________________
૨૧૬
ભાવતીર્થ - દ્વાદશાંગી જ્યારે બીજી અપેક્ષાએ દ્વાદશાંગીરૂપ પ્રવચન જ જંગમ તીર્થ છે. અહીં બીજા ધર્મતીર્થનું વર્ણન પહેલા ધર્મતીર્થને નકામું સ્થાપિત કરવા માટે નથી, બંનેનું સાપેક્ષ સ્વતંત્ર મૂલ્ય છે. જેમ ગીતાર્થ ગુરુ જીવંત વ્યક્તિ છે, જેનું શરણ સ્વીકારવા માત્રથી જીવો તરે છે; તેમ આત્મામાં રહેલા જીવંત શ્રુતજ્ઞાનને અનુસરવાથી પણ જીવ ચોક્કસ તરે છે, તેથી શ્રુતજ્ઞાન પણ ભાવતીર્થ છે. વળી, વ્યક્તિગત તીર્થ કરતાં ધૃતરૂપ તીર્થ મહાન છે, સર્વને અવશ્ય અનુસરવા લાયક છે. દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની તારકતા અતિ વ્યાપક છે. વ્યક્તિરૂપ તીર્થનું શરણ સ્વીકાર્યા વગર કોઈ તરી જાય એવું બને, પરંતુ દ્વાદશાંગીરૂપ તીર્થનું શરણ સ્વીકાર્યા વગર કોઈ તર્યા નથી અને તરવાના નથી.
"શાસ્ત્ર જ તરવા માટે આખા જગતની આધારશિલા છે. તેનામાં અનુશાસન કરવાની જબરજસ્ત તાકાત છે. અંતરમાં રહેલું સમ્યક શ્રુતજ્ઞાન વ્યક્તિને પળે પળે હિતની પ્રેરણા કરે છે અને અહિતથી બચાવે છે. આત્મામાં રહેલું સમ્યક્ શ્રુતજ્ઞાન કદી પણ અનુશાસન અને રક્ષણની શક્તિથી શૂન્ય હોતું જ નથી. દા.ત. “સર્વ જીવોને હણવા નહીં” એવું શાસ્ત્રાનુસારી શ્રુતજ્ઞાન વ્યક્તિને જીવનમાં અહિંસાના આચરણનું અનુશાસન આપશે અને હિંસાના અનર્થોથી સુરક્ષિત કરશે. તેથી શ્રુતજ્ઞાનમાં તારકતા અનુભવસિદ્ધ છે. વળી, સમ્યકુ શ્રુતજ્ઞાનનો વિષય પણ ત્રિકાલાબાધિત સત્ય જ છે. તેથી આ જગતનું અપરિવર્તનશીલ સત્ય જેમાં સમાયેલું છે, તે જ શાસ્ત્રો છે. આ concept-વિચાર તમારા મગજમાં સ્પષ્ટ હશે તો ઘણી ગેરસમજ અને ગોટાળા નીકળી જશે. વર્તમાનમાં ઘણાને મનમાં થાય છે કે શાસ્ત્રો કોણે લખ્યાં ? ક્યારે લખ્યાં તેની ખબર નથી. વળી તેમાં પાછળથી ઘાલમેલ થઈ હોય તો આપણને શું ખબર ? તેથી શાસ્ત્રો પર આંધળો ભરોસો કેમ રખાય ? પણ આવું વિચારનારને ખબર નથી કે જૈનશાસ્ત્રોનું structure-બંધારણ જ એવું છે કે તેના મૂળભૂત તત્ત્વને કોઈ બદલી ન શકે. અરે ! તીર્થકરો સુદ્ધાં તેમાં એક નવા પૈસાભાર પણ ફેરફાર ન કરી શકે. દા.ત. ભગવાન પાર્શ્વનાથ પછી પ્રભુ મહાવીર ૨૫૦ વર્ષે થયા, પરંતુ તેમની પણ તાકાત નથી કે શાસ્ત્રોના તત્ત્વમાં ફેરફાર કરી શકે. વળી, બીજો કોઈ પણ વચ્ચેથી ફેરફાર કરે તો ગોટાળાઓ ચોક્કસ પકડાઈ જ જાય, તેવું સુબદ્ધ શાસ્ત્રોનું માળખું છે. મહાનિશીથસૂત્ર-આગમમાં કહ્યું છે કે દ્વાદશાંગી તીર્થકરો માટે પણ અલંઘનીય છે; કેમ
१ इह द्वादशाङ्गं सूत्रार्थोभयभेदेन त्रिविधं, द्वादशाङ्गमेव चाज्ञा 'आज्ञाप्यते जन्तुगणो हितप्रवृत्तौ यया साऽऽज्ञे' तिव्युत्पत्तेः, ततः साऽऽज्ञा च त्रिधा, तद्यथा-सूत्राज्ञा, अर्थाज्ञा, तदुभयाज्ञा च। |
(વર્ષપરીક્ષા ફોર ૪૦ટીવા) २ यस्त्विदानी प्रमाणानुपपत्त्याद्युद्भावयन्नाचाराङ्गादिसद्भावमेव न स्वीकुरुते, सोऽतिबाह्यः, स्वक्लृप्तशास्त्रमूलप्रवृत्तावन्धपरम्पराशङ्काया दुर्निवारत्वात्, "जो भणइ नत्थि धम्मो...." इत्यादिना महाप्रायश्चित्तोपदेशात्, असंभाष्यत्वाच्च तस्य।
(શાસ્ત્રવાર્તા સમુa૦ તલવ-૧, સ્નોવક ૪ ટીવા) 3 ‘से भयवं! केणं अटेणं एवं वुच्चइ! जहा णं गोयमा अणाराहगे' ? गोयमा! णं इमे दुवालसंगे सुय-नाणे अणप्पवसिए अणाइ-निहणे सब्भूयत्थ-पसाहगे अणाइ-संसिद्धे से णं देविंद-वंद-वंदाणं-अतुल-बल-वीरिएसरिय-सत्त-परक्कम-महापुरिसायारकंति-दित्ति- लावण्ण-रूव-सोहग्गाइ-सयल कला-कलाव-विच्छड्डु मंडियाणं अणंत-णाणीणं सयं संबुद्धाणं जिण-वराणं अणाइसिद्धाणं अणंताणं वट्टमाण-समय-सिज्झमाणाणं अण्णेसिंच आसन्न-पुरेक्खडाणं अणंताणं सुगहिय-नाम-धेज्जाणं महायसाणं
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org