________________
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ
૧૮૩ બતાવે, પણ ગીતાર્થ ન હોવાથી જે યોગથી એનું કલ્યાણ થવાનું ન હોય તે આપીને તેનો ભાવરોગ મટાડે નહીં. ઊલટું ઘણી વખત વિપરીત યોગ દ્વારા નુકસાન કરે. તેથી જો ગીતાર્થ ગુરુ ન હોય તો ભાવરોગની યોગ્ય ચિકિત્સા શક્ય નથી, અને તેવાનું શરણ સ્વીકારવાથી તરવું શક્ય નથી. તેથી જીવંત તીર્થમય વ્યક્તિત્વ કાયમ ખાતે સંવિગ્ન-ગીતાર્થમાં જ સંક્રમે છે. અરે ! આ શાસનમાં ઉપદેશનો અધિકાર જ ગીતાર્થને સુપ્રત કર્યો છે. બીજાને હૃદયમાં પરોપકારની ગમે તેટલી ભાવના હોય તો પણ શાસ્ત્ર મૂંગા રહેવાનું કહ્યું છે. અગીતાર્થ મૌન રહે તેમાં તેના આત્માનું પણ કલ્યાણ અને બીજાના આત્માનું પણ કલ્યાણ છે. બાકી તે નેતા બનશે તો સ્વયં મરશે અને બીજાને પણ ડુબાડશે. વર્તમાન તીર્થ સુધર્માસ્વામીથી પ્રારંભ થયું, પ્રભુ મહાવીરે સ્થાપ્યું તે ક્રમસર ચાલ્યું છે. તેમાં કારણ પ્રાયઃ પટ્ટધર એવા પસંદ કરાય કે જે ઉપલબ્ધ શ્રુતજ્ઞાનના પારગામી હોય, વ્યવહાર-નિશ્ચય આદિના જ્ઞાતા હોય, શરણે આવેલાનો યોગક્ષેમ કરવાની તાકાત ધરાવતા હોય, લાખોને તારવા યોગ્ય માર્ગદર્શન આપવા સમર્થ હોય, જેથી શાસકત્વ ટકી રહે. જેમ નિષ્ણાત ડૉક્ટર પાસે જેવો રોગ અને જેવો દર્દી તે પ્રમાણે દવા અપાય, તેમાં ફેરફાર ન ચાલે; તેમ અહીં આવનાર સર્વ જીવોના ભાવરોગ સરખા નથી, તેથી ઉપચારરૂપે ચિકિત્સા પણ સરખી ન હોય. જેને જેવો રોગ તે પ્રમાણે તેને દવા અપાય. જેને દાનધર્મની જરૂર હોય તેને તપધર્મ બતાડું તો શું થાય ? શિષ્યોને સ્વાધ્યાયની જરૂર હોય ત્યારે વિનયમાં ગોઠવું અને વિનયની જરૂર હોય ત્યારે સ્વાધ્યાયમાં રત કરું તે ન ચાલે.
સભા : આ તો વ્યક્તિગત ઉપદેશની વાત થઈ ને ?
સાહેબજી : અનુશાસન તો વ્યક્તિગત જ હોય. સુધર્માસ્વામીને પ્રભુએ અનુશાસન આપનાર તીર્થ બનાવ્યા અને પછી સકલ શ્રીસંઘને તેમના શરણે સોંપ્યો. સૂત્રાર્થના જ્ઞાતા સુધર્માસ્વામીને કોઈની સલાહની જરૂર નથી. તે સ્વયં કોઈને પૂછ્યા વિના અનુશાસન આપી શકે એમ છે. સુધર્માસ્વામીની નિશ્રામાં પણ જે મુનિઓ ઘડાઈને એવા તૈયાર થયા કે 'કોઈની સલાહ વિના બીજાને અનુશાસન આપી શકે, તેમને તેમણે કહ્યું કે તમે સ્વતંત્ર વિહાર કરો, સ્વબળથી સાધના કરો અને બીજાને તારો. પરંતુ જે તેવા સક્ષમ ન થયા તેમને અનુશાસન આપ્યા કર્યું. તરવું એટલે આત્માની એક ચોક્કસ આંતરિક પ્રક્રિયા છે. પ્રતિદિન તમારા આત્માનું ઉત્થાન થાય તો જ શરણું સ્વીકાર્યાનો મતલબ છે, અને આવા શરણ ઉભયજ્ઞ ગીતાર્થ જ છે. તે જ તરણતારણ છે. તેમના પ્રત્યે સમર્પણની પરાકાષ્ઠા બતાવતાં કહ્યું કે અગીતાર્થના વચનથી અમૃત પણ ન પીવું અને ગીતાર્થના વચનથી હલાહલ ઝેર પણ ગટગટાવી જવું.
૧ .. સ્વાવાર્યશીયો ગુટેશાત્ સાધુ કૃત્વા પૃથ વિહરતિ સTળધરા....
__ (आचारांगसूत्र द्वितीय श्रुतस्कंध, प्रथम चूलिका, दशमो उद्देश शीलांकाचार्य टीका) २. ताजे अविदिय-परमत्थे, गोयमा! णो य जे मुणे। तम्हा ते विवज्जेज्जा, दोग्गई-पंथ-दायगे।।१३९ । । गीयत्थस्स उ वयणेणं, विसं हलाहलं पि वा। निव्विकप्पो पभक्खेज्जा, तक्खणा जं समुद्दवे।।१४०।। परमत्थओ विसं तोसं, अमयरसायणं खु तं। णिव्विकप्पं ण संसारे, मओ वि सो अमयस्समो।।१४१ ।। अगीयत्थस्स वयणेणं, अमयं पि ण घोट्टए। जेण अयरामरे हविया, जह किलाणो मरिज्जिया।।१४२।। परमत्थओ ण तं अमयं, विसं तं हलाहलं। ण तेण अयरामरो होज्जा, तक्खणा निहणं વUJા૨૪૩ 1
(महानिशीथ सूत्र गीयत्थ विहार नाम छट्ठमझयणं)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org