________________
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ,
૧૮૯ સભા : ૪૫ આગમ કેટલા સમયથી છે ?
સાહેબજીઃ ભૂતકાળમાં ૪૫ નહીં, પણ ૮૪ આગમો હતાં. તેમનાં નામો પમ્પસૂત્રમાં આવે છે. તે પહેલાં હજારો આગમો હતાં. ભગવાન મહાવીરના ૧૪000 શિષ્યો હતા, તે દરેકે એક એક પન્ના સ્વરૂપ આગમની રચના કરી છે. તેથી ૧૪000 તો પન્નારૂપ આગમ હતાં, બીજાં શાસ્ત્રો જુદાં. વર્તમાનમાં આપણે આગમ શબ્દનો પ્રયોગ વધારે કરીએ છીએ, પણ મુખ્ય શ્રુતનો વાચક શાસ્ત્રીય શબ્દ દ્વાદશાંગી છે. ગણધર ભગવંતો પહેલાં ૧૪ પૂર્વની રચના કરે છે અને પછી દ્વાદશાંગીની રચના કરે છે :
સભા : શ્રુતનો વાચક શબ્દ ૧૪ પૂર્વ નહીં ?
સાહેબજી : દ્વાદશાંગીમાં ૧૪ પૂર્વ આવી જાય છે. બારમા અંગ દૃષ્ટિવાદના પાંચ વિભાગમાંનો એક વિભાગ ૧૪ પૂર્વ છે. જોકે ૧૪ પૂર્વોમાંથી જ દ્વાદશાંગીનો જન્મ થયો છે. તીર્થકરોની દેશના સાંભળીને પ્રતિબોધ પામેલા ગણધરો તત્ત્વજિજ્ઞાસાથી પ્રભુને ત્રણ પ્રશ્ન પૂછે છે, જેના ત્રણ વાક્યરૂપે પ્રભુ જવાબ આપે છે, જે પ્રસિદ્ધ ત્રિપદી છે; જેમાં જગતના મૂળભૂત સિદ્ધાંતને સારરૂપે ગણધરો મેળવે છે. બીજબુદ્ધિના નિધાન ગણધરો તે તત્ત્વ ઉપર ઊહાપોહ કરીને સૌ પ્રથમ જે શાસ્ત્રોની રચના કરે છે તે ૧૪ પૂર્વ છે. જેમ કોઈ ઇમારતમાં પહેલાં પાયાનું ચણતર થાય, ત્યારબાદ આગળ આગળનું બાંધકામ થાય; છતાં પાયો મકાનથી જુદો નથી ગણાતો, પણ ઇમારતમાં સમાવિષ્ટ પાયો સમગ્ર મકાનનો આધાર ગણાય છે. તેમ દ્વાદશાંગીરૂપ ઇમારતમાં પાયારૂપ ૧૪ પૂર્વો છે. તેની રચના ગણધરોએ સૌ પ્રથમ કરી, તેથી તે પૂર્વ કહેવાયાં અને દ્વાદશાંગીમાં આવતી સર્વ વાતોનો આધાર ૧૪ પૂર્વોમાં છે. અરે ! જગતમાં એવું કોઈ તત્ત્વજ્ઞાન નથી, એવું કોઈ શાસ્ત્ર નથી જે ચૌદપૂર્વમાં ન સમાય. કલા-જ્ઞાન-વિજ્ઞાન આદિની સર્વ શાખા-પ્રશાખાઓ ૧૪ પૂર્વમાં સમાઈ જાય છે. દુનિયાની સર્વ ભાષાઓ ૧૪ પૂર્વધર અવશ્ય જાણે. ચૌદપૂર્વ સર્વ કળાના વિશારદ હોય. અત્યારે જેટલી university-યુનિવર્સિટી છે, તેમાં જેટલી faculty-વિદ્યાશાખા છે, જે જે વિષયનું specialization-નિષ્ણાતપણું છે, જેટલાં science-વિજ્ઞાન છે, જેટલી (psychology આદિ) logy છે, જેટલા (buddhism આદિ) ism છે, તે બધાનું જ્ઞાન ચૌદપૂર્વીને અવશ્ય હોય. તે ન હોય તો તે ચૌદપૂર્વધર જ ન કહેવાય. સર્વ શાસ્ત્રોનું જ્ઞાન શબ્દ દ્વારા થાય છે, અને શબ્દો અક્ષરોના સંયોજનથી રચાય છે. તે સર્વ અક્ષરોનો સંનિપાત ૧૪ પૂર્વમાં છે. અર્થાત્ અક્ષરસંયોજનથી રચાતાં, જણાવાતાં સર્વ જ્ઞાન ૧૪ પૂર્વમાં અંતર્ગત છે. તેથી દ્વાદશાંગીના અન્ય વિભાગોમાં જે કંઈ પણ જ્ઞાન મુકાયું છે તે સર્વ ૧૪ પૂર્વોમાંથી જ
१ स्थापनामित्यादि, रचनापेक्षया तु द्वादशमङ्गं प्रथमम्, पूर्वगतस्य पूर्वं प्रवचनात् पूर्वं क्रियमाणत्वात् पूर्वाण्युच्यन्ते। स्थापनामधिकृत्य च आचारः प्रथममङ्गम्।
(નરીસૂત્રટીવોપરિ ટિળT) २ उच्यते, जम्हा तित्थगरो तित्यपवत्तणकाले गणधराणं सव्वसुत्ताधारत्तणतो पुव्वं पुव्वगयसुत्तत्थं भासइ तम्हा पुव्व त्ति મળિયા,
(નંતીસૂત્રટીવા) 3 अशेषविशेषान्वितस्य समग्रवस्तुस्तोमस्य भूतस्य-सद्भूतस्य वाद:-भणनं यत्रासौ 'भूतवादः' दृष्टिवादोऽभिधीयते।
कोपरि टिप्पण)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org