________________
૧૧૪
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ 'ગુરુ શિષ્યને આચાર્યપદવી આપે ત્યારે શિષ્ય એવા નૂતન આચાર્યને ગુરુ જાહેરમાં વંદન કરે છે. રાજસત્તાનો પણ નિયમ છે કે ગમે તેવો મોટો સમ્રાટ, પોતે નિવૃત્ત થઈને રાજગાદી પર નવા સમ્રાટને સ્થાપન કરે ત્યારે, રાજ્યાભિષેક અને રાજતિલક કર્યા બાદ નવા સમ્રાટને હાથ જોડીને આજ્ઞા માંગે. અરે ! ઘણી વાર સમ્રાટ એવો પિતા દીકરાને રાજતિલક કરાવી નવા રાજા તરીકે સ્થાપે, તો પણ, પિતા નૂતન રાજા એવા પુત્ર પાસે હાથ જોડીને પ્રજા સમક્ષ કહે કે, “હું હવે નિવૃત્ત થાઉં છું, આજથી આ તમારા સ્વામી છે. હવે પછી તમારે તેને આજ્ઞાંતિ અને સમર્પિત રહેવાનું છે. અને જો તમે તેની આજ્ઞા નહીં માનો તો એ તમને કઠોરમાં કઠોર દંડ-સજા કરશે.” શાસનમાં પણ ગચ્છાધિપતિ નિવૃત્ત થતી વખતે નૂતન ગચ્છાધિપતિને સ્થાપિત કર્યા પછી સમગ્ર ગચ્છને કહે કે, “મારો સ્વભાવ સૌમ્ય હતો, મેં તમારી ઘણી ખામીઓ-અવિનય ચલાવી લીધાં, પણ આ નૂતન ગચ્છાધિપતિ નહીં ચલાવે, તેથી અપ્રમત્તપણે તેની આજ્ઞાનું અવશ્ય પાલન કરજો.”
સભા : પ્રથમ સમવસરણમાં દેશના પૂર્વે “નમો તિ–સ્સ' બોલીને સિંહાસન ઉપર બેસનાર તીર્થકરો, તે અવસરે ગણધરોને કેવી રીતે નમસ્કાર કરે ? કારણ કે દેશના-પ્રતિબોધના અભાવમાં ગણધરોની સ્થાપના જ હજી થઈ નથી.
સાહેબજી : તે અવસરે તીર્થંકરો શાશ્વત તીર્થને નમસ્કાર કરે છે.
ગણધર ભગવંતોનું વ્યક્તિત્વ :
એક જ દેશનામાં પ્રતિબોધ પામી તત્કાલ જીવંત તીર્થસ્વરૂપ બનનાર ગણધરો એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તીર્થકરો જેમ જનમ-જનમના સાધક છે અને સાધનાના પરિપાકથી અંતિમ ભવમાં ગર્ભાવતારકાલથી મહાસાધક છે, તેમ ગણધરો પણ જન્માંતરના સાધક છે. હા, તેમનું વ્યક્તિત્વ તીર્થકરોથી ન્યૂન છે, એટલે જ ગણધરો અંતિમ ભવમાં જનમથી મહાસાધક નથી હોતા, તેમને સ્વયં તત્ત્વમાર્ગ પામવા પ્રતિબોધક તીર્થકરોની જરૂર હોય છે. છતાં ગણધરોના વ્યક્તિત્વની તોલે પણ આ જગતમાં બીજા કોઈનું વ્યક્તિત્વ આવે નહીં. ગણધરોને જોતાં તમને એમ લાગે કે દીક્ષા લીધી ને તરત જ તીર્થપદ મળી ગયું, પણ તેવું નથી. તેમને ભૂતકાળની જબરદસ્ત સાધના છે. તીર્થકરોએ જેમ પૂર્વભવોમાં “સવિ જીવ કરું શાસનરસી”ની ભાવનાથી તીર્થકરનામકર્મ બાંધ્યું. તેમ ગણધરોએ પૂર્વભવોમાં સમ્યક્ત પામ્યા પછી અનેક જીવોને તારવાની વિશદ્ધ શુભ
१ उत्तिष्ठति निषद्याया: आचार्य अत्रान्तरे, तत्रोपविशति शिष्योऽनुयोगी, ततो वन्दते गुरुस्तं शिष्यसहितः, शेषसाधुभिः सन्निहितैरिति गाथार्थः।।९६४ ।। भणति च कुरु व्याख्यानमिति तमभिनवाचार्य, तत्र स्थित एव ततोऽसौ करोति तव्याख्यानमिति, नन्द्यादि यथाशक्त्येति, तद्विषयमित्यर्थः, पर्षदं वा ज्ञात्वा योग्यमन्यदपीति गाथार्थः।।९६५ ।। आचार्यनिषद्यायामुपविशनमभिनवाचार्यस्य, वन्दनं च तथा गुरोः प्रथममेवाचार्यस्य, तुल्यगुणख्यापनार्थं लोकानां न तदा दुष्टं 'द्वयोरपि' शिष्याचार्ययोः, યા(ની)તમેતતિ થાર્થ: IIઉદ્દદ્દા
(પંઘવસ્તુન્નો હૃ૪-૧-૧દદ ટીશ) २ चिन्तयत्येवमेव-पूर्वोक्तप्रकारेणैव एतद्भवादुत्तारणम् ‘स्वजनादिगतं तु' - स्वजनमित्रदेशादिविशेषगतं पुनः य उक्तरूपो बोधिप्रधानो जीवः ‘तथानुष्ठानतः'-चिन्तानुरूपानुष्ठानात्परोपकाररूपात् सोऽपि-न केवलं परोपकारी तीर्थकृदित्यपिशब्दार्थः, धीमान्-प्रशस्तबुद्धिः ‘गणधरो'-देवदानवमानवादिमाननीयमहिमा तीर्थकराग्रिमशिष्यः, भवेत्-जायेतेति।।२८९।।
(વિન્દ ૨૮૨ ટા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org