________________
૧૯૧
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ
પ્રભુ વીરના શાસનમાં એક પૂર્વ સુધીનું જ્ઞાન દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પર્યત રહ્યું. તેમને પણ કલ્પસૂત્રમાં પટ્ટાવલીમાં શ્રુતના દરિયા તરીકે ઓળખાવ્યા છે. આવા તીર્થસ્વરૂપ પૂર્વધરોથી ઝળહળતું શાસન ૧૦00 વર્ષ સુધી રહ્યું. ત્યારબાદ એક પૂર્વ પણ નાશ પામ્યું. ૧૪૪૪ ગ્રંથોના રચયિતા પૂ. હરિભદ્રસૂરિનું જ્ઞાન એક પૂર્વથી થોડું ન્યૂન ગણાય છે. 'એમ કાળને અનુરૂપ તીર્થસ્વરૂપ તારક મહાત્માઓથી આ શાસન ચાલ્યું છે. તીર્થનો મૂળ ઉદ્દેશ પરોપકાર છે, પરોપકારનું શ્રેષ્ઠ સાધન શ્રુતજ્ઞાન છે. તેથી તીર્થમાં શ્રતની મુખ્યતા અવશ્ય રહે, છતાં સાચા તીર્થસ્વરૂપ જીવંત મહાત્માઓમાં તારક બનવા લાખો ગુણો અનિવાર્ય છે. તેથી ગુણનિધિ, સાક્ષાત્ ગુણની જીવંત મૂર્તિ સ્વરૂપ ગુરુ જ તીર્થસ્વરૂપ છે. ભાવરોગીને ધવંતરી તુલ્ય તીર્થરૂપ ગીતાર્થગુરુની અનિવાર્યતાઃ
આવા તીર્થરૂપ ગુરુને ઓળખીને સમપિત થતાં આવડે, અનુશાસન ઝીલતાં આવડે તેવા જીવોનાં સર્વ દુઃખોનો અંત નિશ્ચિત છે. જેમ ધવંતરી જેવા વૈદ્ય મળે અને તેને શ્રદ્ધાથી અનુસરનાર દર્દી હોય તો નિયમ નીરોગી થઈને બહાર આવે; તેમ અહીં આત્માનું ભાવઆરોગ્ય પામવું છે, તેના માટે તીર્થરૂપ ગુરુ ધનંતરી વૈદ્ય છે. વિકાર એ આત્માનો રોગ છે. ચેતન એવા આપણા આત્મામાં કોઈ વિક.ર જ ન હોય તો કોઈ ત્રાસ કે દુઃખનો અવકાશ નથી. જીવમાત્રને વિકારો સતત સંતાપ આપે છે. વિકૃતિ એ જ ખરું દુઃખ છે, અને આત્માની પ્રકૃતિ એ જ સાચું આરોગ્ય છે. પરંતુ તમને તમારા વિકારોનું નિદાન કે યથાર્થ ચિકિત્સા ખબર નથી. તેથી નિપુણ ચિકિત્સક શોધો તો તે તમારા આત્મિક દોષોને યથાર્થ ઓળખી લે, અને તેનું ચોક્કસ નિદાન કરીને એવું અકસીર ઔષધ આપે કે જેથી તમારા સર્વ દોષો મૂળમાંથી નાશ પામવાના ચાલુ થાય. તેથી ભાવઆરોગ્ય પામવા ગીતાર્થ ધનંતરીની અનિવાર્ય આવશ્યકતા રહેશે જ.
સભા : આત્માના સર્વ રોગોને મટાડે એવી કોઈ એક દવા નથી ?
સાહેબજીઃ ના, ભૌતિકક્ષેત્રમાં પણ શારીરિક સર્વ રોગોની એક દવા કોઈ શોધાઈ નથી. જો તેવી દવા હોત તો દુનિયામાં ડૉક્ટર-વૈદ્ય આદિ ચિકિત્સકોની જરૂર જ ન પડત. એમને ધંધો બંધ કરીને નિવૃત્ત થવું પડત, અને સર્વ રોગની એક જ દવા અહીં મળે છે એવા પાટિયાવાળી માત્ર દુકાનથી જ ચાલત. પરંતુ
१ एवं तावदर्थवक्तुर्मङ्गलार्थं वन्दनमभिहितं, इदानीं सूत्रकर्तृप्रभृतीनामपि पूज्यत्वात् वन्दनमाहव्याख्या-'एकादश' इति संख्यावाचकः शब्दः, 'अपिः समुच्चये, अनुत्तरज्ञानदर्शनादिधर्मगणं धारयन्तीति गणधरास्तान्, प्रकर्षण प्रधाना आदौ वा वाचकाः प्रवाचकाः तान्, कस्य?-'प्रवचनस्य' आगमस्येत्यर्थः, किं?-वंदामि, एवं तावन्मूलगणधरवन्दनं, तथा 'सर्व' निरवशेष, गणधरा:-आचार्यास्तेषां वंश:-प्रवाहस्तं, तथा वाचका-उपाध्यायास्तेषां वंशस्तं, तथा 'प्रवचनं च' आगमं च, वन्द इति योगः। आह-इह वंशद्वयस्य प्रवचनस्य च कथं वन्द्यतेति, उच्यते, यथा अर्थवक्ता अर्हन् वन्द्यः, सूत्रवक्तारश्च गणधराः, एवं यैरिदमर्थसूत्ररूपं प्रवचनं आचार्योपाध्यायैरानीतं, तद्वंशोऽप्यानयनद्वारेणोपकारित्वात् वन्द्य एवेति, प्रवचनं तु साक्षाद्वृत्त्यैवोपकारित्वादेव वन्द्यमिति गाथार्थः ।।८२।। (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ८२ टीका) * अधुना यैरविच्छेदेन स्थविरैः क्रमेणैदंयुगीनानामानीतं तदावलिका प्रतिपादयन्नाह- (नंदीसूत्र श्लोक २३ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org