________________
૧૮૮
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સભા : શ્રુતના બળથી સામી વ્યક્તિના મનોભાવ જાણી શકાય ?
સાહેબજી હા, જાણી શકાય. શ્રુતના અતિશયને જાણો તો કૃતની શક્તિની તમને ખબર પડે. શાસ્ત્રમાં શ્રુતની રિદ્ધિ શબ્દ વાપર્યો છે. જ્ઞાનનું પણ એશ્વર્ય-રિદ્ધિ-સિદ્ધિ છે. અરે ! જૈનશાસ્ત્રોમાં જ્ઞાન અને જ્ઞાનના ભેદ-પ્રભેદોનું વર્ણન કરનારા ગ્રંથો ભેગા કરો તો વોલ્યુમોનાં વોલ્યુમો ભરાય. સારા નિષ્ણાત જૈનેતર પંડિત કહેલું કે, સાપ વેચાત્તાના વિસ્તાર વિહોત દ્રિય જ્ઞાનનું સ્વરૂપ, તેના પ્રકાર, પેટા પ્રકાર, પ્રત્યેક જ્ઞાનની કેટલી સીમા, શક્તિ વગેરે વાંચો તો તમારું આજનું વિજ્ઞાન ઝાંખું લાગે. વળી, વર્ણન તર્કબદ્ધ છે. જ્ઞાનના આવા વિભાજનની કલ્પના પણ વિજ્ઞાને નહીં કરી હોય, છતાં તમને જ્ઞાન કે જ્ઞાની સાથે કોઈ મતલબ નથી. ધર્મના ક્ષેત્રમાં તો જ્ઞાન અને જ્ઞાનીને ખાલી હાથ જોડવા એટલી જ તમારી ભાવના છે; કારણ કે તમારે તો સંસારના ક્ષેત્રના જ્ઞાનમાં જ પાવરધા થવું છે.
સમ્યફ જ્ઞાન જેમ જેમ વધે તેમ તેમ આત્માની શક્તિઓ ખીલે. કેવળજ્ઞાનમાં સંસારની સર્વ લબ્ધિઓ સમાય છે, આત્માના શ્રેષ્ઠ ઐશ્વર્યનો તેમાં સમાવેશ થઈ જાય છે; જ્યારે શ્રુતજ્ઞાનમાં તારવારૂપ પરોપકારની વાત છે. પરોપકારમાં પ્રધાનતા શ્રુતજ્ઞાનની જ આવે. કેવલી સમગ્ર જગતને જુએ-જાણે, પરંતુ તેમને પણ પરોપકાર કરવાનું માધ્યમ તો શ્રુતજ્ઞાન જ છે; કેમ કે બીજાં સર્વ જ્ઞાનો તો મૂંગા છે. મતિજ્ઞાન કે અવધિજ્ઞાનથી જાણેલી કોઈ પણ વસ્તુની બીજાને અભિવ્યક્તિ કરવી હોય તો સહાય શ્રુતજ્ઞાનની જ લેવી પડે. તેથી પરોપકારનું સાધન તો શ્રુતજ્ઞાન જ બને. બાકીનાં જ્ઞાન જ્ઞાની પાસે અનુભૂતિરૂપે રહે, એટલે કે જે પામ્યો હોય તે જ તેના સ્વાદને ચાખી શકે, માણી શકે. બીજાને તેની કાંઈ ખબર ન પડે. બીજા બેઠા વા ખાય. શ્રુતજ્ઞાન એ આખા જગતનું બોધકારક માધ્યમ છે. પૂર્ણ જ્ઞાની તીર્થકરો પણ તત્ત્વની અભિવ્યક્તિ વાણી દ્વારા જ કરે છે. શાસનમાં આ દૃષ્ટિકોણથી શ્રુતનું અપાર મહત્ત્વ છે. તેથી જ કેવળજ્ઞાનીને ગૌણ કરી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની એવા ગણધરોને જ સમવસરણમાં મુખ્ય બનાવ્યા છે; કેમ કે તેમની પાસે વાણીનું પ્રભુત્વ, વાણીના અતિશય છે, જેથી તેમનાથી જે પરોપકાર થશે, કલ્યાણમાર્ગની સ્થાપના થશે, તે કેવલીથી નહીં થાય. તીર્થ તરીકે શ્રતનું મહત્ત્વ આવશે. ૧૦ પૂર્વધર વજસ્વામી હતા ત્યાં સુધી શાસનમાં જયજયકાર સ્વાભાવિક હતો; કેમ કે તેમની પાસે પરોપકાર માટેની પૂર્ણ ક્ષમતા છે. શાસનમાં થયેલા મોટા ભાગના વિભાજક વિવાદો તેમના કાળધર્મ પછીના છે. જ્યાં સુધી આવા નાયક બેઠા હોય ત્યાં સુધી વિવાદોનો અવકાશ ઓછો હોય. પછીથી જ્ઞાન ક્રમશઃ ઘટતું ગયું, છતાં આ કાળમાં જે શાસ્ત્રરૂપે વિદ્યમાન જ્ઞાન છે, તેનો જ્ઞાતા જ તીર્થસ્વરૂપ બને.
१ तत्र वैक्रियद्धिक्रियनिर्माणलक्षणा। आदिना जंघाचारणादिलब्धिग्रहः । तथा ज्ञानतपश्चरणसंपदः तत्र ज्ञानसंपच्चतुर्दशपूर्विण एकस्माद्घटादेर्घटादिसहस्रनिर्माणलक्षणा।
(द्वात्रिंशद् द्वात्रिंशिका नवमी बत्रीसी, श्लोक १४ टीका) २ किञ्च, श्रुतज्ञानमेव परप्रबोधे समर्थम्, मुखरत्वात्, न शेषज्ञानानि, मूकत्वात्। इदमुक्तं भवति-उपदेशेनैव परः प्रबोध्यते, उपदेशश्च शब्देनैव, शब्दश्च कारणे कार्योपचारात् श्रुतज्ञान एवाऽन्तर्भवति, न शेषज्ञानेषु; अतःशब्दात्मकं श्रुतमेव परप्रबोधकम्। तथा, प्रदीप इव श्रुतज्ञानमेव यस्मात् स्व-परस्वरूपप्रकाशकम्, नशेषज्ञानानि । न हि श्रुतज्ञानं विहाय स्वकीयं स्वरूपं, शेषज्ञानचतुष्टयस्वरूपं चाऽन्यज्ज्ञानं परस्य प्रकाशयितुं शक्नोति। (विशेषावश्यकभाष्य श्लोक ८३८-८३९ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org