનસમાં પૂજિતપૂજ્યનો વ્યવહાર પ્રચલિત છે, પૂજનીય પણ જેને પૂજે તેને સૌ પૂજે. તમે શ્રીમંત-સત્તાધીશના પગમાં પડો, તે શ્રીમંત-સત્તાધીશો પણ જેને ઝૂકે તેને તમે આપમેળે મોટો માણસ સમજી જાઓ. તેમ ગણધરોની તીર્થ તરીકે ઉત્તમ આદેયતા સ્થાપિત કરવા તીર્થકરો તેમને નમે છે. તેથી અભિગમમાં જબરદસ્ત તફાવત છે. દ્વાદશાંગીરૂપી શાસ્ત્રની મહાનતા, વિશાળતા, ગહનતા અને સંક્ષિપ્તતા :
તમને વિશ્વતારક દ્વાદશાંગીની મહત્તા સમજાવી જોઈએ. "આ જગતમાં જેટલા પણ હિતકારી અને અહિતકારી પદાર્થો છે તેનું હિતાહિતરૂપે સમગ્રતાથી જેમાં માર્ગદર્શન છે તેનું નામ શાસ્ત્ર. શાસ્ત્ર શબ્દ જ અનુશાસન અને રક્ષણનું ભાન કરાવે છે. વ્યુત્પત્તિ જ “શાસન કરે અને ત્રાણ કરે તે શાસ્ત્ર” તેવી છે, જેમ રાજ્ય પ્રજાનું શાસન અને રક્ષણ કરે. તમારી વર્તમાન સરકાર તો શાસન છોડી વેપાર કરે છે, પોતાની મર્યાદા સિવાયની પ્રવૃત્તિમાં માથું મારે છે. પરંતુ અંગ્રેજી government-સરકાર શબ્દ પણ governing-શાસન કરનારનો સૂચક છે. શાસન કરે તે સરકાર(government). જે રાજ્ય પ્રજાનું નીતિઓ દ્વારા અનુશાસન ન કરે અને દુષ્ટો કે દુશ્મનોથી તેની સુરક્ષા ન કરે તે રાજ્ય, રાજ્ય જ નથી. તેમ જેનામાં શાસન અને રક્ષણની તાકાત નથી તે શાસ્ત્ર જ નથી. તે તો ખાલી થોથાં કહેવાય. Printingના-છાપકામના આ યુગમાં નવાં નવાં પુસ્તકોનો કોઈ પાર નથી, પરંતુ તેમાં કોઈમાં શાસ્ત્ર તરીકેની ગુણવત્તા નથી. જેમાં સમગ્ર વિશ્વનું શાસન કરવાની તાકાત છે તે સર્વતારક શાસ્ત્રો તીર્થકરોને પણ આદરપાત્ર છે, તેમાં કોઈ નવાઈ નથી. અરે ! પૂર્ણ શાસ્ત્રને બાજુએ મૂકો, તેના એક એક વચનમાં પણ પ્રચંડ અનુશાસન અને ત્રાણની શક્તિ છે, દિશાશૂન્યને દિશા પૂરી પાડવાનું સામર્થ્ય છે. તેને યથાર્થ રીતે સાંભળનાર, જાણનાર, સમજનાર, વિચારનાર, અનુસરણ કરનારને જે અવશ્ય અહિતમાંથી ઉગારે અને હિતના માર્ગે લઈ જાય, તે અનુશાસન. વળી, દુઃખ, સંક્લેશ અને દુર્ગતિના સંકટથી નક્કી રક્ષણ કરે, તે ત્રાણ. આવાં સર્વાધાર શાસ્ત્રો માટે તમને અત્યંત બહુમાન, પૂજ્યભાવ થવો જોઈએ. તમને શાસ્ત્રોની સાચી ઓળખાણ નથી. આખા જગતને હિતનો માર્ગ-પથ જે દર્શાવે છે તેવાં શાસ્ત્રો માટે ગમે તેમ લખનાર, બોલનાર તો મરી જ જવાના છે. અત્યારે કહે છે કે શાસ્ત્ર જૂના જમાનામાં લખાયાં છે, તેથી તેમાં વર્તમાનયુગની વાતો અને તેના ખુલાસા કે માર્ગદર્શન કેવી રીતે હોય? પરંતુ
१ ‘शासनस्य' निखिलहेयोपादेयभावाविर्भावेन भास्करकल्पस्य जिननिरूपितवचनरूपस्य
(થર્ણવિદ્ અધ્યાય રૂ, સૂત્ર ઘ૭ ટી) ★ भव्यजनानां हेयोपादेयतत्त्वप्रतिपत्तिहेतुभूतागम ...।
(રત્નરાશાવાયારા ૬) २. शास्यन्तेऽनेन जीवा इति शासन-द्वादशाङ्गं
(ાવથસૂત્રનિકુંવિત્ત પર્વ માણ પત્નો ૨૨૬ ટીક્કા) * 'शास्यते जीवाऽजीवादयः पदार्था यथावस्थितत्वेनानेनेति शासनं-द्वादशांगम्।
(सन्मतितर्कप्रकरण प्रथम कांड श्लोक १ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org