________________
૧૪
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સાહેબજી ભગવાને બતાવેલો મોક્ષમાર્ગ સંતાડી રાખ્યો, અને જે તેને પામવા આવે તેમને બીજે ભટકાડી દીધા. તમારે ત્યાં કોઈ માલ લેવા આવે, અને જે માલ લેવા આવ્યો હોય તે માલના બદલે બીજો જ માલ ભટકાડી દો, તો તમે વેપારી તરીકે કેવા કહેવાઓ ?
કુલાચાર બાલ્યાવસ્થામાં સંસ્કારના આધાન માટે હિતકારી છે, પરંતુ સમજવાની ક્ષમતા આવ્યા પછી માર્ગમાં પ્રવેશ કરવો જ જરૂરી છે. તે કરવા તે તે કાળને અનુરૂપ ગીતાર્થ અવશ્ય જોઈએ. કોઈએ કહ્યું કે શાસન તો ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલવાનું છે, તો આટલાં કડક ધારાધોરણથી કેમ ટકશે ? તેનો સચોટ જવાબ આપતાં પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કહ્યું કે,
શુદ્ધ વ્યવહાર છે ગચ્છ કિરિયા થિતિ, દુષ્પસાહ જાવ તીરથ કર્યું છે નીતિ; તેહ સંવિગ્ન ગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કોણ જગ લેખવે?
શાસન તો સંવિગ્ન-ગીતાર્થથી જ ચાલશે, બાકી બીજા ઉજ્જડ રણમાં એરંડા જેવા છે, જેની કોઈ કિંમત નથી. જૈનશાસનમાં તીર્થઅવિચ્છિત્તિ માટે આ જ ધોરણ છે. આમાં કોઈ કાળે કોઈ જ બાંધછોડ નથી.
જેમાં લાખો-કરોડોને તારી પાર પમાડવાની શક્તિ છે, જેનું શરણું સ્વીકારો તો ભવસાગરનો અંત અવશ્ય થાય જ, તે જ વ્યક્તિ જીવંત તીર્થસ્વરૂપ છે. તારકતામાં જરા પણ ન્યૂનતા, કચાશ, ઊણપ ન ચાલે; અને તે હોય તો તે શ્રેષ્ઠ તીર્થ નથી. જેનાં દર્શનથી ભાગ્ય ઊઘડી જાય અને જેનું શરણું સ્વીકારો તો અવશ્ય પાર પામો, તે જ વ્યક્તિગત તીર્થ છે. કાં સ્વયં આવા તીર્થ બનો અથવા તીર્થસ્વરૂપ મહાત્માના શરણે જાઓ, તે સિવાય તરવાનો ત્રીજો માર્ગ નથી.
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મેમસાક્ષof, મામi for Androi III
(પ્રતિત પ્રર૦ -૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોકષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. માત્ર ગુણિયલ-સજ્જન માર્ગદર્શક ન બની શકે, તે માર્ગદ્રષ્ટા પણ હોવો જરૂરી છે?
ભવચક્રમાં ભૂલા પડેલા જે જીવો છે તે સૌને ભવસાગરથી પાર પામવા, સંસારરૂપી ગહન અટવીથી બહાર નીકળવા, શરણ માત્ર એક ધર્મતીર્થ જ છે. તે જીવંત ધર્મતીર્થ પાંચ સ્વરૂપે છે. તેમાં વ્યક્તિસ્વરૂપ શ્રેષ્ઠ જીવંત તીર્થ ગણધરો છે. ત્યારબાદ તેમની અવિચ્છિન્ન પરંપરામાં થનારા સંવિગ્ન-ગીતાર્થો છે. જે વ્યક્તિને ઘોર સંસારમાંથી બહાર નીકળવાનો રસ્તો સ્પષ્ટ ખબર છે, દેખાય છે, માર્ગમાં આવતા આરોહ-અવરોહનો યથાર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org