________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૨૧
નામ પ્રવચન છે. તેનો અર્થ ‘આ જગતનું ઉત્કૃષ્ટ વચન” એવો છે. અહીં વિશ્વવ્યાપી તત્ત્વને આવરી લેનાર હોવાથી દ્વાદશાંગી ઉત્કૃષ્ટ વચન કહ્યું છે.
આ દુનિયામાં વચનપ્રયોગ તો ઘણા કરે છે. તમે પણ સવારથી સાંજ સુધી કેટલાંય વચનો બોલો છો, પણ તેમાંથી તત્ત્વની વાત લગભગ ન નીકળે; કારણ કે તમારા મગજમાં તત્ત્વ જ ૨મતું નથી. ચોર્યાશી લાખ જીવાયોનિમાં બહુ ઓછા ભવો છે કે જ્યાં જીવને વાણીની શક્તિ મળે છે. સંશી પંચેન્દ્રિય તિર્યંચો પાસે પણ તમારા જેવી ભાષા વાણીની શક્તિ નથી. અતિ વિકસિત ભવોમાં જ આ મળે છે. મહા પુણ્યથી મળતી અને પરોપકારનું શ્રેષ્ઠ સાધન એવી આ વચનશક્તિ છે. તેના સદુપયોગથી તમે તમારું કલ્યાણ પણ કરી શકો. આવી અમૂલ્ય વચનશક્તિનો આખો દિવસ કે જીવનભર શું ઉપયોગ કરો છો, તે વિચારવા જેવું છે. તમે નવરા બેઠા હો અને જો કોઈ વાત કરનાર મળે તો આડાઅવળા ગપાટા મારતાં થાકો ?
સભા ઃ સમય ટૂંકો પડે.
સાહેબજી ઃ આ કાળમાં ૭૦-૮૦ વર્ષનું માંડ આયુષ્ય હોય. તેમાં અડધી જિંદગી ખાવા-પીવા-ઊંધવામાં જાય. બાકીનો ૮૦ ટકા સમય ભોગ-સામગ્રી મેળવવાની મજૂરીમાં કાઢો છો. ત્યારબાદ સિલક રહેલા થોડા સમયનો પણ સદુ૫યોગ ક૨વાની તૈયારી નથી. નિરર્થક વેડફી નાંખવામાં કોઈ હિચકિચાટ નથી. તમને તમારી શક્તિનું જ કોઈ મૂલ્ય નથી. જેને પોતાની શક્તિનું મૂલ્ય ન હોય તેને બીજી કોઈ વ્યક્તિ માન-સન્માન ન આપે તો તે વાજબી જ છે. તમને તમારા માટે માન નથી, તો બીજા તમને માન-સન્માન ન આપે કે તમારો આદરસત્કાર ન કરે તે તમારા માટે proper treatment-યોગ્ય વર્તાવ જ છે. તમને કોઈ ગણકારે નહીં કે કોઈ તમારી કિંમત ઓછી આંકે ત્યારે ધૂંઆપૂંઆ થઈ જાઓ છો, પણ મનમાં વિચાર આવે કે, મારા જીવનની જો મને જ કિંમત નથી, તો બીજા મારી કિંમત કરે તેવો આગ્રહ કેમ ? આ દૃષ્ટિ આવે તો મનુષ્યભવમાં મળેલી બધી જ શક્તિનો ગણીગણીને યોગ્ય ઉપયોગ કરો. શાસ્ત્રમાં લખ્યું કે મહાપુરુષ તેનું નામ કે જેમના મોઢામાંથી એક પણ નિરુપયોગી શબ્દ ન નીકળે, હિતકારી હોય એટલું જ બોલે, વિચારીને જ બોલે, વગર વિચાર્યે મશીન ચાલુ ન થઈ જાય. તમારી તો અત્યારે સ્વીચ ચાલુ થયા પછી બંધ કરવી તમને પોતાને પણ મુશ્કેલ પડે છે. આ વાત એટલા માટે કહું છું કે, શાસ્ત્રવચનો મહાધીર-ગંભીર પુરુષોએ કહ્યાં છે. તેઓ વધારાનો-બિનજરૂરી એક શબ્દ પણ બોલે નહીં. તેનો પ્રત્યેક શબ્દ જગતનું તત્ત્વ અને હિતકારી વાતોને રજૂ ક૨વા ગૂંથાયેલ છે. તમને શાસ્ત્રની મહાન છાપ મનમાં ઊભી થવી જોઈએ. શાસ્ત્રવચનોનો તમારા પર કોઈ પ્રભાવ નથી.
શાસ્ત્રોને તમે મામૂલી ગ્રંથો માનો છો. વર્તમાનમાં printing-છાપકામનો જમાનો છે, દરરોજ કચરા જેવું સાહિત્ય ગોડાઉનો ભરાય તેટલું બહાર પડે છે. તેની સાથે તમે શાસ્ત્રવચનોને કદી સરખાવતા નહીં, 'શાસ્ત્રવચન તો ત્રૈલોક્યસાર છે.
૧ भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारम् ।।३।।
सारं प्रधानं । यथा समुद्रः शेषजलाशयेभ्यः सकाशादुत्कृष्टः, एवमागमोऽपि
सारः तं सारं ।
Jain Education International
For Personal & Private Use Only
( स्नातस्या स्तुति त्रीजो श्लोक) शेषकुतीर्थिकसिद्धान्तेभ्योऽप्यतिरिच्यते इति (સંસારવાવાનજસ્તુતિ શ્લોવ્ઝ - રૂ ટીવા)
www.jainelibrary.org