________________
૨૨૩
ભાવતીર્થ - દ્વાદશાંગી
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમયવીરૂof, or folioમવળિOTIOf III)
(સમ્મલિત પ્રq{OTo સ્નો-૧)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
તીર્થકરો પણ પ્રતિદિન શાશ્વત પ્રવચનરૂપ તીર્થને નમસ્કાર કરે છે ?
1S :
વાણી દ્વારા અર્થરૂપ તત્ત્વને તીર્થકરોએ કહ્યું, પરંતુ કોઈ તીર્થંકરનો એવો દાવો નથી કે હું જે તત્ત્વ કહું છું તે તત્ત્વ મેં પેદા કર્યું છે, મારું સર્જન છે, મારી શોધ છે. ઊલટું, બધા જ તીર્થકરો એમ કહે છે કે આ તત્ત્વ સનાતન-શાશ્વત છે. તીર્થકરો ઉપદેશરૂપે વિશ્વવ્યવસ્થાના પાયાના મુખ્ય નિયમો રજૂ કરે છે. તે કોઈના બનાવેલા નથી. વળી, તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ નથી. તે અનંતકાળથી જેવા છે તેવા જ હાલમાં પણ છે, અને ભવિષ્યમાં પણ તેવા જ રહેશે. અનંતકાળ પહેલાં પણ આ જ નવ તત્ત્વ અને આ જ મોક્ષમાર્ગ હતો, આ જ આત્મકલ્યાણનાં ધારાધોરણો અને આ જ આરાધનાની સામગ્રી હતી. વળી, ભવિષ્યના અનંતકાળ પછી પણ આમ જ રહેશે, તેમાં મીનમેખ ફેરફાર થવાનો નથી. કોઈ માને કે શાસ્ત્રો પરિવર્તનશીલ છે, શાસ્ત્રોમાં ઘણા મૂળભૂત ફેરફાર થયા છે, તો તે મૂર્ખ છે; કેમ કે દ્વાદશાંગીનું તત્ત્વ સનાતન જ છે. તીર્થકરો પણ માત્ર તેના દર્શક છે. અરે ! તીર્થકર કથિત છે માટે શાસ્ત્ર પ્રમાણ છે એવું પણ નથી, શાસ્ત્ર સ્વયં પ્રમાણ છે. માત્ર પ્રમાણ એવા શાસ્ત્રને સર્વજ્ઞ ભગવંતો પ્રમાણરૂપે પૂર્ણ જ્ઞાનથી જાણે છે અને જગત સામે શબ્દો દ્વારા સત્ય તરીકે રજૂ કરે છે, જેને ગણધર ભગવંતો સૂત્રરૂપે દ્વાદશાંગીમાં ગૂંથે છે; અને આ જગતનું સત્ય શબ્દો દ્વારા જેમાં અભિવ્યક્ત કરેલું છે તે શાસ્ત્રો છે. સત્ય બોલો કે તત્ત્વ બોલો તે એક જ છે. સમગ્ર ધર્મ સત્યમાં જ પ્રતિષ્ઠિત છે. સૃષ્ટિના પરમાર્થને જેટલું સમજો તેટલું તત્ત્વ સમજાયું કહેવાય, અને જ્યારે તમારો આત્મા સ્વયં હિતકારી તત્ત્વમય બની જાય, ત્યારે સંપૂર્ણ ધર્મરૂપ મોક્ષનું પ્રાગટ્ય થાય. સૃષ્ટિનાં સત્ય અપરિવર્તનશીલ છે. તેમાં કોઈ ગોટાળો, ફેરફાર શક્ય નથી. દા.ત. અનાદિકાળથી જડ એ જડ જ છે અને ચેતન એ ચેતન જ છે.
१ नान्यथा-सर्वज्ञमन्तरेणागमस्यार्थोऽतीन्द्रियो ज्ञातुं शक्यते, ततो नियतार्थप्रदर्शकत्वेन सर्वज्ञादागमस्य प्रामाण्यमिष्यते न साक्षात् तत्प्रणीतत्वेन, तस्य कथंचिन्नित्यतया अभ्युपगमात्। “एसा दुवालसंगी न कयावि नासी, न कयावि नत्थि, न कयावि न भविस्सइ, धुवा नीया” इत्यादिवचनप्रामाण्यात्।
(વર્ણસંગ્રળિ૦ ફ્લોવર પ૨૪ટીવા) ★ शासनंन्द्वादशाङ्गम्। तच्च सिद्धं प्रतिष्ठितम् निश्चितप्रामाण्यमिति यावत् स्वमहिम्नैव, नातः प्रकरणात् प्रतिष्ठाप्यम्।
(સતિત રVT પ્રથમ ક્રાં પત્નોવા ટી ) २ यावन्तो देहिनो लोके, यथावस्थितदृष्टयः। ते सर्वेऽप्यत्र वर्तन्ते, तात्त्विके शुद्धदर्शने।।९०८ । । निर्नष्टममकारास्ते, विवादं नैव कुर्वते। अथ कुर्युस्ततस्तेभ्यो, दातव्यैवैकवाक्यता।।९०९।।
(૩૫મિતિ પ્રસ્તાવ ૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org