________________
૧૯૨
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ભૌતિકક્ષેત્રમાં પણ નિષ્ણાતો અને તજજ્ઞોનો કાફલો જોઈએ છે. વળી, આરોગ્યક્ષેત્રમાં તો ઊંચા નિષ્ણાતોની ભારે માંગ છે. જેમ રોગની જાતિ, દોષની માત્રા, દર્દીની અવસ્થા, તાસીર આદિનો વિચાર કરીને જ ઔષધ પ્રયોગ હિતકારી છે; તેમ આત્મકલ્યાણના ક્ષેત્રમાં પણ ભાવઆરોગ્યનું કોઈ એક જ ઔષધ નથી. જો એક જ ઔષધ હોત તો ઉપદેશ-અનુશાસન માટે ગીતાર્થની જરૂર જ ન પડત.
સભા : નવકારમંત્ર common remedy-બધા માટે સામાન્ય ઉપાય નથી ?
સાહેબજી : ના, ધર્મના ક્ષેત્રમાં કોઈ નાસ્તિક આવે તેને નવકારમંત્ર પકડાવી દો, તો નુકસાન થાય. જેને આત્મા પર જ શ્રદ્ધા નથી, તે પરમાત્માને સદ્ભાવથી નમસ્કાર કેવી રીતે કરવાનો ? તેને તો પહેલાં આત્મા પર શ્રદ્ધા કરાવવી પડશે. જે નક્કી કરવાનું અને convince-ખાતરી કરાવવાનું કામ ગીતાર્થ વિના કોણ કરી શકે ? જેનામાં ચિકિત્સા માટે આવેલ દર્દીનો રોગ અને તેને હિતકારી ઔષધ નક્કી કરવાની શક્તિ ન હોય છતાં દવાખાનું ખોલીને બેસી જાય, તો દર્દીઓની કેવી દશા થાય ? લાયક નાસ્તિક પણ, ઉપદેશકની અણઘડતાના કારણે ધર્મ પામ્યા વિના ધર્મના ક્ષેત્રમાંથી પાછો જાય, અથવા ધર્મ અંગે હલકો અભિપ્રાય કે હલકી છાપ લઈને જાય, તો તેના પણ અહિતની જવાબદારી શાસ્ત્રો ઉપદેશક પર મૂકે છે. સમાજમાં પણ દર્દીના રોગની યોગ્ય ચિકિત્સા ન કરવાથી દર્દી રોગથી રિબાતો રહે, તો ડૉક્ટર ગુનેગાર ગણાય છે.
સભાઃ ત્યાં આરોગ્યમાં સુધારો-વધારો થાય તો ખબર પડે છે, પણ અહીં ખબર પડતી નથી.
સાહેબજીઃ જે દર્દી બેભાન અવસ્થામાં હોય તેને પોતાનું દર્દ ઘટ્યું કે ન ઘટ્યું તેની ખબર ન પડે. બાકી તો સાવ અભણ ગામડાના ભરવાડ જેવા દર્દીને પણ ચિકિત્સા કર્યા પછી ડૉક્ટર પૂછે કે તમારું દર્દ ઘટ્યું કે નહીં ? તો ચોક્કસ કહેશે કે હા, ઓછું થયું. વાસ્તવમાં ત્યાં દર્દ સાલે છે એટલે સચિત છો, અહીંયાં દર્દ (ભાવરોગ) સાલતું નથી. રોજ સવારથી સાંજ સુધી કષાયોથી રિબાઓ છો, ચોવીસ કલાક રઘવાયાની જેમ ફરો છો, ક્યાંય ચેન નથી, એ.સી.માં પણ શાંતિથી સૂઈ શકતા નથી, બહાર ઠંડક છે તો પણ અંદર તાપ ભર્યો છે. આ રોગ તો પ્રત્યક્ષ દેખાય છે, સ્પષ્ટ અનુભવાય છે. તમારો આત્મા રોગથી ઘેરાયેલો જ છે, સતત રોગથી રિબાઈ રહ્યો છે, તે દીવા જેવું પ્રત્યક્ષ છે. છતાં કહે છે કે મને રોગ ઓછો થયો કે નહીં તેનો ક્યાસ નથી નીકળતો, તો તેનો અર્થ એ કે તમે હજુ આત્માના રોગને સમજવા બેભાન છો. તમને રોગની ખબર જ નથી પડતી, તો ચિકિત્સા શેની કરવાની છે ? કોઈ દર્દી દવાખાને જાય તો ડૉક્ટર પૂછે કે શું complainફરિયાદ છે ? ત્યારે એમ કહો કે કોઈ complain નથી, તો ડૉક્ટર દવા કરે કે બહાર કાઢે ?
સભા : complain-ફરિયાદ જ ખબર નથી પડતી.
સાહેબજી : રોગ તમને થયો છે કે ડૉક્ટરને ? જેને દર્દની પીડાનો અનુભવ થતો હોય તેને જ ચિકિત્સકની જરૂર પડે. ભાવરોગથી ત્રાસ્યા જ નથી, ઔષધની ખબર પણ નથી અને ઇચ્છા પણ નથી. ઔષધ માટે લગભગ અહીં કોઈ આવતા જ નથી. તેથી તીર્થની જીવનમાં કોઈ શોધ નથી. જેને ઔષધ જ નથી જોઈતું, પરંતુ માત્ર કુતૂહલથી દવાખાનામાં આંટો મારવા જ જવું છે, તેને તો ગમે તે ચિકિત્સકનું ઔષધાલય ચાલે, તેમ તમને પણ ભળતા જ ધર્મગુરુ ચાલે; કારણ કે મારા આત્મામાં ભાવઆરોગ્ય પ્રગટાવે તેવા માર્ગદર્શક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org