________________
ભાવતીર્થ - દ્વાદશાંગી
૨૧૯
સભા ઃ તો પછી કેવલી કરતાં ગણધરોએ જ્ઞાનમાં જે જાણ્યું છે તે અનંતમા ભાગે કેવી રીતે કહ્યું ?
સાહેબજી : તે તફાવત તો વિશદતા અને સંક્ષિપ્તતાના કારણે છે. શ્રુતજ્ઞાનનો વિષય પણ વિશ્વના સર્વ પદાર્થો છે અને કેવલજ્ઞાનનો વિષય પણ વિશ્વના સર્વ પદાર્થો છે, માત્ર કેવલી પ્રત્યેક પદાર્થના પર્યાયો કેવલજ્ઞાનથી શ્રુતજ્ઞાની કરતાં અનંતગણા જાણે, તેથી કેવલજ્ઞાનના અનંતમા ભાગે શ્રુતજ્ઞાન આવે; છતાં 'આખા વિશ્વમાં એવું કોઈ દ્રવ્ય નથી કે જેનું વર્ણન શાસ્ત્રમાં ન હોય. માત્ર શાસ્ત્રો વાણી દ્વારા અભિવ્યક્ત કરી શકાય એવા પર્યાયોથી જ તે તે દ્રવ્યનું વર્ણન કરે છે, જ્યારે કેવલી તો વાણીને અગોચર એવા પ્રત્યેક વસ્તુના અનંત પર્યાયોને જુએ અને જાણે છે, તો પણ તે જાણેલાને કેવલી વાણી દ્વારા સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી. જે એકને જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જાણે છે :
કેવલજ્ઞાનની ક્ષમતા અગાધ છે. તેમાં તો એક દ્રવ્યમાં પૂર્ણ વિશ્વનું જ્ઞાન સમાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે “ર જે એકને પૂર્ણપણે જાણે છે તે જ સર્વને પૂર્ણપણે જાણે છે, અને જે સર્વને જાણે છે તે જ એકને જાણે છે.” કારણ કે પ્રત્યેક દ્રવ્યનું સમગ્ર વિશ્વ સાથે interconnection-પરસ્પર જોડાણ છે.
સભા ઃ કઈ રીતે ?
સાહેબજી ઃ તમારી બુદ્ધિ જ બહેર મારી જશે, છતાં દિગ્દર્શનરૂપે સમજાવું. દા.ત. આ એક કપડું છે. આ કપડું પહેલાં રૂ હતું, તે પહેલાં ઝાડ હતું, તે પહેલાં માટી હતું, તે પહેલાં પત્થર હતું, તે પહેલાં અણુ-પરમાણુ હતાં. તેમ ક્રમિક ભૂતકાળમાં જતાં આ અણુ-પરમાણુ સમગ્ર વિશ્વના જડ દ્રવ્યો અને સર્વ આત્મા સાથે કોઈક ને કોઈક સમયે જુદા જુદા સર્વ પ્રકારે connected-જોડાયેલ હતું. તેથી આ કપડામાં રહેલાં અણુ-પરમાણુની સર્વ અવસ્થાઓને જે સંપૂર્ણપણે જાણે તે જ આ કાપડ દ્રવ્યને સમગ્રતાથી જાણે; જે જાણવા આખા વિશ્વની જાણકા૨ી અનિવાર્ય છે. ટૂંકમાં Whole cosmos is interdependent, interconnected and multi complex-આખું વિશ્વ પરસ્પર આધારિત, પરસ્પર જોડાયેલ અને વિવિધતાઓવાળું છે. વિશ્વની એક વસ્તુને પણ પૂરેપૂરી જાણો તો આખું વિશ્વ અવશ્ય જાણી શકો. આ જૈન શાસ્ત્રોનો દૃષ્ટિકોણ ખૂબ જ પા૨દર્શી અને વેધક છે. વૈજ્ઞાનિકોએ આવું કદી વિચાર્યું નથી.
દ્વાદશાંગીની મહાનતા, તીર્થંકરો પણ દ્વાદશાંગીની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી :
જે જૈનદ્રવ્યાનુયોગ જાણે તેને તત્ત્વજ્ઞાનની અદ્વિતીયતા સમજાય અને ખાતરી થાય કે આ દુનિયામાં જિનવચનથી શ્રેષ્ઠ કાંઈ જ નથી. તેથી તીર્થસ્વરૂપ આત્માઓ પણ શાસ્ત્રો પાસે નતમસ્તકે ઊભા રહે
१ ज्ञेयभावप्रदीपं,
(સ્નાતસ્યા સ્તુતિ શ્તો, રૂ)
२ यत उक्तमाचाराङ्गे-“जे एगं जाणइ, से सव्वं जाणइ । जे सव्वं जाणइ, से एगं जाणइ ।” (षड्दर्शन० श्लोक ५५ टीका)
Jain Education International
For Personal & Private Use Only
ין
www.jainelibrary.org