________________
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ કરોડો કે અબજો વાતો સમજી શકે તેવી વિસ્તારશીલ પ્રજ્ઞા. તીર્થકરો સમગ્ર જગતનું સારભૂત પદાર્થવિજ્ઞાન અને તેના પાયાના સિદ્ધાંતો ત્રણ વાક્યોમાં કહે છે, અને શ્રોતા એવા ગણધરો મંથન કરતાં તેમાંથી સમગ્ર શ્રતના પાર રૂપ બોધને પામે છે, અને તત્કાલ તે બોધને સઘનતાથી સૂત્રાત્મક રૂપે શબ્દદેહે ગૂંથીને દ્વાદશાંગીની રચના કરે છે, જે સકલ શ્રીસંઘ માટે પરમ આધાર બને છે. તીર્થકરોની વાણીથી પ્રતિબોધ પામેલા સામાન્ય જીવો તત્કાલ શ્રતનો પાર પામતા નથી. તેવા સર્વ આરાધક જીવોને, ગણધરોએ રચેલી દ્વાદશાંગી એ સતત માર્ગદર્શક બને છે. આ અપેક્ષાએ તીર્થકરો કરતાં ગણધરો આપણા માટે અધિક ઉપકારી
જેમ એક બીજમાંથી પરંપરાએ લાખો-કરોડો-અબજો-અસંખ્ય ફળ ઊગે, તેમ ' બીજરૂ૫ તીર્થકરના ત્રિપદીરૂપ વચનમાંથી ગણધરોના મસ્તિષ્કમાં સમગ્ર દ્વાદશાંગી રચાય છે, જે શ્રીસંઘને તરવા માટેનો
અદ્વિતીય વારસો છે. વળી ગણધરોમાં અનુશાસન આપવાની પણ કોઈ કચાશ નથી. તીર્થકરોના સર્વ શિષ્યોને અસ્મલિત અનુશાસન આપી તારવાનું સામર્થ્ય ગણધરો ધરાવે છે. ગણધરો નિયમા સર્વાક્ષરસંનિપાતી ઉત્કૃષ્ટ ચૌદપૂર્વધર હોય છે. તેમની અંતર્મુહૂર્તમાં કરેલી દ્વાદશાંગીની રચના પર તીર્થકરો કેવળજ્ઞાનથી જાણીને સ્વયં સત્યતાની મહોરછાપ મારે છે. દીક્ષાના પ્રથમ દિવસથી જ તેમને શાસનના સર્વ અધિકાર તીર્થકરો સ્વહસ્તે સુપ્રત કરે છે. આવા મહાપ્રભાવશાળી શિષ્યો પ્રથમ દેશનામાં મળવા તે પણ તીર્થકરોનું ઉત્કૃષ્ટ પુણ્ય છે, અને આવા ગુરુ મળવા તે શિષ્યોનું શ્રેષ્ઠ પુણ્ય છે. ગણધરો શાસનના આદિ મુનિ, પ્રથમ મુનિ છે, અમારા બધાના આદ્યગુરુ છે. ગણધરોના ગુરુ તીર્થકર, પરંતુ અમારા સૌના આદ્યગુરુ ગણધરો. અમે ગણધરોના વંશના ગણાઈએ, ભગવાનના વંશના નહીં. સુધર્માસ્વામીની પાટ બોલીએ છીએ, મહાવીર પ્રભુની નહીં. તેથી ગણધરોને કેવલી કરતાં પણ આગવું સ્થાન સુસંગત છે. જીવંત તીર્થરૂપ ગણધર ભગવંતો આખા સંઘના અનુશાસનરૂપી શરણના દાતા છે :
ગણધરોએ પોતાને જે જ્ઞાન હતું તે તેમના પટ્ટધરોને વારસામાં આપ્યું. તેમના પટ્ટધરોએ પોતાના પટ્ટધરોને વારસામાં આપ્યું. જોકે કાળપ્રભાવે ધારણાશક્તિ અને પ્રજ્ઞા ઓછી થતી ગઈ, તેથી આવા સક્ષમ ગુરુઓની વંશાવલિમાં પણ જ્ઞાન ક્રમશઃ ઘટતું જાય; છતાં તે જ્ઞાનથી શાસનમાં જીવંત તીર્થની અવિચ્છિન્ન પરંપરા ચાલે. ભાવતીર્થકરો તો આયુષ્યકાળ સુધી પૃથ્વીતલને પાવન કરતા વિચરે અને પુણ્યપ્રભાવે જ્યાં જ્યાં પદાર્પણ કરે ત્યાં વાણીથી અનેકને પ્રતિબોધ કરે અને પ્રતિબદ્ધ થઈને શરણે આવેલા સૌને ગણધરોને સોંપી
१ 'गणहर'त्ति गणधरस्तीर्थकरशिष्यो मातृकापदत्रयोपलंभानन्तरं समुद्घाटितसमस्तश्रुतोपयोग:,
(1શપ ફ્લોક ૪૨૨ ટar) २ प्रद्योतप्रतिपन्ननिखिलाभिलाप्यभावकलापा गणधरा एवोत्कृष्टचतुर्दशपूर्वविदो भवन्ति, (ललितविस्तरा पंजिका) 3 सचतुर्दशपूर्वाणि, द्वादशाङ्गानि ते क्रमात्। ततो विरचयामासुस्तत्रिपद्यनुसारतः।।६५९ ।। अथाऽऽदाय दिव्यचूर्णपूर्ण स्थालं पुरन्दरः । देवैर्वृतो देवदेवपादान्तं समुपास्थित।।६६० ।। अथोत्थाय गणभृतां, चूर्णक्षेपं यथाक्रमम्। कुर्वाणः सूत्रेणाऽर्थेन, तथा तदुभयेन च।।६६१।। द्रव्यैर्गुणैः पर्यायैश्च, नयैरपि जगत्पतिः । ददावनुयोगानुज्ञां, गणानुज्ञामपि स्वयम्।।६६२।। ततोऽमरा नरा नार्यो, दुन्दुभिध्वानपूर्वकम्। वासक्षेपं विदधिरे, तेषामुपरि सर्वतः।।६६३ ।।
(ત્રિષ્ટિ પર્વ, સ રૂ) ४ आदिमुनिभिरर्हच्छिष्यैर्गणधरैः प्रणीतत्वात्।
(ત્રિવિરાટ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org